ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રોકડ વ્યવહારોના નિયમો જાણો અને દંડથી બચો!! (Dated : 19.10.2023 )
By Bhavya Popat
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અમુક વ્યવહારો રોકડમાં કરવા પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ પ્રકારે રોકડ વ્યવહારો ઉપર પ્રતિબંધ લાગુ કરવાનો મુખ્ય હેતુ લોકોને કાળા નાણાંની હેરફેરથી બચાવવાનો રહેલો છે. ક્યારેક જાણી જોઈને તો ક્યારેક અજાણતા આ પ્રકારના વ્યવહારો વ્યક્તિ દ્વારા થઈ જતાં હોય છે જેની ગંભીર કિંમત ચૂકવવી પડતી હોય છે. આ પ્રકારના વર્જિત વ્યવહારો વિષે આ લેખમાં માહિતી અંગેનો લેખાંક 1 તારીખ 09.10.2023 ના રોજ વ્યાપારભૂમિમાં પ્રસિદ્ધ થયેલ છે. આ લેખમાં આ શૃંખલાનો લેખાંક નંબર 2 આપવામાં આવેલ છે. ગતાંકમાં રોકડ વ્યવહારોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા.
- ધંધાકીય એકમ માટે પ્રતિબંધિત રોકડ વ્યવહારો
- તમામ વ્યક્તિઑ માટે પ્રતિબંધિત રોકડ વ્યવહારો
આ વ્યવહારોમાં ધંધાકિયા એકમ દ્વારા રોકડમાં કરવામાં આવતા ધંધાકીય ખર્ચ, તથા તમામ વ્યક્તિઑ દ્વારા મેળવવામાં અથવા ચૂકવવામાં આવતી લોન, ડિપોઝિટ કે અન્ય રકમને પ્રતિબંધિત કરવામાં આવેલ છે.
આ લેખમાં આજે પણ તમામ વ્યક્તિઓ માટે પ્રતિબંધિત રોકડ વ્યવહાર વિષે માહિતી આપવા પ્રાયાસ કરવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269ST હેઠળ તમામ પ્રકારના કરદાતાઓ માટે રોકડ અંગેની મર્યાદાઑ સૂચવવામાં આવેલ છે. આ કલમ મુજબ કોઈ પણ વ્યક્તિ દ્વારા રોકડ સ્વરૂપે કેટલી રકમ સ્વીકારી શકે તે અંગેની મર્યાદા સૂચવવામાં આવેલ છે.
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યવહાર પેટે બે લાખ કે તેથી વધુ રકમ એકાઉન્ટ પેયી ચેક દ્વારા, કે ઈલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા, RTGS સિવાય સ્વીકારી શકશે નહીં. અન્ય શબ્દોમાં કહીએ તો કોઈ પણ કરદાતા 199999/- એટ્લેકે એક લાખ નવ હજાર નવસો નવ્વાણુથી વધુ રકમ રોકડ તરીકે સ્વીકારી શકે નહીં.
આ 2 લાખની મર્યાદા ગણવામાં નીચેના વ્યવહારોનો સમાવેશ થાય છે.
- એક વ્યક્તિ પાસેથી એકજ દિવસમાં સ્વીકારવામાં આવેલ રકમ,
- કોઈ એક વ્યવહાર પેટે સ્વીકારવામાં આવેલ રકમ, ભલે તે રકમ અલગ અલગ દિવસે સ્વીકારવામાં આવેલ હોય,
- કોઈ એક પ્રસંગ કે સમારંભ માટે સ્વીકારવામાં આવેલ રકમ.
ઉદાહરણ દ્વારા ઉપરનો નિયમ સમજવા પ્રયત્ન કરીએ:
શ્રી અમદાવાદી દ્વારા પોતાના માલના વેચાણ પેટે શ્રી સુરતી પાસેથી 2 લાખ રૂપિયા રોકડમાં લેવામાં આવે તો શ્રી, અમદાવાદી દ્વારા આ કલમનો ભંગ કર્યો ગણાય. આ ભંગ ઉપર પેટે પોઈન્ટ નંબર 1 નો ભંગ ગણાય.
આવી રીતે શ્રી અમદાવાદી દ્વારા એક બિલ કે જે 2,50,000/- (બે લાખ પચાસ હજાર) નું છે, તેના પેટે તારીખ 01.10.2023 ના રોજ 1,80,000/- (એક લાખ એંસી હજાર) ની રકમ સ્વીકારેલ છે અને બાકીની 70000/- ની રકમ તેઓ દ્વારા 03.10.2023 ના રોજ સ્વીકારવામાં આવેલ છે. આ કિસ્સામાં શ્રી અમદાવાદી દ્વારા સ્વીકારવામાં આવેલ બન્ને રકમ 200000/- બે લાખથી ઓછી છે, પરંતુ આ રકમ શ્રી અમદાવાદીએ એકજ વ્યવહાર એટ્લે કે એક જ બિલ પેટે સ્વીકારવામાં આવેલ હોય, ઉપર જણાવેલ પોઈન્ટ 2 નો ભંગ થયો ગણાય.
હવે ત્રીજું ઉદાહરણ જોઈએ શ્રી અમદાવાદી એક કેટરિંગ કોન્ટ્રાકટર છે. તેઓ દ્વારા તેઓ દ્વારા શ્રી સુરતીના દીકરીના લગ્ન પ્રસંગે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું તથા રાતનું જમવાનું એ તમામનો કોન્ટ્રાક્ટ રાખેલ છે. શ્રી અમદાવાદી સવારના નાસ્તાનું બિલ 50000/- અલગ બનાવે છે, બપોરે જમવાનું બિલ 150000/- અલગ બનાવે છે અને રાતના જમવાનું બિલ 150000/- પણ અલગ બનાવે છે. આમ, અલગ અલગ બિલ હોવા છતાં, આ તમામ બિલો એક જ પ્રસંગ પૈકીના હોવાથી શ્રી અમદાવાદી દ્વારા લેવામાં આવેલ રકમ 200000/- કે તેથી ઉપર હોય તેઓ દ્વારા ઉપર જણાવેલ પોઈન્ટ નંબર 3 નો ભંગ કર્યો ગણાય.
લોન, ડિપોઝિટ કે મિલ્કતના એડ્વાન્સ સંદર્ભે લેવામાં આવતી રકમને 199999/- (એક લાખ નૌવાનું હજાર નવસો નવાન્નું લાખ) નહીં પરંતુ 19999/- (ઓગણીસ હજાર નવ સો નવ્વાણુ) ની મર્યાદા જ પડશે લાગુ:
આ તકે એ બાબતે જાણવી જરૂરી છે લોન, ડિપોઝિટ કે મિલ્કત પેટે લેવામાં આવતા એડ્વાન્સ કે જે બાબતે ઇન્કમ ટેક્સની કલમ 269SS લાગુ પડતી હોય તેના સંદર્ભે 19999/- ની જ મર્યાદા લાગુ પડશે. આ બાબતે 1,99,999/- ની મર્યાદા લાગુ પડશે નહીં.
સરકાર, બેન્ક, પોસ્ટ ઓફિસ સેવિંગ બેન્ક, કો.ઓપરેટિવ બેન્કને આ મર્યાદા લાગુ ના પડે:
ઉપરોક્ત 199999/- ની રોકડ સ્વીકારવાની મર્યાદા એ સરકારને, બેન્ક, પોસ્ટ ઓફિસ સેવિંગ બેન્ક, કો-ઓપરેટિવ બેન્કને લાગુ પડતી નથી.
What is provided for Co-Operative Credit Society which accepts deposits from share holders and also makes payments on maturity of deposits. What is limit for accepting and payment in cash. Co-Operative Credit society does not do banking business.