01 એપ્રિલથી પાછલા વર્ષમાં 50 કરોડથી વધુ ટર્નઓવર હોય તેવા વેપારી માટે ઇ ઇન્વોઇસનો નિયમ થશે લાગુ

Spread the love
Reading Time: < 1 minute

તા. 09.03.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ અમુક નિયત ટર્નઓવરથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે સામાન્ય રીતે બનાવવા પાત્ર ઇન્વોઇસ (બિલ) ના બદલે જી.એસ.ટી. હેઠળના નિયમ 48(4) હેઠળ ઇ ઇન્વોઇસ બનાવવું ફરજિયાત હોય છે. હાલ, પાછલા વર્ષમાં 100 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ઇ ઇન્વોઇસ બનાવવું ફરજિયાત છે. 01 એપ્રિલ 2021 થી આ ટર્નઓવરની મર્યાદામાં ફેરફાર કરી પાછલા વર્ષમાં  50 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ઇ ઇન્વોઇસ બનાવવું ફરજિયાત બની જશે. ઇ ઇન્વોઇસમાં બિલ જનરેટ કરવા સાથે IRN (ઇન્વોઇસ રેફરન્સ નંબર) જનરેટ થતો હોય છે. જાણકારો માની રહ્યા છે  કે ઇ ઇન્વોઇસના કારણે કરચોરી રોકવામાં મદદ મળતી હોય છે. સતત કરચોરીની સમસ્યાઓનો સામનો કરી રહેલી સરકાર ઇ ઇન્વોઇસ અંગેની ટર્નઓવર મર્યાદાઓ માં સતત ઘટાડો કરી રહી છે. આ જોગવાઈ જ્યારે લાગુ કરવામાં આવી ત્યારે મર્યાદા 500 કરોડની હતી. આ મર્યાદાને 01 જાન્યુઆરી 2021 થી ઘટાડી 100 કરોડ કરવામાં આવી હતી. હવે 01 એપ્રિલ 2021 થી આ મર્યાદામાં ફરી ઘટાડો કરી 50 કરોડ કરી નાંખવામાં આવી છે. ભવ્ય     પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!