કરદાતાઓની સગવડ વધારવા 01 જુલાઇથી શરૂ કરવામાં આવશે ઇ વે બિલ પોર્ટલ 2.0

0
Spread the love
Reading Time: < 1 minute

હાલ, એક જ પોર્ટલ-વેબસાઇટ ઠપ્પ થવાના કારણે વેપારીઓના વ્યવહારો પણ ક્યારેક થઈ જાય છે ઠપ્પ…

જી.એસ.ટી. કાયદો લાગુ થયાને 01 જુલાઇ 2025 ના રોજ 8 વર્ષ પૂર્ણ થશે. આ આઠ વર્ષમાં જી.એસ.ટી. માં અનેક ફેરફારો થયા છે. હાલ, જી.એસ.ટી. હેઠળ ઇ વે બિલમાં મહત્વના ફેરફારો થવા જઇ રહ્યા છે. જી.એસ.ટી. હેઠળ 50 હજારથી વધુ રકમના માલની હેરફેર માટે ઇ વે બિલ બનાવવું જરૂરી છે. દેશભરમાં સતત ઇ વે બિલની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે. ઇ વે બિલ સતત વધવાના કારણે ઇ વે બિલ પોર્ટલ ઉપર ભારણ વધી રહ્યું છે. આ કારણે ક્યારેક ઇ વે બિલ પોર્ટલ ધીમું કે ઠપ્પ થઈ જવાના બનાવ વધી રહ્યા છે. 01 જુલાઇ 2025 થી જી.એસ.ટી. પોર્ટલ દ્વારા ઇ વે બિલ 2.0 શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. https://ewaybill2.gst.gov.in આ નવા ઇ વે બિલ પોર્ટલનું વેબ એડ્રેસ હશે. ક્યારેક ઇ વે બિલનું પોર્ટલ બંધ થવાથી અથવા ધીમું થવાની આપાતકાલીન સ્થિતિમાં આ ઇ વે બિલ પોર્ટલ 2.0 ખાસ ઉપયોગી બનશે. આ અંગે જી.એસ.ટી. પોર્ટલ ઉપર જાહેરાત કરવામાં આવેલ છે. આ ઇ વે બિલ પોર્ટલ 2.0 એ ઇ વે બિલ પોર્ટલ 1.0 ઉપરની માહિતી સાથે સુસંગત હશે અને કરદાતા બન્ને પોર્ટલનો ઉપયોગ તેમની અનુકુળતા મુજબ કરી શકશે. આ બન્ને પોર્ટલ “રિયલ ટાઈમ સિંક્રોનાઇઝ આર્કીટેકચર” ઉપર કામ કરશે. આમ, બન્ને ઇ વે બિલ પોર્ટલ 1.0 અને 2.0 બન્ને તુરંતજ એક બીજાના “ડેટા” સાથે “અપડેટ થતું રહેશે. આ ઇ વે બિલ પોર્ટલ 2.0 ચોક્કસ કરદાતાની તકલીફો ઓછી કરશે તેવું માનવમાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!