બજેટ ૨૦૨૫ ની આશા અને અપેક્ષાઑ: by Amit Soni, Tax Advocate

Spread the love
Reading Time: 2 minutes

તા. 31.01.2025: આવતીકાલે કેન્દ્ર સરકાર નું બજેટ નાણામંત્રી નિર્મલાબેન સીતારામણ  રજૂ કરવાના છે ત્યારે દેશની જનતા બજેટ અન્વયે શું સસ્તું અને શું મોધુ બનશે તેની તરફ મીટ માંડી બેઠી છે. દિલ્લીમાં બજેટ પહેલાની નાણામંત્રી એ હલવા રસમ પૂરી કરી છે ત્યારે આ હલવા ની સુવાસ છેવાડા માનવી સુધી સોડમ બની કેવી પ્રસરશે તેની આવતીકાલે ખબર પડશે.

નાણામંત્રીમાં બજેટ રજૂ કરવાના છે ત્યારે હાલમાં દેશમાં અનેક પડકારો ઊભા છે જેવા કે મોઘવારી આસમાને વધી છે, શેર માર્કેટ નીચું છે, આપણા દેશ નો રૂપિયો ઘસાઈ રહ્યો છે, સોના- ચાંદીના ભાવ પણ ચરમ સીમાએ છે.

વધુમાં હાલમાં દેશમાં દિલ્લી સાથે અનય રાજ્યોમાં વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે અને હજુ સરકાર બીજા રાજયમાં વધુ બહુમતી મેળવવા માંગે છેત્યારે આ બધી પળોજળમાં નાણામંત્રીએ બજેટ રજૂ કરવા સમજદારી માંગી લેશે.

હાલમાં ઘણા વેપાર- ધંધા માં મંદી ચાલી રહી છે જેમકે ઓટોમોબાઇલ્સ , કાપડ, હીરા વિગેરે માં મંદી ચાલે છે. વૈશ્વિક સ્તરે વિદેશો માં નવી સરકાર રચાયેલ છે જેમકે લંડન, કેનેડા, યુએસએ. વિદેશમાં નવી સરકાર ને કારણે વિદેશનીતિ  સાથે તાલમેલ કરવાનો છે. હાલમાં અમેરિકન સરકારે ભારત ને ટેરિફ માં સુધારો કરવાનો સંકેત આપેલ છે આમ વિકસિત દેશો ને ખુશ કરવા માટે પણ અમુક પ્રકારના ઇમ્પોર્ટ ગૂડ્સ પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડો થવાની અપેક્ષા છે.

ભારતીય અર્થતંત્ર ના સુધારા માટે અનય દેશોની જેમ પીએમ નરેન્દ્ર મોદી મેક ઇન ઈન્ડિયા અંતર્ગત ઉત્પાદકો ને પ્રોત્સાહિત કરવા  માટે એમએસએમઇ કાયદામાં સુધારો કરવાની જરૂર છે અને એફડીઆઇ ઈન્વેસ્ટમેન્ટ પોલિસીમાં પણ ફેરકારની શક્યતાઓ છે.

હાલમાં દેશમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે ત્યારે પેટ્રોલ –  ડીઝલ પર ની એક્સાઈઝ ડ્યૂટિમાં ઘટાડો કરીને ભાવને અંકુશમાં લેવાના પગલાં લે તેવી અપેક્ષા છે.

બજેટ માં મહત્તમ નજર આવકવેરા પર જનતા નજર હોય છે જેનુ કારણ કરદાતા ટેક્ષ ભરીને સારી સેવાઓ નો લાભ લેવા માંગે છે. છેલ્લા બે- ત્રણ વર્ષ ના આંકડાઓ જોઈએ તો વેરો ભરનાર ની રિટર્ન ની સંખ્યા વધી છે તો જેની સામે નીલ વેરો ભરનાર રિટર્ન ની સંખ્યામાં તેટલો જ વધારો થયેલ છે.

આમ આવકવેરા કરમુક્તિની મર્યાદા રૂ ૧૦/- લાખ થાય તેવી અપેક્ષા છે. સ્ટાન્ડર્ડ ડિડક્સનમાં વધારાની અપેક્ષા છે. નવા ટેક્ષ રિજીમના દરમાં ફેરફાર કરીને તો જૂના રિજીમ ટેક્ષ રિજીમ કાઢી નાખે તેવી પણ અપેક્ષા છે.

રૂ ૧૫ /- લાખ થી રૂ ૨૦/- લાખ સુધી ની આવક પર વેરા નો દર ૨૫% નિયત કરીને આવકવેરાના કરદાતાઓ ની ખુશ કરે તેવી અપેક્ષા છે અને ટીડીએસ ના નિયમો માં ફેરફાર લાવે તેવી પણ અપેક્ષા છે.

સોલર એનર્જી અને  ઇલેક્ટ્રીક વાહનો માટે સબસિડી માં ફેરફાર લાવે તેવી અપેક્ષા છે. કિસાનો માટે  કિસાન સન્માન નિધિ ની રકમ માં વધારો લાવી તેવી અપેક્ષા છે.

      આમ આપણે સૌ જાણીએ છીએ કે બજેટ ની રજૂ કરવાની પ્રક્રિયા ખૂબ ગોપનીય છે પણ દરેક ક્ષેત્રે ના એક્ષ્પેર્ટ એક અનુમાન લગાવે છે અને પોતાને વિચાર રજૂ કરે છે. ટૂકમાં આવતીકાલે જ બજેટ રજૂ થયા બાદ જ સ્પષ્ટ ચિતાર મળી શકે છે.

(લેખક નડિયાદ ખાતે ટેક્સ એડવોકેટ અને નોટરી તરીકે પ્રેક્ટિસ કરે છે. તેઓ ટેક્સ એડવોકેટ એસોસીએશનના ખજાનચી છે)

error: Content is protected !!