બજેટ 2025 અંગે મારી અપેક્ષાઓ: દર્શિત શાહ, એડવોકેટ

0
Spread the love
Reading Time: < 1 minute

તા. 31.01.2025: આવતીકાલે એટ્લે કે 01 ફેબ્રુઆરીએ બજેટ 2025 રીલીઝ કરવામાં આવશે. આ બજેટમાં હું નીચેની અપેક્ષા સેવી રહ્યો છું.

જીએસટી :
• જીએસટી મા આવનાર સમય માં આઇએમએસ સિસ્ટમ પણ ફરજિયાત પણે લાગુ થવાની છે પત્રક ભરવામાં પડતી જટિલતા ધટાડીને પત્રક ભરવાની નિયત તારીખનું માળખું બદલવું જોઈએ.
GSTR 1/IFF – 15મી
GSTR 3B – 25મી
• જીએસટી રજિસ્ટ્રેશનને સરળ અને ઝડપી બનાવવું જોઈએ જેથી કરીને કરદાતાઓને વ્યાપાર કરવામાં સરડતા રહે.
• જીએસટી કાયદા અને નિયમોમાં થતાં વારમવાર ફેરફાર ટાળવા માટે જીએસટી કાયદાને સરળ બનાવવું જોઈએ.
• હેલ્થ ઇન્સ્યોરન્સ પર લગતા જીએસટીને મુક્તિ આપવી જોઈએ.
• કરદાતાઓ પર બિનજરૂરી દબાણને રોકવા માટે GST નોટિસની સંખ્યા ઘટાડવી જોઈએ.
• ઈ-વે બિલની લિમિટ વધારવી જોઈએ જેથી કરી નાના વેપારીઓ બિનજરૂરી અનુપાલન માંથી રાહત મળે.
• RCM આટલેકે રીવર્સ ચાર્જ મિકેનિજામ માંથી મુક્તિ આપવી જોઈએ જેથી કરીને નાના વેપારીઓને વધારાની ટેક્સની જવાબદારીઓ અને અનુપાલન માંથી રાહત મળે.
ઇનકમ ટેક્સ 
• નવી કર વ્યવસ્થામાં મૂળભૂત મુક્તિ મર્યાદા વ્યક્તિગત માટે 3,00,000 થી વધારીને 5,00,000 સુધી કરવી જોઈએ.
• હાલની જે 80C ની મર્યાદા જે 1,50,000 છે તેને વધારવી જોઈએ.
• 80D ની મર્યાદા 50,000 સુધી કરવી જોઈએ.
• પગારદરો માટે હાલ જે સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ જે હાલ 50,000 છે તે વધારીને 1,00,000 કરવી જોઈએ.
• ITR ફાઈલ કરવાની નિયત તારીખ U/s 139(1) દર વર્ષે 31મી જુલાઈ થી બદલી 31મી ઓગસ્ટ કરવી જોઈએ સાથે અન્ય તારીખો પણ 1 મહિનો વધારવી જોઈએ જેથી કરી કારદાતાને ઇનકમ ટેક્સ રિટર્ન ભરવામાં પૂરતો સમય માંડી રહે.
• વરિષ્ઠ નાગરિકોને FD વ્યાજ પર સંપૂર્ણ ટેક્સની છૂટ આપવી જોઈએ.
(લેખક અમદાવાદ ખાતે ટેક્સ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેઓ ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો. ના કારોબારી સભ્ય છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!