ઇન્કમ ટેક્સ કાયદામાં નવી લાગુ થયેલ MSME વિષેની જોવાઈની સરળ સમજૂતી
બજેટ ૨૦૨૩ માં ઇન્કમટેક્ષ ની સેક્શન 43B માં ક્લોઝ H ની સરળ ભાષામાં સમજુતી
પ્રસ્ત્વાના
બજેટ 2022-23 માં ઇન્કમટેક્ષ ની સેકશન 43B માં સબ ક્લોઝ H ઉમેરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2022-23 સુધી બિલ ની તારીખ મુજબ ખર્ચ કે ખરીદી ને ઇન્કમટેક્ષ માં બાદ લય છી. નાણાકીય વર્ષ 2023-24 થી ખર્ચ કે ખરીદી ને પેમેન્ટ ના આધાર બાદ મળશે એટલે કે જે વર્ષ માં ખર્ચ કે ખરીદીનું પેમેન્ટ થયું હશે તે વર્ષ માં બાદ મળશે. ઇન્કમટેક્ષ ની સેકશન 43B માં સબ ક્લોઝ H માં Micro Small and Medium Enterprise Development Act-2006(MSMED -Act 2006) ની સેક્શન 15 નો આધાર લેવામાં આવ્યો છે તેથી આપણે આ આર્ટીકલ માં MSMED -Act 2006 ની સેક્શન 15 ની સરળ ભાષા માં સમજુતી આપી છે. વેપારી તરીખે કઈ બાબત નું ધ્યાન રાખવું અને જો ઇન્કમટેક્ષની સેકશન 43B માં સબ ક્લોઝ H નું પાલન નો થાય તો કેવી રીતે ઇન્કમટેક્ષ વધારે ભરવો પડે તેની સરળ ભાષામાં સમજુતી આપવામાં આવી છે.
- ઇન્કમટેક્ષ ની સેકશન 43B(H)
- બજેટ 2023 માં ઈન્કમટેક્ષ ની સેકશન 43B માં કલોજ H ઉમેરવામાં આવ્યો છે. આ કલોજ મુજબ નાણાકીય વર્ષ 2023-24 થી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારનું પેમેન્ટ માઇક્રો(MICRO) અથવા સ્મોલ (SMALL) એન્ટરપ્રાઇઝને કરવાનું હોય ત્યારે તે પેમેન્ટ MICRO , SMALL AND MEDIUM ENTERPRISE DEVELOPMENT ACT 2006 (MSMED) ની સેક્સન 15 માં જે સમય મર્યાદા લખેલી તે સમય પછી કર્યું હશે તો તે ખર્ચ કે ખરીદી પેમેન્ટ ના આધારે બાદ મળશે.
- MSMED ACT 2006 અને તેની સેકશન 15
- MICRO, SMALL અને MIDUAM એન્ટરપ્રાઇઝ માં સ્પર્ધાત્મક વધારવા માટે તેના પ્રમોસન માટે અને તેના વિકાસ માટે એક કાયદો બન્યો છે જેને MSMED ACT 2006 કહેવાય છે.
- આ કાયદા અંતર્ગત દરેક મેન્યુફેક્ટચરિંગ યુનિટ, ટ્રેકિંગ યુનિટ કે સર્વીશ સેકટર ને 3 ભાગમાં વહેચવામાં આવ્યું છે (1) MICRO (2) SMALL (3) MEDIUM
- આ કાયદા અંતર્ગત દરેક મેન્યુફેક્ચરિંગ યુનિટ, ટ્રેડિંગ યુનિટ કે સર્વીસ સેકટર ને તેના ટર્નઓવર અને પ્લાન્ટ અને મશીનરી માં થયેલ ઇન્વેસ્ટમેન્ટ માં આધારે 3 ભાગમાં વહેચવામાં આવ્યું છે.
MICRO | SMALL | MEDIUM | |
ટર્નઓવર | 5 કરોડ સુધી | 50 કરોડ સુધી | 100 કરોડ સુધી |
પ્લાન્ટ અને મસીનારીમાં ઇન્વેસ્ટમેન્ટ | 1 કરોડ સુધી | 10 કરોડ સુધી | 20 કરોડ સુધી |
- ટર્નઓવર અને પ્લાન્ટ અને મસીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ બંને શરતો પૂરી થતી હોય તેના આધારે MICRO SMALL કે MEDIUM એન્ટરપ્રાઇઝ છે તે નક્કી થાય છે.
- હવે આપણે MSMED ACT-2006 ની સેકશન 15 મુજબ પેમેન્ટ ની સમય મર્યાદા શું છે તે સમજીએ.
- MSMED ACT 2006 ની સેકશન 15 મુજબ
- જો ખરીદનાર અને વેચનાર વચ્ચે લેખિત કરાર નો હોય તો જે તારીખે ખરીદનાર વેપારી ને માલ ની ડીલીવરી મેળવે ત્યાર થી 15 દિવસ માં પેમેન્ટ કરી દેવું ફરજિયાત છે.
- જો ખરીદનાર અને વેચનાર વચ્ચે લેખિત કરાર હોય તો પણ જે તારીખે ખરીદનાર વેપારીને માલ ની ડીલીવરી મેળવે ત્યાર થી તે કરાર 45 દિવસ થી વધુ દિવસ નો લેખિત કરાર નો હોવો જોઈએ એટલે કે લેખિત કરાર હોય તો તે જો 45 દિવસ થી ઓછા દિવસ નો હોય તો જેટલા દિવસનો કરાર હોય તેટલા દિવસ માં પેમેન્ટ કરી દેવું ફરજિયાત છે અને 45 દિવસ થી વધુ દિવસ નો લેખિત કરાર હોય તો 45 દિવસ માં પેમેન્ટ કરી દેવું ફરજીયાત છે.
- અહિયાં આપણે એ ખાસ વાત નોંધવાની કે સેકશન 15 મુજબ MICRO અને SMALL ENTERPRISE ને જે પેમેન્ટ કરવાનું હોય તેને જ 15 કે 45 દિવસની સમય મર્યાદા લાગુ પડશે.
- MEDIUM ENTERPRISE ને પેમેન્ટ કરવાનું હોય ત્યારે તે સમય મર્યાદા લાગુ પડતી નથી.
- MSMED ACT-2006 ની સેકશન 15 મુજબ ખરીદનાર વ્યક્તિ સેલર ને 15 કે 45 દિવસમાં પેમેન્ટ નો કરે તો RBI દ્વારા જે રેટ જાહેર થયો હોય તેના 3 ગણા દરે ચક્રવયુતી વ્યાજ પણ ચૂકવવું પડે
- લેટ પેમેન્ટ નું જે વ્યાજ થાય છે તે ઈન્કમટેક્ષ મુજબ ખર્ચ તરીકે બાદ મળવા પત્ર નથી.
- આ કાયદાનું પાલન કરવા વેપારી મિત્રોએ શું ધ્યાન રાખવાનું?
- અત્યાર સુધી આપણે કાયદો શું છે એ સમજ્યા હવે ખરેખર આ કાયદાનું પાલન કરવા વેપારી મિત્રોએ શું ધ્યાન રાખવાનું એ સમજીએ તેના માટે આપણે તેને 2 ભાગમાં વહેચીસુ (1)ખરીદનાર તરીકે (2) વેચનાર તરીકે
- ખરીદનાર વેપારી તરીકે
જ્યારે આપણે માલ કે સેવાની ખરીદી કરી છે ત્યારે આપણે પેમેન્ટ કરવાનું હોય છે. 15 કે 45 દિવસમાં પેમેન્ટ કરવું તે ફક્ત MICRO અને SMALL એન્ટરપ્રાઇઝ પાસેથી ખરીદી કરેલ હોય તેમાં જ લાગુ પડે છે ખરીદનાર તરીકે આપણને કેમ ખબર પડશે કે આપણે જેની પાસેથી માલની ખરીદી કરી છે તે MICRO, SMALL કે MEDIUM એન્ટરપ્રાઇઝ છે તેના માટે આપણે જેની પાસેથી ખરીદી કરી છી તેની પાસેથી MSME CERTIFICATE એટલે કે UDHYAM REGISTRATION CERTIFICATE મંગાવી લેવું પડે જેથી આપણને ધ્યાન રહે કે 15 કે 45 દિવસ માં પેમેન્ટ કરવું કે નહીં
- વેચનાર વેપારી તરીકે
(A) વેચનાર વેપારી તરીકે સૌપ્રથમ આપણે એ નક્કી કરી લેવું પડશે આપણે MSMED ACT-2006 અંતર્ગત રજિસ્ટર છી કે નય જો રજીસ્ટર નો હોય તો વહેલી તકે ઉદ્યમ રજીસ્ટ્રેસન સર્ટિફિકેટ મેળવીને તેમાં રજીસ્ટર થય જવું જોઈએ
(B) વેચાણ બિલમાં નીચેની વિગત લખેલી હોવી જોઈએ
- ઉદ્યમ રજીટ્રેશન નંબર
- MICRO, SMALL કે MEDIUM એન્ટરપ્રાઇઝ કઈ કેટેગરી માં આવે છે.
- પેમેન્ટ માટેની કંડિશન જો લેખિત કરાર નો હોય તો 15 દિવસ માં પેમેન્ટ અથવા લેખિત કરાર હોય તો વધુ માં વધુ 45 દિવસ માં પેમેન્ટ કરી દેવાનું.
- 15 કે 45 દિવસ માં પેમેન્ટ નહીં થાય MSMED ACT-2006 ની સેક્સન 16 મુજબ ચક્ર્વૃધી વ્યાજ લાગશે.
- દરેક વેપારી ખરીદનાર તરીકે અને વેચનાર તરીકે જો આટલી બાબતનું ધ્યાન રાખશે તો દરેક વેપારી પોતાનું પેમેન્ટ સમયસર મળી જશે અને વર્કિંગ કેપિટલ માં કોઈ તકલીફ નહીં પડે.
- આ કાયદાનું પાલન નો થાય તો ઈન્કમટેક્ષ અંતર્ગત કેવી રીતે ટેક્ષ વધારે ભરવાનો થાય
- અત્યાર સુધી આપણે કાયદો શું છે તે સમજ્યા અને તેનું પાલન કરવા કયા મુદ્દાને ધ્યાન માં રાખવા તે સમજ્યા પરંતુ જો આ કાયદાનું પાલન નો થાય તો ઈન્કમટેક્ષ અંતર્ગત કેવી રીતે ટેક્ષ વધારે ભરવાનો થાય તે સમજીએ
- ઈન્કમટેક્ષ ની સેકશન 43B(H) મુજબ ખરીદી કે ખર્ચ નું પેમેન્ટ 15 અથવા 45 દિવસમાં નો થાય તો ખર્ચ કે ખરીદી જે વર્ષ માં તેનું પેમેન્ટ થાય તે વર્ષ માં બાદ મળે.
- આ ટૉપિક ને ઉદાહરણ દ્વારા સમજીએ
- ABC ફર્મ જે ભાગીદારી પેઢી છે. નાણાકીય વર્ષ 2023-24 માટે
વેચાણ 10000
ખરીદી 7000
- P 3000
ખર્ચ 1000
નફો 2000
- નાણાકીય વર્ષ માં ABC ફર્મ ટોટલ 7000+1000=8000 ચુકવવાના થાય. નાણાકીય વર્ષ 2023-24 માં ABC ફર્મ બધાજ 8000 15 કે 45 દિવસ ની સમય મર્યાદા મા અથવા નાણાકીય વર્ષ 2023-24 માં ચૂકવી દીધા હોય તો 2000 ના 30% એટલે કે 600 નો ઈન્કમટેક્ષ ભરવાનો થયાં.
- ઉપરના ઉદાહરણ માં એવું ધારી કે 8000 માંથી 6500 જ ચુકવ્યા છે. 1500 ચુકવવાના બાકી છે. 1500 ABC ફર્મ નાણાકીય વર્ષ 2024-25 માં 15 કે 45 દિવસ ની સમયમર્યાદા પછી ચૂકવે છે. તો તે 1500 રૂપિયા ખર્ચ કે ખરીદી તરીકે નાણાકીય વર્ષ 2023-24 માં બાદ નહીં મળે તેથી નફો થશે 2000+1500=3500 નફો ગણાશે અને તેના પર ઈન્કમટેક્ષ લાગશે 3500 ના 30% 1050 રૂપિયા ઈન્કમટેક્ષ થશે.
- ઉપરના ઉદાહરણ માં 1500 ચુકવવાના બાકી છે. જે પૈકી 600 રૂપિયા ની ખરીદી ની ડીલીવરી તારીખ 27/03/2024 ના રોજ મળેલ છે. 15 દિવસ માં પેમેન્ટ કરવાનું હોય તો પેમેન્ટ ની છેલ્લી તારીખ 11/04/2024. ABC 11/04/2024 પહેલા પેમેન્ટ કરી દીધું હોય તો 600 ખર્ચ કે ખરીદી તરીખે નાણાકીય વર્ષ 2023-24 માં બાદ મળશે.
1500 પૈકી 900 રૂપિયાની ખરીદી ની ડીલીવરી 29/03/20224 ના રોજ મળેલ છે. 15 દિવસમાં 15 દિવસ માં પેમેન્ટ કરવાનું હોય તો પેમેન્ટ ની છેલ્લી તારીખ 13/04/2024. ABC ફર્મ 900 13/04/2024 પછી ચૂકવે તો તે 900 નાણાકીય વર્ષ 2023-24 માં બાદ નો મળે.
PROFIT 2000
+ ખર્ચ 900
2900 પર 30% ટેક્ષ 870 ટેક્ષ ભરવો પડે.
- આપણે જે ચર્ચા કરી તેને ટુંકમાં સમજીએ તો નાણાકીય વર્ષમાં જે કોઈ ખર્ચ કે ખરીદી કરી છે, તેનું પેમેન્ટ જે નાણાકીય વર્ષમાં ખરીદી કે ખર્ચ હોય તે નાણાકીય વર્ષ માં થય જાય પછી તેમને 15 કે 45 દિવસમાં પેમેન્ટ નો થયું હોય પણ તે ઈન્કમટેક્ષમાં ખર્ચ તરીકે બાદ મળશે પરંતુ MSMED એક્ટ-2006 ની સેક્સન 16 મુજબ વ્યાજ ચૂકવું પડશે જે વ્યાજ ઈન્કમટેક્ષ અંતર્ગત બાદ નહીં મળે.
- નાણાકીય વર્ષ દરમિયાન જો કોઈ ખર્ચ કે ખરીદી કરી છે તેનું પેમેન્ટ વર્ષ ના અંતે બાકી હશે એટલે કે 31/03 ના રોજ ક્રેડિટર તરીકે હશે તો તેટલા પેમેન્ટ ને ચેક કરવા પડે કે તે 15 કે 45 દિવસમાં થયા છે કે નહીં જો નો થયા હોય તો તે નાણાકીય વર્ષ માં ઈન્કમટેક્ષ અંતર્ગત બાદ મળવા પાત્ર નથી.
- તેથી દરેક વેપારી મિત્રને ખાસ સૂચના કે જેની પાસેથી ખરીદી કરે છે તેને જો લેખિત કરાર નો હોય તો 15 દિવસ માં અથવા લેખિત કરાર હોય તો મોળામાં મોડું 45 દિવસમાં પેમેન્ટ કરી દેવું હિતાવહ છે.
(લેખક રાજકોટ તથા થાન ખાતે ટેક્સ પ્રેક્ટિસ કરે છે. આ લેખમાં આપવામાં આવેલ અર્થઘટન આ વિષય ઉપર તેઓનું અર્થઘટન છે)