ઇન્કમટેક્સ ફોર્મ 15 H/G જમા કરાવવાની તારીખ લંબાવવાની માંગ ઉઠી
( પ્રતિનિધિ દ્વારા ) નોર્થ ગુજરાત તારીખ 22-4-21
કોરોના ના સેકન્ડ વેવ્માં બેંકના કામકાજના કલાકોમાં ઘટાડો થયો હોવાથી તેમજ ઘણી બધી બેંકમાં કર્મચારી ગણ કે તેમના ફેમિલી મેમ્બર્સ કોરોનાની અસરના કારણે નિયમિત આવી શકતા ન હોવાથી તેમજ અમુક બેંકની નાની મોટી શાખા તો સ્ટાફને કોરોના થયો હોવાથી ટૂંકા ગાળા માટે પણ બંધ રહી છે. તો હાલની વર્તમાન પરિસ્થિતિ જોતા બેંક ગ્રાહકોની ભીડ ન થાય તે હેતૂસર તારીખ લંબાવાની વહેલી જાહેરાત થવી ખુબ જ જરૂરી છે. મોડી જાહેરાતથી હેતુ સર નહીં થાય તેમાં કોઈ શંકા નથી.
અને કોરોનાના સેકન્ડ વેવ્ માં તો સરકારે ફરજિયાત લોકડાઉન જાહેર કરેલ નથી એવી પરિસ્થિતિમાં આગળ જતા ઘણી બિનજરૂરી તકરારો થશે કારણકે મોટાભાગના ગામડા કે શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન હોવાથી તે સરકારી રેકોર્ડ પર ના પણ હોઈ શકે તેવા સંજોગોમાં બેંકના કર્મચારી અને ખાતેદાર વચ્ચે સંઘર્ષ થવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. સામાન્ય રીતે 15G કે 15H ઉંમરલાયક લોકો કે વિધવા સ્ત્રીઓ વધુ પ્રમાણમાં જમા કરાવતી હોય છે ત્યારે બહારગામથી આવતા ખાતેદારો માટે સ્વેચ્છિક લોકડાઉનલોડમાં વાહન વ્યવહારની સગવડ પણ મળતી ન હોવાથી લોકો અવર જવર કરવાનું ટાળતા હોય તે સ્વભાવિક છે. આમ તમામ પાસાઓને જોતા આ ફોર્મ ભરવાની તારીખ લંબાવવાની જાહેરાતની સમયસર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ટેક્સ રિપોર્ટર -હર્ષદ ઓઝા (એડવોકેટ)