નાના કરદાતાઓના વાર્ષીક રિટર્ન ભરવાની મુદતમાં વધારો કરવી જરૂરી

Spread the love
Reading Time: 2 minutes

એપ્રિલમાં ત્રિમાસીક રિટર્ન ભર્યા બાદ વેપારીને વાર્ષીક રિટર્ન માટે મળે છે માત્ર 10 દિવસ 
કમ્પોઝીશન હેઠળ ટેકસ ભરવાનો વિકલ્પ ધરાવતા નાના કરદાતાઓએ તેઓનું વાર્ષીક રિટર્ન ભરવાની મુદત તા. 30 એપ્રિલ છે. આ મુદતમાં વધારો કરવામાં આવે તે ખૂબ જરૂરી છે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે. એપ્રિલ માસમાં ટેક્સ પ્રોફેશનલ્સ માટે ખૂબ જ કામ રહેતું હોય છે. એપ્રિલ માસમાં ત્રિમાસિક જીએસટીઆર-1 તથા જીએસટીઆર-3બી ભરવાનો હોય છે. આ ઉપરાંત કમ્પોઝિશન કરદાતાઓ માટેના સીએમપી-08 ફોર્મ પણ ભરવાનું હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને વાર્ષીક રીટર્ન ભરવાની મુદતમાં વધારો કરવો જરૂરી છે.
જ્યારે જીએસટી કાયદો આવ્યો હતો ત્યારે કોમ્પોસીશન સ્કીમને સરળ સ્કીમ તરીકે બહાલી આપવામાં આવી હતી. પરંતુ સમય જતાં એક પછી એક જવાબદારી કરદાતા ઉપર નાખવામાં આવી છે. ટેક્સ એકસ્પર્ટ દર્શીત શાહે જણાવે છે કે, “કમ્પોઝીશનના કરદાતાઓ તેમના ત્રિમાસિક વેચાણ ઉપર ઉંચક વેરો ભરવાનો હોય છે. જેના માટે તેમેને એપ્રિલ થી જૂન, જુલાઈ થી સપ્ટેમ્બર, ઓક્ટોબર થી ડિસેમ્બર અને જાન્યુઆરી થી માર્ચ માસમાં આમ કુલ વર્ષમાં 4 વખત પત્રક સીએમપી- 08 ભરી વેરો ભરવાનો હોય છે. આ ત્રિમાસિક પત્રક તારીખ 18 સુધીમાં ભરવાનું હોય છે. આ સાથે કમ્પોઝીશનના તમામ કરદાતાઓને વાર્ષિક રીટર્ન જીએસટીઆર- 4 તા.30 એપ્રિલ સુધીમાં ભરવું ફરજીયાત છે. નાના વેપારીઓ માટે આ ટૂંકા સમયમાં આ બન્ને કામો કરવા મુશ્કેલ પડે છે. આ ઉપરાંત ટેક્સ પ્રોફેશનલ તથા જી.એસ.ટી. પોર્ટલ ઉપર પણ એક સાથે કામ આવવાના કારણે મુશ્કેલી ઊભી થતી હોય છે”. નાના વેપારીઓએ વાર્ષિક પત્રક ભરવા ખરીદી કરેલ માલ કે સેવાના બી2બી બિલની વિગત પાર્ટી વાઇસ અપલોડ કરવાની હોય છે. ખરેખરમાં જીએસટીના કાયદામાં કોમ્પોસીશન સ્કીમમાં કરદાતાને ખરીદેલા માલ પર ક્રેડિટ મળવા પાત્ર હોતી નથી. તેમ છતાં કરદાતાએ ખરીદી કરેલી વિગત પોર્ટલ પર ચકાશવાની હોય છે અને ના દેખાતી ખરીદીની વિગત પણ ઉમેરવી પડે છે. આ ઉપરાંત કરદાતાએ કોઇ યુઆરડી માલ ખરીદેલ હોય તો તેની વિગત પણ અલગથી આપવાની હોય છે. વધુમાં જો કોઇ રીવર્સ ચાર્જ અંતર્ગત ટેક્સ ભરવાનો થતો હોય તો તેની પણ વાર્ષિક રિટર્નમાં દર્શાવવાનું હોય છે. આ તમામ ડેટા માટે કરદાતાએ વ્યવસ્થિત એકાઉન્ટ લખવું અનિવાર્ય બની ગયું છે. સામાન્ય રીતે કોમ્પોઝીશનની સ્કીમનો લાભ રૂ.1.5 કરોડ થી ઓછાં ટર્નઓવર ધરવતા નાના કરદાતા લેતા હોય છે. જેમના માટે તારીખ 18 છેલ્લું ત્રિમાસિક પત્રક ભર્યા બાદ કરદાતાને વાર્ષિક પત્રક ભરવા માટે તથા તેનો જુદા જુદા ડેટા એકત્રિત કરીને વેરીફાય કરવા માટે માત્ર 10 દિવસ સમય મળે છે. જો વેપારી તા. 30 એપ્રિલ સુધીમાં પોતાનું રિટર્ન ફાઇલ ના કરે તો તેમને રોજના રૂ. 50 લેખે લેટ ફી ચુકવવી પડે છે. નાના વેપારીઓ એ ભરવાના વાર્ષિક ભરવાના થતાં GSTR 4 ની મુદત વધારવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.  બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!