કંપોઝીશન કરદાતાઓ માટેના વાર્ષિક ફોર્મ GSTR 4 ભરવાની મુદતમાં વધારો કરવા ઉઠતી માંગ

Spread the love
Reading Time: < 1 minute

કાયમી માટે 30 એપ્રિલના સ્થાને 30 જૂન કરી આપવામાં આવેલ તેવી ઉઠી રહી છે માંગ

તા. 26.04.2023: જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ એ વાર્ષિક ધોરણે GSTR 4 ફોર્મ ભરવાનું રહેતું હોય છે. આ ફોર્મમાં કરદાતાઓએ પોતાના વેચાણની, ટેક્સની વિગતો ઉપરાંત વાર્ષિક ખરીદીની વિગતો પણ આપવાની રહેતી હોય છે. આ GSTR 4 ફોર્મ ભરવાની મુદત જે તે નાણાકીય વર્ષ પછીની 30 એપ્રિલ રહેતી હોય છે. આ મુદતમાં આ ફોર્મ ભરવામાં વેપારીઓ હાલાકી અનુભવી રહ્યા છે તેવી ફરિયાદો મળી રહી છે. 18 એપ્રિલ સુધી પોતાના જાન્યુઆરીથી માર્ચ સુધીના CMP-08 રિટર્ન ભરતા કરદાતા 30 એપ્રિલ સુધીમાં આ રિટર્ન ભરવા મુશ્કેલી અનુભવે તે સ્વાભાવિક છે. ખાસ કરીને આ વેપારીઓનું કામ કરતાં એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ નેપણ આ ટૂંકા સમયમાં GSTR-4 ભરવા મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે. આ ઉપરાંત હજુ ઘણા એકાઉન્ટ તથા રિટર્ન ભરવાની સગવડ પૂરી પાડતા સૉફ્ટવેરમાં પણ GSTR 4 ની સગવડ સરળ રીતે ચાલતી ના હોય આ ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. આ તકે જરૂરી છે કે GSTR 4 માં કંપોઝીશન હેઠળના વેપારીએ ભરવાના થતાં વાર્ષિક રિટર્નની મુદત વધારી 30 જૂન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. માત્ર નાણાકીય વર્ષ 2022 23 માટે જ નહીં, જી.એસ.ટી. નિયમો હેઠળ આ રિટર્નની મુદત કાયમી માટે વધારી આપવામાં આવે તે જરૂરી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

 

error: Content is protected !!