FORM GST SRM-1 અને  FORM GST SRM-2 ની સરળ ભાષામાં સમજુતી

4
Spread the love
Reading Time: 4 minutes

 

 

 

By Prashant Makwana 

 

પ્રસ્તાવના

GST નોટીફીકેશન નંબર 4/2024 તારીખ 05/01/2024 ના શિડયુલમાં દર્શાવેલ માલનું ઉત્પાદન કરતા કરદાતા એ માલના પેકિંગ કરવામાં વપરાતા મશીન વિશેની માહિતી GST પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે. આ માટેનું FORM GST SRM-1 તારીખ 16/05/2024 ના રોજ  GST પોર્ટલ પર લાઇવ કરવામાં આવ્યું છે.

નોટીફીકેશન ના શીડ્યુલ માં દર્શાવેલ માલનું ઉત્પાદન કરતા કરદાતાએ GST પોર્ટલ પર 2 સ્ટેટમેન્ટ અપલોડ કરવાના રહેશે.

  1. FORM GST SRM-1 અને
  2. FORM GST SRM-2

તારીખ 16/05/2024 ના રોજ FORM GST SRM-1 GST પોર્ટલ પર લાઇવ થય ગયું છે. FORM GST SRM-1 ની માહિતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.

FORM GST SRM-1 ની માહિતી

  • નોટીફીકેશન ના શીડ્યુલ માં દર્શાવેલ માલનું ઉત્પાદન કરતા કરદાતા એ માલના પેકિંગ માટે જે મશીનનો ઉપયોગ કરે છે તે પેકિંગ મશીન વિશેની વિગતવાર માહિતી FORM GST SRM-1 માં ભરવાની હોય છે.
  • FORM GST SRM-1 માં પેકિંગ મશીનની નીચે મુજબની માહિતી અપલોડ કરવાની રહેશે.
  • પેકિંગ મશીનનો મોડેલ નંબર
  • પેકિંગ મશીનના ઉત્પાદકનું નામ
  • મશીન નંબર
  • પેકિંગ મશીનની ખરીદીની તારીખ
  • જે જગ્યા એ પેકિંગ મશીન ઇન્સ્ટોલ કર્યું હોય તે જગ્યા નું સરનામું
  • પેકિંગ મશીન દ્વારા કેટલા વજનનું પેકિંગ થય શકે. ગ્રામમાં
  • પેકિંગ મશીનની કેપેશીટી
  • ELECTRONIC CONSUPTION ની માહિતી
  • મશીન ચાલુ છે કે બંધ

કરદાતા નોટીફીકેશન ના શિડયુલ માં દર્શાવેલ માલના ઉત્પાદન કરવા માટે નવો નંબર લે છે તો  જ્યારથી GST નંબર અપૃવ થાય છે ત્યારથી 15 દિવસમાં આ FORM GST SRM-1 અપલોડ કરવાનું રહેશે.

  • જે કરદાતા હાલમાં GST માં રજીસ્ટર છે તે કરદાતા કે જે નોટીફીકેશનના શીડ્યુલ માં દર્શાવેલ માલનું ઉત્પાદન કરતા હોય તે કરદાતા એ FORM GST SRM-1 15/06/2024 સુધીમાં GST પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે.
  • પહેલી વાર FORM GST SRM-1 માં માહિતી અપલોડ કર્યા પછી ભવિષ્યમાં જયારે વધારાનું પેકિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યારે મશીન ઇન્સ્ટોલ કાર્યના 24 કલાકમાં FORM GST SRM-1 ના ટેબલ 6 ના પાર્ટ-B માં તેની માહિતી આપવાની રહેશે.
  • જે માહિતી આપડા FORM GST SRM-1 માં ડીકલેર કરી છે તેમાં ફેરફાર થાય તો તે ફેરફાર ને 24 કલાકમાં તેની માહિતી FORM GST SRM-1 ના ટેબલ 6A માં અપલોડ કરવાની રહેશે.
  • FORM GST SRM-1 ભર્યા પછી દરેક પેકિંગ મશીન માટે એક યુનિક રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે. તે કરદાતા એ GST પોર્ટલ પર રજીસ્ટર કરવાનો રહેશે.
  • GST માં રજીસ્ટર વ્યક્તિએ પોતાના યુનિટની મેન્યુફેક્ચરિંગ કેપેસીટી અથવા મશીનની કેપેસીટી કોઈ પણ સરકારી વિભાગમાં અથવા કોઈ એજન્સી અથવા કોઈ પણ ઓર્ગેનાઈઝેસન માં સબમિટ કરી હોય અથવા ડીકલેર કરેલી હોય તેની માહિતી FORM GST SRM-1 ના ટેબલ-7 માં માહિતી સબમિટ અથવા ડીકલેર કર્યાના 15 દિવસમાં અપલોડ કરવાની રહેશે.
  • 15/05/2024 પહેલા યુનિટની મેન્યુફેક્ચરિંગ કેપેસીટી અથવા મશીનની કેપેસીટી કોઈ પણ સરકારી વિભાગ કોઈ પણ એજન્સી અથવા કોઈપણ ઓર્ગેનાઈઝેસન માં સબમિટ કરી હોય કે ડીકલેર કરી હોય તો તેની માહિતી FORM GST SRM-1 ના ટેબલ 7 માં 15/06/2024 સુધીમાં અપડેટ કરવાની રહેશે.
  • કોઈ પણ પેકિંગ મશીનનો નિકાલ કરવામાં આવે ત્યારે તેની માહિતી FORM GST SRM-1 ના ટેબલ-8 માં મશીનનો નિકાલ કર્યા ના 24 કલાકમાં અપલોડ કરવાની રહેશે.

FORM GST SRM-2 ની માહિતી

  • FORM GST SRM-2 એ એક સ્પેશિયલ મંથલી સ્ટેટમેન્ટ છે. જે મહિનો પૂરો થાય ત્યાર પછીના મહિનાના પહેલા 10 દિવસ સુધીમાં ફાઈલ કરવાનું રહેશે.
  • FORM GST SRM-2 ની અંદર કેટલા ઈનપુટ નો ઉપયોગ થયો છે અને કેટલુ ઉત્પાદન થયું છે તેની માહિતી આપવાની રહેશે.

FORM GST SRM-3

  • FORM GST SRM-3 એ પેકિંગ મશીન માટેનું ચાર્ટર એન્જીનયર પાસેથી લેવાના સર્ટીફીકેટનું ફોરમેટ છે.
  • આપણે અત્યાર સુધી આર્ટીકલમાં જોયું કે નોટીફીકેશન ના શીડ્યુલ માં દર્શાવેલ માલના ઉત્પાદનમાં FORM GST SRM-1,2,3 લાગુ પડે. નોટીફીકેશન નંબર 4/CENTRAL TAX નું શીડ્યુલ નીચે મુજબ છે એટલે કે નીચે મુજબ ની પ્રોડક્ટનું ઉત્પાદન કરતા કરદાતાએ FORM GST SRM-1,2,3 લાગુ પડશે.
S. NO.

 

Chapter

/Heading /Sub-heading

/Tariff item.

Description of Goods.
(1) (2) (3)
1. 2106 90 20 Pan-masala
2. 2401 Unmanufactured tobacco (without lime tube)–

bearing a brand name

3. 2401 Unmanufactured tobacco (with lime tube)–bearing a

brand name

4. 2401 30 00 Tobacco refuse, bearing a brand name
5. 2403 11 10 ‘Hookah’ or ‘gudaku’ tobacco bearing a brand name
6.  2403 11 10 tobacco used for smoking ‘hookah’ or known as ‘hookah’

tobacco or ‘gudaku’ not bearing a brand name

7. 2403 11 90 Other water pipe smoking tobacco not bearing a brand name.
8. 2403 19 10 Smoking mixtures for pipes and cigarettes
9. 2403 19 90 Other smoking tobacco bearing a brand name
10. 2403 19 90 Other smoking tobacco not bearing a brand name
11. 2403 91 00 “Homogenised” or “reconstituted” tobacco, bearing a brand name
12. 2403 99 10 Chewing tobacco (without lime tube)
13. 2403 99 10 Chewing tobacco (with lime tube)
14. 2403 99 10 Filter khaini
15. 2403 99 20 Preparations containing chewing tobacco
16. 2403 99 30 Jarda scented tobacco
17. 2403 99 40 Snuff
18. 2403 99 50 Preparations containing snuff
19. 2403 99 60 Tobacco extracts and essence bearing a brand name
20. 2403 99 60 Tobacco extracts and essence not bearing a brand

Name

21. 2403 99 70 Cut tobacco
22. 2403 99 90 Pan masala containing tobacco‘Gutkha’
23. 2403 99 90 All goods, other than pan masala containing tobacco

‘gutkha’, bearing a brand name

24. 2403 99 90 All goods, other than pan masala containing tobacco

‘gutkha’, not bearing a brand name

  • ઉપર મુજબ ના શીડ્યુલ માં દર્શાવેલ માલ નું ઉત્પાદન કરતા કરદાતા એ FORM GST SRM-1 અને FORM GST SRM-2 સમયસર GST પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.

(લેખક થાનગઢ ખાતે ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ની પ્રેક્ટિસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે) 

4 thoughts on “FORM GST SRM-1 અને  FORM GST SRM-2 ની સરળ ભાષામાં સમજુતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!