GST હેઠળ લેટ ફી તો ભરવી જ પડશે !!! હવે પાંચ દિવસ પછી ભરીશું બીજું શું…..!!
Reading Time: 2 minutes
પ્રતિક મિશ્રાણી ટેક્ષ એડવોકેટ – જુનાગઢ
જી.એસ.ટી. કાયદા હેઠળ અસંમજસ જેવી સ્થિતિ કરદાતા અનુભવી રહ્યા છે. જો કે આ બાબત નવી નથી. હવે એક નવી દ્વિધા કરદાતાઓ અનુભવી રહ્યા છે. તા. ૨૪-૦૬-૨૦૨૦ ની મધ્ય રાત્રે એક સાથે ૯ નોટીફીકેસન આપી નાના વેપારી જેનું ટર્નોવર રૂ| ૫ કરોડ થી ઓછુ હોઈ, એમના માટે મોટી દુવિધા ઉભી થઇ છે. ફેબૃઆરી ૨૦૨૦ ના રીટર્નમાં ૫ દિવસ પછી એટલે કે તા.૦૧-૦૭-૨૦૨૦ ના રોજ અંદાજે રૂ|. ૫૦૦૦/- ની લેટ ફી ભરવાની થશે. ચાલો જોઈએ આવું કેવી રીતે થશે???
સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ નોટીફીકેસન નં:52/2020 તા 24-07-2020 મુજબ ફેબ્રુઆરી ૨૦૨૦ નું રીટર્ન તા ૩૦-૦૬-૨૦૨૦ સુધીમાં ભરવું ફરજીયાત છે, અન્યથા લેટ-ફી રેગ્યુલર due-date થી એટલે કે ૨૦-૦૩-૨૦૨૦ ના રોજ થી ગણાશે , જે રકમ અંદાજે અંદાજે રૂ|. ૫૦૦૦/- થશે.
તો હવે એવું કરીએ કે ૩૦-૦૬-૨૦૨૦ પહેલા જ આપડે ફેબ્રુઆરી-૨૦૨૦ નું રીટર્ન ભરી દઈએ જેથી લેટ-ફી આવે જ નહિ..!!! બરાબર ને????
હવે જોઈએ ૨૪-૦૬-૨૦૨૦ ની રાત્રી ના જે નોટીફીકેસનો જાહેર થયા એમાં એક સુધારો એવો પણ છે કે જુલાઈ ૨૦૧૭ થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી સરકારશ્રી એ લેટ-ફી માં જે ઘટાડો આપ્યો છે, જો એનો લાભ લેવા માંગતા હોય તો એવા રીટર્ન આપે ૦૧-૦૭-૨૦૨૦ થી ૩૦-૦૯-૨૦૨૦ વચ્ચે ભરવાના રહેશે..!!! એટલે કે ૦૧-૦૭-૨૦૨૦ પહેલા ભરી શકાશે નહિ. (બોલો તા..રા..રા..રા)
ડીજીટલ ઈન્ડિયા નું સપનું જોતી આ સરકાર નોટીફીકેસન ના બીજા દિવસે પોર્ટલ પર સુધારો કરી સકતી નથી જેથી સામાન્ય વેપારી દંડાઈ છે. મધ્ય રાત્રી ના કાયદો અમલ માં આવે, મધ્ય રાત્રી ના સુધારાઓ આવે, અને બિચારા વેપારી ને ધોળા દિવસે તારા દેખાય.
પ્રતિક મિશ્રાણી ટેક્ષ એડવોકેટ – જુનાગઢ
પ્રેસ રીપોર્ટેર
ટેક્ષ ટુડે
Well said.. Excellent drafting @ Pratikbhai Mishrani
We All are White Color Labor in GST Era, GSTN is the Cave of Mistry, We have to higher other mind to kept in mind Various due dates