જી.એસ.ટી. પોલિસી વિંગ દ્વારા 2018-19 ના વાર્ષિક રિટર્ન બાબતે બહાર પાડવામાં આવ્યો ખુલાસો. જે જાણવો છે તમારા માટે જરૂરી….

Spread the love
Reading Time: < 1 minute

તા. 07.10.2020:

જી.એસ.ટી.આર. 9 ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2020 છે. આ તારીખ ખૂબ નજીક છે ત્યારે જી.એસ.ટી. પોલિસી વિંગ દ્વારા

29 સપ્ટેમ્બર 2020 ના રોજ પ્રેસ રીલીઝ થકી એક મહત્વનો ખુલાસો બહાર પાડવામાં આવ્યો છે. આ ખુલાસા મુજબ નાણાકીય વર્ષ

2017-18 ના વ્યવહારો જેવાકે 2017-18 માંના એડજસ્ટમેન્ટ, ઓછો કે વધુ ભરેલ ટેક્સ, લેવામાં આવેલ કે રિવર્સ કરવામાં આવેલ ઈન્પુટ

ટેક્સ ક્રેડિટ ને નાણાકીય વર્ષ 2018-19 ના GSTR 3B માં ટેબલ 4, 5, 6, 7 માં દર્શાવવા ના રહેશે નહીં નેવું જાહેર કરવામાં આવ્યું છે.

આ વિગતો 2017-18 ના વાર્ષિક રિટર્નમાં ટેબલ 10,11,12,13 માં કરદાતાઓએ દર્શાવી આપી છે. આ અંગે પ્રવર્તતી દ્વિધા જી.એસ.ટી.

પોલિસી વિંગના ધ્યાને આવી હતી અને આ કારણે આ ખુલાસો બહાર પાડવામાં આવ્યો છે. આ ખુલાસામાં આધિકારિક રીતે એમ પણ

જણાવવામાં આવ્યું છે કે કદાચ કોઈ કરદાતાઓએ આ વિગતો 2018-19 ના વાર્ષિકમાં લીધેલી હશે તો પણ આ બાબતને બહુ ગંભીર રીતે

ખાતા દ્વારા લેવામાં આવશે નહીં.

જી.એસ.ટી. વાર્ષિક રિટર્નને તજજ્ઞો અતાર્કિક ફોર્મ ગણી રહ્યા છે. પણ આ ફોર્મ અતાર્કિક હોવાનું મુખ્ય કારણ જી.એસ.ટી.આર. 3B રિવાઈઝ

કરવાની સગવડ કરદાતાઓને ના આપવાનું કારણભૂત છે. કરદાતાને જો પોતાનું 3B રિવાઈઝ કરવાની તક આપવામાં આવે તો આ પ્રકારે એક

વર્ષની આઉટપુટ જવાબદારી કે ક્રેડિટ બીજા વર્ષમાં લઈ જવાનો પ્રશ્નજ ના ઉદભવે તેવું જાણકારો માની રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

 

 

1 thought on “જી.એસ.ટી. પોલિસી વિંગ દ્વારા 2018-19 ના વાર્ષિક રિટર્ન બાબતે બહાર પાડવામાં આવ્યો ખુલાસો. જે જાણવો છે તમારા માટે જરૂરી….

Comments are closed.

error: Content is protected !!