જી.એસ.ટી. કલેક્શનમાં નોંધતો રેકોર્ડ!! લગભગ 1.20 લાખ કરોડને આંબી જતું જાન્યુઆરી 2021 નું જી.એસ.ટી. કલેક્શન

Spread the love
Reading Time: < 1 minute

જુલાઇ 2017 થી જી.એસ.ટી. લાગુ થયાથી અત્યાર સુધીનું  સૌથી વધુ કલેક્શન જાન્યુઆરી 2021 માં!!

તા. 31.01.2021: જાન્યુઆરી 2021 નું જી.એસ.ટી. કલેક્શન લગભગ 1.20 લાખ કરોડના રેકોર્ડ સ્તરને આંબી જવા પામ્યું છે. ઉલ્લેખનિય છે કે જી.એસ.ટી.ની અમલવારી જુલાઇ 2017 થી થયેલ હોય, ત્યારથી મંડીને આજ સુધીનું આ સૌથી મોટું કલેક્શન છે. સામાન્ય રીતે દરેક મહિનાની પહેલી તારીખે અગાઉના મહિનાનું કલેક્શન બહાર પાડવામાં આવતું હોય છે પરંતુ આ વખતે મહિનાના છેલ્લા દિવસે આ કલેક્શનની વિગતો સાર્વજનિક કરવામાં આવેલ છે. જાન્યુઆરી 2021 નું કલેક્શન એ 31 જાન્યુઆરી સાંજે 6 વાગ્યા સુધીનું છે. ટેક્સ વાર આ કલેક્શન નીચે મુજબ રહેવા પામ્યું છે.

CGST:  21923 કરોડ

SGST:  29014 કરોડ

IGST:  60288 કરોડ

CESS:    8622 કરોડ

કુલ:      119847 કરોડ

કોરોનાના કારણે સરકારી તિજોરી પણ ખૂબ મોટો માર સહન કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી વધી રહેલું જી.એસ.ટી. નું કલેક્શન સરકારી તિજોરીને થોડી રાહત આપશે તે વાત ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર

error: Content is protected !!