આવતી કાલે છે જી.એસ.ટી. કાઉન્સીલની મહત્વની બેઠક…. લેઇટ ફી માફ કરવાં અંગે આવી શકે છે “માફી યોજના”!!

Spread the love
Reading Time: < 1 minute

તા. 27.05.2021: જી.એસ.ટી. કાઉન્સીલની મિટિંગ 6 મહિનાથી વધુ સમય બાદ મળી રહી છે. આ મિટિંગમાં ઘણા મહત્વના મુદ્દાની ચર્ચાઓ થવાની છે. કોવિડ 19 ની દવાઓના જી.એસ.ટી.ના દર ઘટાડા અંગે ચર્ચાઓ થશે. આ ઉપરાંત જી.એસ.ટી. લેઇટ ફી માટે “એમ્નેસ્ટી સ્કીમ” (માફી યોજના) અંગે પણ આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે તેવી માહિતી વિશ્વસનીય સૂત્રો તરફથી મળી રહી છે. હમણાં એક RTI માં બહાર આવેલી માહિતી પ્રમાણે સરકારે 1030 કરોડ જેટલી માતબાર રકમ લેઈટ ફી તરીકે સેરવી લીધી છે. કોરોના મહામારીની આ વિકટ પરિસ્થિતીમાં પણ લેઇટ ફીની ઉઘરાણી અવિરત ચાલુ છે. હજુ ઘણા એવા કરદાતા છે કે જેઓના રિટર્ન ભરવાના બાકી છે અને તેઓની ઉપર ટેક્સ, વ્યાજ ઉપરાંત મોટી લેઇટ ફી ની જવાબદારી આવી શકે તેમ છે. હવે આવા કરદાતા આવતી કાલની મહત્વની જી.એસ.ટી. કાઉન્સીલની મિટિંગ ઉપર મીટ માંડીને બેઠા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જુલાઇ 2017 થી અત્યાર સુધીના તમામ રિટર્ન માટે આ લાભ આપવામાં આવી શકે છે. આ બાબતે વાત કરતાં ઉનાના જાણીતા CA ચિંતન પોપટ, જણાવે છે કે “કોરોના ના કારણે આ મિટિંગમાં કરદાતાઓ ને લેઇટ ફી બાબતે રાહત આપવામાં આવે તે જરૂરી છે. પરંતુ કોરોના કાળમાં જે કરદાતાઓએ આ લેઇટ ફી ભરી છે તેઓને પણ આ લેઇટ ફી રિફંડ કરવી જરૂરી છે. આ ઉપરાંત તેઓ જણાવે છે કે હજુ કોરોનાની પરિસ્થિતી સંપૂર્ણ કાબૂમાં નથી. રિટર્ન ભરવા અંગેની મુદતોમાં હજુ વધારો કરવામાં આવે તે પણ સમયની માંગ છે.”  કોરોનાના કારણે ધંધા ઉદ્યોગ ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એવા સમયે આ પ્રકારની માફી યોજના જાહેર થાય તેવી આશા વેપાર જગત સેવી રહ્યો છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108