સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 09th November 2020
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
09th November 2020
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી
1. ઓફિસ સ્ટાફ મેમ્બર માટે એર કન્ડિશનર, મોબાઈલ અને કમ્પ્યુટર પ્રિન્ટર જેવી આઈટમની ખરીદી કરવામાં ભરેલ જી.એસ.ટી. ની ક્રેડિટ મળી શકે કે નહીં? હિત લીંબાન
જવાબ:- હા, જો ઓફિસના ઉપયોગ માટે આ ખરીદીઓ કરવામાં આવેલ હોય તો તેને “in furtherance of business” ગણાય અને આ ખરીદીની ક્રેડિટ મળે.
- મારા અસીલ બેન્ટોનાઈટ મિનરલ્સ મેન્યુફેક્ચરીંગ અને ટ્રેડિંગનો બિઝનેસ છે જેઓ પોતાનો માલ એક્સપોર્ટ પણ કરે છે મારો પ્રશ્ન છે કે એક્સપોર્ટમાં Without payment of Tax કરીએ તો જીએસટીમાં રિફંડ મળી શકે ? રિફંડ મેળવવાની પ્રક્રિયા કેવી રીતે હોય છે? અને એક્સપોર્ટ કરવામાં જીએસટી રિફંડ સિવાય બીજા કયા કયા બેનિફિટ્ મળી શકે એ પણ જણાવશો? પિયુષ લીંબાણી
જવાબ: હા, આ પ્રકારના એક્સપોર્ટમાં Without Payment Of Tax રિફંડનો વિકલ્પ મળે. કેવી રીતે મળે અને ક્યાં અન્ય બેનિફિટ મળી શકે તે સંપૂર્ણ પ્લાનિંગનો પ્રશ્ન હોય જરૂર પડે તો વ્યાવસાયિક રીતે ટેક્સ ટુડે એક્સપર્ટની સલાહ લઈ શકો છો
- અમારે જી.એસ.ટી. કાયદાની કલમ 77 હેઠળ ખોટા હેડ નીચે ભરાયેલ ટેક્સનું રિફંડ માંગી રહ્યા છીએ. પરંતુ RFD-01 ભરવા સમયે ઓર્ડર નંબર તથા તારીખ પૂછે છે. જેના વગર અરજી આગળ વધતી નથી. આ ઓર્ડર નંબર તથા તારીખમાં શું લખી શકીએ તે અંગે માર્ગદર્શન આપવા વિનંતી. હર્ષિત જૈન
જવાબ: જી.એસ.ટી. કાયદા હેઠળ ખોટા ભરાયેલ રકમના રિફંડ બાબતે કોઈ ઓર્ડર હોય શકે નહીં. આ અંગે GSTN ઉપર “ગ્રીવાન્સ” કરવી જરૂરી છે. આ પ્રકારના ખોટા ભરાયેલ વેરામાં GSTR 3B માં જો શક્ય હોય તો સર્ક્યુલર 26/2017 દ્વારા રકમ સેટ ઓફ કરવાનો સમય હોય તો રિફંડ લેવા કરતાં એ વધુ સારો વિકલ્પ રહે.
ઇન્કમ ટેક્સ
- મારા અસીલનું વર્ષ 2019-2020 માં ટર્નઓવર GST સાથે રૂ. 66.06 લાખ છે . અમો એ ગ્યાં ગયા વર્ષ માં નફો 8% થી ઓછો હોય સેકસન 44AB(e) અંતર્ગત ટેક્સ ઓડિટ કરેલ હતું આ નફો 8% થી વધારે છે તો શું અમો 44ad નો લાભ લઈ શકીએ કે પછી 5 વર્ષ સતત ઓડિટ કરવું પડે ? 5 વર્ષના ઓડિટ વાળા નિયમો ની વિગતે ચર્ચા કારશો. CA કલ્પેશ પટેલ
જવાબ:- ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD ના લાભ માટે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જે વર્ષમાં ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD હેઠળ લાભ લેવામાં આવ્યો હોય ત્યારબાદ જ્યાં સુધી કરદાતા 44AD માટે એલીજીબલ હોય ત્યાં સુધી ઓડિટ કરવામાં આવ્યું હોવું જોઈએ નહીં. ગયા વર્ષે (2018-19 માં) ઓડિટ કરાવ્યુ હતું તેથી વધુ મહત્વનુ છે કે 2017-18 માં શું કરદાતાએ આ કલમ 44AD નો લાભ લીધો હતો? જો 2017-18 માં લાભ લેવામાં આવ્યો હોય અને 2018-19 માં એલીજીબલ હોવા છતાં જો ઓડિટ કરવવામાં આવ્યું હોય તો ત્યાર પછીના 5 વર્ષ સુધી કરદાતાને 44AD નો લાભ ના મળે. ટૂંકમાં કહીએ તો જ્યાં સુધી ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD હેઠળ એલીજીબલ એસેસી બનતા હોય અને એક વર્ષ લાભ લઈ પછીના વર્ષ આ લાભની “ચેઇન” તોડવામાં આવે તો પછીના 5 વર્ષ આ સેક્શનનો (સેક્શન 44AD) નો લાભ કરદાતાને મળી શકે નહીં.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને https://taxtoday.co.in/ask-your-question ઉપર મોકલી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
One of my client is doing job work for tobacco products can he apply circular no 126/45/2019 for 12% for register person to register
Please put the question on Ask the expert tab please?