જી.એસ.ટી. પોર્ટલ દ્વારા કરાવવામાં આવી જૂની યાદો તાજા!!! બે દિવસથી પોર્ટલની હાલત છે ખરાબ

Spread the love
Reading Time: < 1 minute

GSTR 1 ભરવાના છેલ્લા દિવસે પણ કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સ ભોગવી રહ્યા છે મુશ્કેલી!!

તા. 11.04.2024: આજ જીએસટી આર -૧ રિટર્ન ની છેલ્લી તારીખ હોય ગઈકાલ અને સવાર ૧૧ કલાક બાદ થી વેબસાઈટ પર જીએસટીઆર -૧ ભરવામાં સતત મુશ્કેલી પડી રહી છે જો આજરોજ વેબસાઈટ નહી ચાલે તો જે વેપારીઓએ વેચેલ માલ ની વિગતો મોડી અપલોડ થવાને કારણે ટેક્ષ ક્રેડિટ મજરે મળશે નહી અને માર્ચ માસના રિટર્ન માં વેપારીઆલમ પર વેરાનું ભારણ આવશે આમ ટેક્ષ વ્યવસાયિઓ અને વેપારીઆલમ દ્વિધા માં મુકાયેલ છે..વધુમાંગઈકાલે ગુજરાત સેલ્સ ટેક્ષ બાર એસોસિએશન અને ગુજરાતના અન્ય એસોસિએશન ઘ્વારા જીએસટીઆર -૧ રિટર્ન ભરવાની તારીખ વધારવા માંગ કરી.. અમિત સોની – ટેક્ષ ટુડે, નડિયાદ

error: Content is protected !!