જી.એસ.ટી. પોર્ટલ ઉપર શરૂ થઈ નવી સેવા જે બનશે ખૂબ ઉપયોગી
તા. 17.12.2020: જી.એસ.ટી. પોર્ટલ ઉપર એક નવી સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા છે જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતાઑ વચ્ચે સંદેશાની આપ-લે ની સુવિધા. આ સુવિધાની માંગ વિવિધ એસોસીએશન દ્વારા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. ટેક્સ ટુડેમાં આ પ્રકારની સેવાની માંગ કરી આ સેવાના આભાવે કરદાતાઑને પડતી મુશ્કેલી ઉજાગર કરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. Finally, આ સેવા જી.એસ.ટી. પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવી છે.
આ સેવા દ્વારા ખરીદનાર અને વેચનાર એક બીજાને પોર્ટલના મધ્યમથી સંદેશા મોકલી શકેશે. કોઈ બિલ ચડાવવાનું રહી ગયું હોય, કોઈ બિલમાં વિગતો ખોટી આપવામાં આવેલ હોય, કોઈ ખોટા કરદાતાના નામે બિલ ચડી ગયું હોય, કોઈ વ્યવહાર ઉપર ટેક્સ ભરવાનો બાકી હોય જેવા તમામ મુદ્દાઓનું સમાધાન કરવામાં આ સેવા ઉપયોગી બનશે. જી.એસ.ટી. નો અમલ થયો ત્યારે GSTR 2 નામના રિટર્ન ભરવાની વ્યવસ્થા હતી જે જમીની સ્તરે સફળ રહી નહતી. જેના કારણે આ વ્યવસ્થા હટાવવામાં આવી હતી. હાલ જે રિટર્નની પદ્ધતિ છે તેમાં આ પ્રકારના કરદાતાઓ વચ્ચેના સંદેશાની સુવિધા ખૂબ ઉપયોગી થશે તેવું માનવમાં આવી રહ્યું છે. આ સંદેશાની મહત્વતા આકારણી દરમ્યાન અને કોર્ટ કેસોમાં પણ ઉપયોગી બની શકે છે. “દેર આયે દુરુસ્ત આયે” આ સેવા કરદાતાઓ માટે ખૂબ મહત્વની સાબિત થશે તે બાબતે કોઈ બેમત નથી. ભવ્ય પોપટ, એડિટર