સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 23th July 2022
Tax Today-The Monthly News Paper
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
- જી.એસ.ટી. માં નોંધાયેલ અમારા અસીલ તેમના ધંધામાં જે માલ મંગાવે છે તેનું ટ્રાન્સપોર્ટ ભાડું ચૂકવે છે. આ ભાડું તેઓ માલિકી ધોરણે ટ્રક ધારણ કરેલા હોય તેવા વ્યક્તિઓ ને ચૂકવે છે. આવા વ્યક્તિઓના પોતાના નામે ટ્રક ધરાવતા હોય છે પણ જી.એસ.ટી. ધરાવતા હોતા નથી. આ વ્યક્તિઓ બિલ્ટ્રી કે રિસીપ્ટ આપતા હોતા નથી. શું આવા કેસોમાં અમારા અસીલની RCM ભરવાની જવાબદારી આવે? ધર્મેશ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ
જવાબ: ના, તમારા અસીલ જે સેવા લે છે તે જી.ટી.એ. ની સેવા ગણાય નહીં. જી.ટી.એ. ના હોય તેવા કિસ્સામાં RCM ભરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે. આ માટે જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 18 જોઈ જવા વિનંતી.
- અમારા અસીલની કરિયાણાની દુકાન ધરાવે છે. તેઓનું કરમુક્ત વેચાણ અંદાજિત પાંત્રીસ લાખનું છે જ્યારે ટેકસેબલ ટર્નઓવર અંદાજિત પચ્ચીસ લાખ જેટલું છે. શું તેઓની જી.એસ.ટી. નંબર લેવાની જવાબદારી આવે? હિત લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, કચ્છ
જવાબ: હા, તમારા અસીલનું કુલ ટર્નઓવર ચાલીસ લાખથી વધુ (પાંત્રીસ લાખ કરમુક્ત + પચીસ લાખ કરપાત્ર) હોય તેવા કિસ્સામાં તેઓની જી.એસ.ટી. રજીસ્ટ્રેશનની જવાબદારી આવે.
- અમારા અસીલ શાળાના પ્રાંગણમાં જ હોસ્ટેલ ચલાવે છે. સ્કૂલએ એક ટ્રસ્ટના નામે ચાલે છે જ્યારે તેઓની હોસ્ટેલ એક ભાગીદારી પેઢી ચલાવે છે. હવે જ્યારે રૂમ ભાડા ઉપર મળતી 1000 પ્રતિ રૂમ/પ્રતિદિવસની કરમુક્તિ હટાવવામાં આવેલ હોય શું ભાગીદારી પેઢી દ્વારા ચાલતી હોસ્ટેલ ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે? ટેક્સ કન્સલ્ટન્ટ, અમદાવાદ
જવાબ: હા, 18 જુલાઇ 2022 થી રૂમ ભાડું જ્યારે 1000 સુધીનું હોય તે અંગેની કરમુક્તિ હટાવવામાં આવેલ છે. જેના કારણે તમામ પ્રકારના રૂમ ભાડા ઉપર જી.એસ.ટી. લાગુ થયો છે. જ્યારે સ્કૂલ એક ટ્રસ્ટ ચલાવતી હોય અને હોસ્ટેલ અન્ય ભાગીદારી પેઢી ચલાવતી હોય ત્યારે હોસ્ટેલ ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી લાગુ પડે તેવો અમારો મત છે. આ માટે હોસ્ટેલ દ્વારા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન લેવું જરૂરી છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
18 જુલાઈ 2017 નહીં પણ 18 જુલાઈ 2022
The clerical mistake has been corrected. Thanks for drawing attention.
Best Knowledge and Good Communication provided by Tax Today…. Thanks a lot…
Thanks for your complements