કોરોના કાળમાં વેપારીઓને આપવામાં આવી છે ખાસ રાહતો… વાંચો શું છે આ રાહતો
Reading Time: 2 minutes
માર્ચ, એપ્રિલ અને મે 2021 ના સમયગાળા માટે આપવામાં આવી છે આ રાહત
તા. 29.05.2021: જી.એસ.ટી. કાઉન્સીલની 43 મી મિટિંગમાં કોરોના કાળમાં વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. માર્ચ, એપ્રિલ અને મે ના સમયગાળા માટે રાહતો જાહેર કરવામાં આવી છે. આ રાહતો નીચે મુજબ છે.
માર્ચ, એપ્રિલ અને મે મહિના માટે અગાઉના વર્ષમાં 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે:
- ટેક્સ ભરવાના ડ્યુ ડેઇટના 15 દિવસ સુધી કોઈ વ્યાજ લાગશે નહીં.
- ત્યારબાદ 45 દિવસ સુધી 9% ના ઘટાડેલા દરે વ્યાજ ભરવા પાત્ર બનશે.
- માર્ચ મહિનાના 3B તથા જાન્યુઆરી થી માર્ચ ત્રિમાસિક 3B માટે ડ્યુ ડેટથી 60 દિવસ માટે લેઇટ ફી માફ કરવામાં આવશે.
- એપ્રિલ મહિનાના 3B માટે ડ્યુ ડેઇટથી 45 દિવસ સુધી લેઇટ ફી માફ કરવામાં આવશે.
- કંપોઝીશન કરદાતાઑ માટેના જાન્યુઆરીથી માર્ચ સુધીના ક્વાટરના CMP-08 ફોર્મ માટે પ્રથમ 15 દિવસ કોઈ વ્યાજ લાગશે નહીં અને ત્યારબાદ 45 દિવસ સુધી 9% ના ઘટાડેલા દરે વ્યાજ લાગુ પડશે.
- મે મહિનાના 3B રિટર્ન ભરવામાં પ્રથમ 15 દિવસ સુધી કોઈ વ્યાજ લાગશે નહીં. ત્યાર બાદ 15 દિવસ સુધી 9% ઘટાડેલા દરે વ્યાજ લાગશે.
- મે મહિનાના PMT 06 ભરવામાં પ્રથમ 15 દિવસ સુધી કોઈ વ્યાજ લાગશે નહીં. ત્યાર બાદ 15 દિવસ સુધી 9% ઘટાડેલા દરે વ્યાજ લાગશે.
- મે મહિનાનું GSTR 3B મોડુ ભરવાં માટે ડ્યુ ડેઇટના 30 દિવસ સુધી લેઇટ ફી માફ કરવામાં આવશે.
મે મહિના માટે અગાઉના વર્ષમાં 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે:
- ડ્યુ ડેઇટના 15 દિવસ સુધી મે મહિના માટે ટેક્સ ભરવાં માટે લાગતા વ્યાજનો દર 9% રહેશે.
- 3B રિટર્ન મોડુ ભરવામાં આવે તો ડ્યુ ડેઇટથી 15 દિવસ સુધી લેઇટ ફી માફ કરવામાં આવશે.
કોરોનાના કારણે આપવામાં આવેલ સમયમર્યાદાની અન્ય રાહતો:
- મે મહિનાના GSTR 1 / IFF ભરવામાં 15 દિવસનો વધુ સમય આપવામાં આવશે.
- કંપોઝીશન કરદાતાઑ માટેના વાર્ષિક રિટર્ન GSTR 4 ભરવાંની મુદત 31 જુલાઇ 2021 સુધી વધારવામાં આવશે.
- માર્ચ ક્વાટર માટેના ITC 04 ફોર્મની મુદત 30.06.2021 કરવામાં આવશે.
- એપ્રિલ, મે, જૂન માટે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માટેની ગણતરી ત્રિમાસિક ધોરણે એપ્રિલ થી જૂન માટે જૂન મહિનાના રિટર્નમાં કરવાની છૂટ આપવામાં આવશે.
- કંપની માટે ડિજિટલ સહીના બદલે EVC થી રિટર્ન ફાઇલ કરવાની છૂટ 31.08.2021 સુધી વધારવામાં આવશે.
- જી.એસ.ટી. હેઠળ 15 એપ્રિલ 2021 થી 29 જૂન 2021 સુધી કરવાના થતાં વિવિધ કાર્યો ની મુદત 30 જૂન 2021 કરી આપવામાં આવી છે.
- સુપ્રીમ કોર્ટ દ્વારા સુઓ મોટો કેસમાં વધારવામાં આવેલ મુદત પણ માન્ય ગણાશે તેવો ખાસ ઉલ્લેખ પ્રેસ રીલીઝમાં કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત રાહતો અંગેના જાહેરનામા ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.