હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પણ કરશે જી.એસ.ટી. બોગસ બિલિંગ કૌભાંડ અંગે ની તપાસ!!
બોગસ બિલ માં નાણાંની લેવડદેવડ કઈ રીતે થઈ મૂળ સુધી પહોંચસે ઇન્કમ ટેક્સ
તા. 11.08.2021: ગુજરાત રાજ્યમાં છેલ્લા ચાર વર્ષ દરમ્યાન અંદાજીત ૪૦,૦૦૦ કરોડના બોગસ બિલિંગના કૌભાંડોનો જીએસટી વિભાગ પર્દાફાસ કર્યો છે. હવે આ કરચોરોની કુંડળી ઈન્કમટેક્ષ વિભાગ ખોલશે તેવા સમાચારો માલી રહ્યા છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કૌભાંડના મૂળિયા સુધી પહોંચવા આવકવેરા વિભાગે અનેક લોકોને નોટિસ પાઠવી છે અને તેમની પાસેથી વિગતો મેળવી અને નિવેદન મેળવવામાં આવશે.
કરચોરી ના આ દુષણને ડામવા માટે ઈન્કમ ટેક્ષ અને જીએસટી બંને વિભાગે હાથ મિલાવ્યા છે જેના લીધે હવે બંને ડિપાર્ટમેન્ટ જે તે પાર્ટીના ટર્નઓવરથી અનેક સંબંધિત માહિતીઓ જોઈ શકશે.
જીએસટીની ઈન્ટેલિજન્સએ રાજકોટ ,ભાવનગર, અમદાવાદ, સુરત અને વડોદરા સહિત રાજ્યભરમાં બોગસ બિલિંગ કૌભાંડ આચરનાર 100 થી વધુ લોકોની યાદી ઇન્કમટેક્સ વિભાગને આપી છે જેમાં જીએસટીનો કાયદો આવ્યા બાદ કૌભાંડ કરનારાઓની વિગતો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવી છે. આ યાદીમાં અમુક એવા કેસ પણ છે કે જેમાં અધિકારીઓએ કૌભાંડીઓની ધરપકડ પણ કરી છે.
આવકના સ્ત્રોત જાણવા માટેની સત્તા જીએસટી વિભાગ પાસે હોતી નથી, આથી બોગસ બિલિંગમાં નાણાંની લેવડદેવડ સહિતના વ્યવહારો જે તે પાર્ટી એ કઈ રીતે કર્યા તે અંગે આવકવેરા વિભાગ કૌભાંડીયા ઓની ની તપાસ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે નવી જોગવાઈ મુજબ પાનકાર્ડ ઉપરથી ઇન્કમટેક્સ અને જીએસટી બંને ડિપાર્ટમેન્ટ કરદાતાઓના ટર્નઓવર સહિતના વ્યવહારો જોઈ શકે છે.
કારચોરો ઉપર આ રીતે જીએસટી અને ઇન્કમ ટેક્સ એમ બન્નેની ઘોસ વધતા કારચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાના સમાચાર માલી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે