સાંસદો તથા ધારાસભ્યો ઉપરના કેસોની સુનાવણી સાથે જોડાયેલા જજોને “ટ્રાન્સફર” કરવા ઉપર રોક લાગવતી સુપ્રીમ કોર્ટ

Spread the love
Reading Time: < 1 minute

MP તથા MLA ના કેસો ચલાવતા જજો ઉપર રાજનૈતિક દબાણ અટકાવવા ઉપયોગી બની શકે છે આ અંતરીમ આદેશ

તા. 10.08.2021: સુપ્રીમ કોર્ટ દ્વારા આજે એક મહત્વના આદેશ કરતાં સાંસદો તથા ધારાસભ્યો ઉપર ચાલી રહેલા કેસોમાં જજોની તબદીલી કરવા ઉપર વધુ આદેશ ના કરવામાં આવે ત્યાં સુધી રોક ફરમાવવામાં આવી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટ દ્વારા એ પણ આદેશ કરવામાં આવ્યો છે કે જે તે હાઇકોર્ટની પરવાનગી લીધા સિવાય કોઈ પણ સાંસદ કે ધારાસભ્યો સામેના કેસો બંધ કરી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રમન્ના સહિત અન્ય બે જજોની બેન્ચ દ્વારા આ અંતરીમ આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોની હાઇકોર્ટના રજીસ્ટ્રારને આ પ્રકારના સાંસદો તથા ધારાસભ્યો ઉપર ચાલી રહેલા કેસો અંગેની વિગતો પણ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. જો કે સુપ્રીમ કોર્ટે આ આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ જજ રિટાયર થાય કે મૃત્યુ પામે તો આ રોક તેવા સંજોગોમાં લાગુ પડશે નહીં. આ ઉપરાંત તમામ હાઇકોર્ટના રજીસ્ટ્રારને કોઈ ઈમરજન્સી જરૂર પડી હોય તો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે. આ પિટિશનમાં અરજકર્તા અશ્વિનકુમાર ઉપાધ્યાય દ્વારા ક્રિમિનલ કેસ થયો હોય તેવા વ્યક્તિને ચૂટણી લડવા પ્રતિબંધિત કરવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત અરજીમાં સાંસદ તથા ધારાસભ્યો માટે લઘુતમ શૈક્ષણિક લાઇકાત તથા મહત્તમ વયમર્યાદા અંગે પણ દાદ માંગવામાં આવી છે. આ કેસની હવે પછીની સુનાવણી 25 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. ચૂટણી વ્યવસ્થામાં પરીવર્તન લાવવા અનેક પ્રયાસો પૈકી આ કેસ મહત્વનો સાબિત થશે તેવું માનવમાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે. 

error: Content is protected !!