GSTR-3B ના TABLE 4(A) માં થયેલ ફેરફાર ની સરળ સમજુતી
By Prashant Makwana
તારીખ : 19/02/2023
પ્રસ્તાવના
હાલમાં આપડે GSTR-3B માં TABLE 4(A) મા નેગેટીવ વેલ્યુ લખી શકતા નથી. પરંતુ હાલમાં જ તારીખ 17/02/2023 ના રોજ GST PORTAL આ બાબતે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે, તેની સરળ ભાશામાં સમજુતી આર્ટીકલ માં આપવામાં આવી છે.
GSTR-3B ના TABLE 4(A) માં થયેલ ફેરફાર
5 જુલાઈ-2022 ના રોજ નોટીફીકેસન 14/2022 માં GSTR-3B ના TABLE 4(A) માં ITC AVAILED, ITC REVERSE અને INELIGIBLE ITC ની સાચી માહિતી GSTR-3B માં ભરી શકે તે માટે હતું. આ નોટીફીકેશન મુજબ TABLE-4(A) ની અંદર NET ITC એટલે કે ટોટલ ખરીદી ની ITC અને તેમાંથી ખરીદી પરત કરેલ હોય (CN) તેની ITC બાદ કરીને જે ITC આવે તે TABLE-4(A) માં લખવાની અને કોઈ પણ પ્રકારનું ITC REVERSAL હોય તે TABLE-4(B) માં દર્શાવવાનું હોય છે.
હાલ માં GSTR-3B મા જે ઓટો પોપ્યુલેટેડ ફિગર આવે છે તેમાં ખરીદી પરત (CN) ના ફિગર TABLE 4B(2) માં આવે છે. પરંતુ 17/02/2023 ના રોજ જે એડવાઈઝરી આવી તે મુજબ જાન્યુઆરી-2023 ના ટેક્ષ પીરીયડ થી NET ITC TABLE-4(A) માં ઓટો પોપ્યુલેટેડ થશે. TABLE-4(A) માં જો નેગેટીવ વેલ્યુ હશે તો પણ તે લખી શકાશે. નેગેટીવ વેલ્યુ એટલે કે ખરીદી ની ITC કરતા ખરીદ પરત ની ITC વધારે હોય.
ઉદાહરણ
ITC | CGST | SGST |
ખરીદી ની ITC | 50 | 50 |
ખરીદ પરત ની ITC | 70 | 70 |
NET ITC | -20 | -20 |
જાન્યુઆરી 2023 ના ટેક્ષ પીરીયડ થી TABLE 4(A) ના ALL OTHER ITC ના કોલમ માં આપડે જો CGST -20 અને SGST -20 લખવા હશે તો લખી શકીશું.
જાન્યુઆરી 2023 ના ટેક્ષ પીરીયડ થી NET ITC TABLE-4(A) મા દર્શાવાની રહેશે.