GST કાઉન્સિલ ના ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ ની 2 મહત્વ ની મિટિંગ આજે
તા: 06.01.2019, ઉના: GST કાઉન્સિલ દ્વારા નીમવામાં આવેલી 2 GOM (ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ) ની મિટિંગ આજે મળવાની છે. એક GOM, GST હેઠળ ની નોંધણી માટે ની મર્યાદા અંગે નિર્ણય કરશે. આ ગ્રુપ ના વડા તરીકે રાજ્ય કક્ષા ના નાણા મંત્રી શિવ પ્રકાશ શુક્લા છે. આ ઉપરાંત આ GOM ના અન્ય સભ્યોમાં બિહાર ના નાયબ મુખ્યમંત્રી શુશીલકુમાર મોદી, દિલ્હી ના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા, કેરેલા ના નાણાં મંત્રી થોમસ ઈસાક અને પંજાબ ના નાણાં મંત્રી મનપ્રીત સિંહ બાદલ છે. આ કમિટી દ્વારા આજે ખાસ GST હેઠળ નોંધણી ની મર્યાદા 20 લાખ થી વધારવા અંગે ચર્ચા થવાની છે. પ્રધાનમંત્રી દ્વારા એક ઇન્ટરવ્યુ માં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર GST હેઠળ ની નોંધણી મર્યાદા ને વધારી 75 લાખ કરવા માંગે છે. છેલ્લી મિટિંગ માં આ અંગે ચર્ચા થઈ હતી પણ કોઈ સહમતી ના સધાતા કોઈ નિર્ણય લઈ શકાયો નહતો. આજની મિટિંગ નો નિર્ણય આજે જાહેર થવાની શક્યતા ઓછી છે. GOM આ નિર્ણયની આગામી સપ્તાહ તા. 10 જાન્યુવારીએ મળનારી GST કાઉન્સિલ ની મિટિંગ માં ચર્ચા કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ GOM માં 75 લાખ ના સ્થાને કોઈ અન્ય મર્યાદા જે 20 લાખ થી ઉપર પણ 75 લાખ જેટલી મોટી નહીં તેવી નક્કી કરવામાં આવી શકે છે. આ GOM માં MSME ને પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
શુશીલ કુમાર મોદીની આગેવાની માં અન્ય GOM “કલામેટી સેસ” અંગે પણ આજે ચર્ચા કરશે તેવા એહવાલો છે. બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે