જીએસટીઆર-૧ માં સુધારા કરવાની નિયત સમય મર્યાદા વીતી હોવા છતાં સુધારો કરી શકાશે.
તા. 03.03.2022: જી.એસ.ટી કાયદા હેઠળ વેચનાર વેપારીએ પોતાના B2B વેચાણ બાબતે GSTR 1 ફોર્મ ભરવાનું થાય છે. કલમ ૩૭ (૩) અન્વયે નિયત સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં જીએસટીઆર-૧ સુધારો કરવા માટે મુંબઈ હાઇકોર્ટ ના તા. ૧૧-૦૨-૨૦૨૨ માર્બલ આનંદ ટર્નલ પ્રા. લી ના કેસમાં વેપારીએ જીએસટી આર -૧ રિટર્ન ભરેલ પરંતુ એકાઉન્ટ સૉફ્ટવેર ના ભૂલને કારણે માં અસલ ખરીદનાર વેપારી ની જગ્યા એ બીજા ખરીદનાર વેપારીનો ડેટા અપલોડ થઈ ગયેલ જેના કારણે અસલ ખરીદનાર વેપારી ને વેરાશાખ ન મળવાને કારણે, ખરીદનાર વેપારી ધ્વારા વેચનાર વેપારી પર કાનૂની કેસ કરવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે વેપારીએ જીએસટી ખાતા પાસે જીએસટીઆર-૧ સુધારો કરવા લેખિત અરજી કરી જે નકારતા વેપારીએ મુંબઈ હાઇકોર્ટ માં જીએસટીઆર-૧ માં સુધારો કરવા દાદ માંગી અને કોર્ટ ને જણાવેલ કે અમારે વેચાણ ની રકમમાં કોઈ જ સુધારો કરવો નથી ફક્ત અમારે નામ માં સુધારો કરવા દેવામાં આવે જેનું કારણ એ છે કે જે અસલ ખરીદનાર વેપારી ને વેરાશાખ મળતી નથી અને જે વેચેલ નથી તે વેરાશાખ લેતો નથી માટે ત્યારે કોર્ટે તા. ૨૯-૧૨-૨૦૧૭ ના પરિપત્ર ને ટાંકીને વેપારીને જીએસટીઆર-૧ માં સુધારો કરવા અંગે વેપારીની તરફેણ માં ચુકાદો આપેલ. આ ચુકાદા આપતી વખતે અગાઉ ના મદ્ધ્રાસ હાઇકોર્ટ ના બે ચુકાદા ધ્યાને લીધેલ છે ,
૧) Pentacle Plant Machineries Pvt Ltd (2021) ના કેસમાં વેપારીએ જીએસટીઆર-૧ ભરતી વખતે એક રાજય ને બદલે અન્ય રાજય લખેલ( ટૂકમાં ખોટુ રાજય લખેલ) જેના કારણે જીએસટી ખાતાએ સુધારો કરવાની મંજૂરી ન આપતા વેપારીએ હાઇકોર્ટ માં દાદ માંગી અગાઉ જણાવેલ પરિપત્ર ને ટાંકીને વેપારી સુધારો કરવાની છૂટ આપતો ચુકાદો આપેલ.
૨) Sun Dye Chem (madras) 2021 ના કેસમાં વેપારી જીએસટીઆર-૧ માં એસજીએસટી, સીજીએસટી ટેક્સ ની રકમ આઇજીએસટી ના કોલમમાં બતાવેલ જેના કારણે ખરીદનાર વેપારી ને ક્રેડિટ ન મજરે ન મળતા વેપારીએ હાઇકોર્ટ માં ની દાદ માંગીને કોર્ટે વર્ષ ૨૦૧૭ ના પરિપત્ર ને ધ્યાને લઈ જીએસટીઆર-૧ માં સુધારો કરવાની ઓર્ડર કરેલ.
જે વેપારી ના કિસ્સામાં બિટુબી ને બદલે બિટુસીએસ થયેલ હોય, ખોટો જીએસટી નંબર લખેલ હોય અથવા અસલ વેપારી નામ ને બદલે બીજા વેપારીના નામ દર્શાવેલ હોય તો વિગેરે સંજોગોમાં જીએસટીઆર -૧ ની નિયત સમય મર્યાદા વિતી ગયેલ હોવા છતાં ઉપરોક્ત ત્રણ ચુકાદા ધ્યાને લઈ ખાતા માં લેખિત અરજી આપીને ચુકાદાનો લાભ લેવો જોઈએ.
અમિત સોની (ટેક્ષ એડવોકેટ), પ્રેસ પ્રતિનિધિ, ટેક્સ ટુડે, નડીઆદ.
ANY CIRCULAR FOR MISS MATCH OF GSTR2 AND 3B , OR 2A AND 3B , AS PER MY KNOWLEDGE SOME CIRCULAR PASS ON 27TH FEB 2022 FOR MISS MATCH BELOW 2.5 LAKH ITC AND BELOW 2.5 LAKH ITC , FOR PRODUCE IN CGST OFFICE C A CERTIFICATE FOR MISSMATCH ABOVE 2.5 LAKSH AND PRODUCE IN CGST OFFICE BELOW 2.5 LAKS ONLY LEDGER CONFIRMATION