ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા રિફરેશર કોર્સનું અમદાવાદ ખાતે આયોજન

Spread the love
Reading Time: < 1 minute

એડવોકેટ અપૂર્વ મહેતા તથા એડવોકેટ સમીર સિદ્ધપુરીયા દ્વારા જી.એસ.ટી. હેઠળના મહત્વના મુદ્દાઓ ઉપર આપવામાં આવ્યું માર્ગદર્શન 

તા. 03.03.2022: ગુજરાતના જી.એસ.ટી પ્રોફેશનલ્સના સૌથી મોટા એસોસીએશન માંના એક તેવા ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા જી.એસ.ટી. ઉપર રિફરેશર કોર્સનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ રિફ્રેશર કોર્સમાં રાજકોટના જાણીતા એડવોકેટ અપૂર્વ મહેતા દ્વારા જી.એસ.ટી. હેઠળ વિવિધ નોટિસ, આકારણી, ડિમાન્ડ, વસૂલાત અંગેની જોગવાઈ અંગે સભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેન્દ્રિય બજેટ 2022 માં કરવામાં આવેલ જી.એસ.ટી. હેઠળના પ્રસ્તાવિત ફેરફારોની માહિતી અમદાવાદના જાણીતા એડવોકેટ સમીર સિદ્ધપુરીયા દ્વારા ઉપસ્થિત સભ્યોને આપવામાં આવી હતી. આ રિફરેશર કોર્સનું આયોજન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડીંગ ખાતે કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ વિનોદ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના મહામારીના કારણે ઘણા સમય બાદ આ પ્રકારના ઓફલાઇન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારના ઓફલાઇન સેમિનાર દ્વારા જી.એસ.ટી. ની વિવિધ જોગવાઇઓને સભ્યો વધુ સારી રીતે સમજી શકશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી. સંસ્થાના રિફ્રેશર કોર્સ કમિટીના કન્વેનર એડવોકેટ ભાવિન વકીલ તથા તેમની ટિમ દ્વારા રિફ્રેશર કોર્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના માનદ્દ મંત્રી શૈલેષ મકવાણા દ્વારા સ્પીકરો, ચેમ્બર ઓફ કોમર્સ તથા સૌ ડેલિગેટનો આભાર માનવમાં આવ્યો હતો. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

error: Content is protected !!