બજેટ-૨૦૨૨માં વ્યવસાય વેરાના દરમાં ફેરફાર

Spread the love
Reading Time: < 1 minute

        પ્રતિનિધિ દ્વારા

                                                              તા.03 માર્ચ ૨૦૨૨, મહેસાણા

        ગુજરાત રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ આજનું બજેટ રજૂ કર્યું અને બજેટ રજૂ કર્યા પછી નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. ટેક્ષેશનના અભ્યાસનું એવા ટેક્ષ એડ્વોકેટ હર્ષદ ઓઝાનું વ્યવસાય વેરા બજેટ ૨૦૨૨ બાબતે કહેવું છે કે આપણાં વેપારી મિત્રો, વકીલ મિત્રો અને એકાઉન્ટન્ટ મિત્રો અને ખાસ કર્મચારીઓને સ્પર્શતા વ્યવસાય વેરાના કાયદા હેઠળ વ્યવસાય વેરાના હયાત માળખામાં રૂ. ૬,૦૦૦ થી રૂ ૮,૯૯૯ તથા રૂ. ૯,૦૦૦ થી રૂ ૧૧,૯૯૯ સુધીનો માસિક વેતન મેળવનાર ઉપરનો અનુક્રમે રૂ ૮૦ તથા રૂ ૧૫૦નો માસિક વ્યવસાયવેરો સંપુણ નાબૂદ કરી હવે રૂ ૧૨,૦૦૦ સુધીના માસિક પગાર કે વેતન મેળવનાર પગારદારો અને વેતનદારોને વ્યવસાયવેરો ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ ફેરફારથી વ્યવસાયવેરો ભરતા મધ્યમ વર્ગના આશરે ૧૫ લાખ કરદાતાઓને રૂ. ૧૯૮ કરોડની રાહત મળશે. જેના પરિણામે રાજ્યની સંચિતનિધિની આવકમાં અંદાજે રૂ ૧૦૮ કરોડનો ઘટાડો પણ થશે. આ સિવાયના વ્યવસાય વેરાના દરોમાં ફેરફારની જાહેરાત થઈ નથી તેથી વેપારી વર્ગ નારાજ થયો છે.

 

error: Content is protected !!