GSTR 9 ભરવામાં Sign with EVC/Sign with DSC નું ઓપ્શન નથી ખૂલતું? પ્રિવ્યુ ડ્રાફ્ટ કરો, ખૂલી જશે ઓપ્શન!!
ઉના, તા: 01.06.2019: જી.એસ.ટી.આર. 9, રેગ્યુલર કરદાતા માટે ના વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 જૂન છે. છેલ્લા કેટલાક સમય થી એવી ફરિયાદ મળી રહી હતી કે GSTR 9 માં EVC/ડિજિટલ સહી નું ઓપ્શન ખૂલતું નથી. આ કારણે GSTR 9 ફાઇલ થઈ શકતું નથી. આ અંગે ખુલાસો કરતાં ઉના ના ટેક્સ ટુડે ના પ્રતિનિધિ રાહુલ બાંભણીયા જણાવે છે કે, આ રિટર્ન જ્યારે EVC/ડિજિટલ સહી ના વિકલ્પ જ્યાં આવે છે ત્યાં નીચે પ્રિવ્યુ ડ્રાફ્ટ GSTR 9 નો ઓપ્શન આવે છે. આ ઓપ્શન માં ક્લિક કરતાં સાથે EVC/ડિજિટલ સહી નું ઓપ્શન એક્ટિવેટ થઈ જશે. આ અંગે ઘણા સમય થી આ મુશ્કેલીઓ પડી રહી હતી. કાલે આ ડ્રાફ્ટ જોવાથી ઓપ્શન ખૂલી જાય છે તેવું જાણવા મળ્યું. ટેક્સ ટુડે આ અંગે ખાસ આ લેખ જાહેર હિત માં પ્રસિદ્ધ કરવો જરૂરી લાગ્યો છે કારણકે આ મુશ્કેલી મોટા પ્રમાણ માં કરદાતાઓ તથા તેમના પ્રેકટીશનરો ને પડી રહી છે. પોર્ટલ પર આ અંગે સૂચના પણ આવતી નથી તેવું ધ્યાને આવ્યું છે. તો આ EVC/ડિજિટલ ના ઓપ્શન ખોલવા પ્રિવ્યુ ડ્રાફ્ટ કરો અને આપનું GSTR 9 ફાઇલ કરો. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે