અસ્પષ્ટ અને કારણ દર્શાવ્યા વગર આપવામાં આવતી નોટિસ તથા આદેશ બાબતે અધિકારીને સખ્ત તાકીદ કરતી ગુજરાત હાઇકોત
Reading Time: 2 minutes
ઇમ્પોર્ટન્ટ જજમેંટ વિથ ટેક્સ ટુડે:
વહાણવટી સ્ટીલ્સ વી. સ્ટેટ ઓફ ગુજરાત તથા સ્ટેટ ટેક્સ ઓફિસર
સલગ્ન કાયદો: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, 2017
ચુકાદો આપનાર ફોરમ: ગુજરાત હાઇકોર્ટ
માનનીય જજ: જે. બી. પારડીવાલા તથા નિશાબેન ઠાકોર
કરદાતા વતી વકીલ: મૌલિક નાણાવટી
સરકાર વતી: ઉત્કર્ષ શર્મા
ચુકાદા તારીખ: 11.04.2022
કેસની હકીકતો:
- કરદાતાને અધિકારી દ્વારા 28.02.2022 ના રોજ જી.એસ.ટી. નોંધણી દાખલો શા માટે રદ્દ ના કરી આપવામાં આવે તે અંગેની અસ્પષ્ટ (વેગ) શો કોઝ નોટિસ આપવામાં આવી હતી.
- કરદાતા દ્વારા અધિકારીને આ અસ્પષ્ટ નોટિસને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી.
- ગુજરાત હાઇકોર્ટ દ્વારા 24.03.2022 ના આદેશ દ્વારા આ શો કોઝ નોટિસને રદ્દ ઠરાવવામાં આવી હતી.
- અધિકારી દ્વારા શો કોઝ નોટિસમાં જી.એસ.ટી. રદ કરવા અંગેના યોગ્ય કારણોની નોંધ કરવામાં આવી ના હતી.
- આ શો કોઝ નોટિસ રદ્દ કરતાં આદેશમાં કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે અધિકારી જરૂરી જણાય ત્યાં નવી શો કોઝ નોટિસ આપી ફરી કાર્યવાહી શરૂ કરી શકે છે.
- ગુજરાત હાઇકોર્ટના આદેશના અનુસંધાને તેઓ દ્વારા નવી નોટિસ આપી કાર્યવાહી કરવી જરૂરી હતી. પરંતુ અધિકારી દ્વારા જૂની નોટિસ ઉપરથી કરદાતાનો જી.એસ.ટી. નંબર રદ્દ કરવામાં આવ્યો હતો.
- રદ્દ અંગે પસાર કરવામાં આવેલ આદેશ પણ અસ્પષ્ટ અને કોઈ પણ વિગત વગરનો હતો.
- રદ્દ અંગે પસાર કરવામાં આવેલ આદેશ ઉપર કરદાતાને રિવોકેશન અરજી કરવા જણાવવામાં આવ્યું હતું.
- કરદાતા દ્વારા રિવોકેશન અરજી નકરતો આદેશ પણ અધિકારી દ્વારા પસાર કરવામાં આવ્યો હતો જે પણ ખરાબ અને અસ્પષ્ટ છે.
- અધિકારીના આદેશમાં અસંખ્ય પ્રશ્નાર્થ ચિન્હ (?) છે જે શું સૂચવે છે એ અંગે અધિકારી દ્વારા 1 સેકન્ડ પણ વિચાર કરવામાં આવ્યો નથી તે આશ્ચર્યજનક છે.
- અધિકારી દ્વારા આ પ્રકારના આદેશ પર સહી કરવામાં આવી એનો અર્થ એ છે કે અધિકારીએ આ નોટિસની વિગતોને સ્વીકારેલ છે.
કરદાતા તરફે રજૂઆત:
- કરદાતા તરફે તેઓના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે અધિકારી ઉપર કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવામાં આવવો જોઈએ.
સરકાર તરફે રાજુઆત: કોઈ દલીલ નથી
કોર્ટનો ચુકાદો:
- કરદાતાના વકીલની દલીલ સાચી છે અને આ પ્રકારની નોટિસ અને આદેશ પસાર કરનાર વ્યક્તિ ઉપર કોર્ટની અવમાનના નો કેસ દાખલ કરી શકાય છે.
- પરંતુ હાલ કોર્ટ આ પ્રકારનો કેસ દાખલ કરી રહી નથી પરંતુ અધિકારીને સ્પષ્ટ તાકીદ કરવામાં આવે છે કે હવે પછી આ કોર્ટ પાસે આ પ્રકારના કેસ આવશે તો તે દિવસ આ અધિકારી માટે નોકરીનો છેલ્લો દિવસ હશે.
- અધિકારી દ્વારા આપવામાં આવેલ શો કોઝ નોટિસ, તેના દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ આ સાથે રદ્દ કરવામાં આવે છે.
- કરદાતાનો જી.એસ.ટી. નંબર રિસ્ટોર કરવા આદેશ કરવામાં આવે છે.
(સંપાદક નોંધ: જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો રદ્દ કરવા સમયે મોટા પ્રમાણમા આ પ્રમાણે અસ્પષ્ટ તથા તથ્યો વિહીન આદેશ કરવામાં આવતા હોય છે. આ બાબત ઉપર ખુબજ ઉપયોગી ચુકાદો છે.)
- (આ ચૂકદાઓનું અર્થઘટન ભવ્ય પોપટ (એડવોકેટ તથા એડિટર-ટેક્સ ટુડે) ના અંગત અર્થઘટન છે. વાંચકોના લાભાર્થે આ ચુકાદો આ લેખ સાથે જોડેલ છે.)