સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે)24th એપ્રિલ 2022

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી.

  1. અમારા અસીલ એક નામાંકિત ફૂડ ચેઇન કંપનીની ફ્રેંચાઇઝી ધરાવીએ છીએ, જેમાં પીઝા બનાવી ત્યાંજ સર્વ કરવામાં આવે છે. આ ઉપરાંત કેક, કોલ્ડડ્રિંક ખરીદી કરી સપ્લાય કરીએ છીએ. અમો આ વસ્તુ ઓનલાઈન એપ દ્વારા સપ્લાય નથી કરતાં. આ સેવા અમે અમારા ધંધાના સ્થળ ઉપર જ ગ્રાહકોને આપીએ છીએ. અમો પીઝા ઉપર 5% જી.એસ.ટી. ઉઘરવીએ છીએ. કેક અને કોલ્ડડ્રિંક ઉપર જે તે દરે ટેક્સ ઉઘરવી તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લઈએ છીએ. પીઝા તથા કોલ્ડડ્રિંકનું બિલ સાથે બનાવીએ તો જી.એસ.ટી. કેવી રીતે લાગે તે જણાવવા વિનંતી.            હર્ષ શાહ, ચોટીલા

જવાબ: આપના અસીલની સેવા એ રેસ્ટોરન્ટની સેવા ગણાય. આ સેવા રેસ્ટોરન્ટમાં આપવામાં આવતી હોય તો સંપૂર્ણ સેવા ઉપર 5% ના દરે જી.એસ.ટી. લાગુ પડે. આ સેવા આપવામાં ખરીદવામાં આવેલ કોઈ માલ કે સેવાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં તેવો અમારો મત છે.

  1. અમારા એક અસીલના કિસ્સામાં અમોએ નાણાકીય વર્ષ 2017 18 નું વેચાણ નાણાકીય વર્ષ 2018 19 માં દર્શાવેલ છે. ભવિષ્યમાં અમારા ઉપર વ્યાજની જવાબદારી આવે તો તે ITC બાદ ભરવાપાત્ર રકમ પર આવે કે ગ્રોસ રકમ ઉપર લાગુ પડે?           જગદીશભાઈ વ્યાસ, એડવોકેટ ડીસા

જવાબ: આપના અસીલના 2017 18 ના વેચનો જે 2018 19 માં દર્શાવવામાં આવ્યા છે તેમાં જે રકમ કેશ લેજર થકી ભરવાની થશે તે રકમ ઉપર જ વ્યાજની જવાબદારી આવે તેવો અમારો મત છે. 

  1. અમારા અસીલ માલ પરિવહનનો મુખ્ય વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેઓ દ્વારા આ ધંધા માટે ટ્રકની ખરીદી કરેલ છે જેમાં તેઓ પાસે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પડેલ છે. આજ ધંધાના જી.એસ.ટી. નંબર હેઠળ તેઓ હવે એરંડા વેપારનો ધંધો કરે છે. ટ્રક ઉપર ઊભી છે તે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને આ એરંડાના ધંધામાં સેટ ઓફ કરી શકે?                                                                                                      પ્રતિક પટેલ, એકાઉન્ટન્ટ, ભચાઉ   

જવાબ: હા, આપના અસીલ પાસે રહેલી ટ્રકની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓ એરંડાના આઉટપુટ સામે મજરે લઈ શકે તેવો અમારો મત છે. આ બાબતે આકારણીમાં અધિકારી દ્વારા પ્રશ્નો ઊભા થઈ શકે છે. તે બાબતે લડત કરવાની તૈયારી રાખવી જરૂરી છે. જો કે RCM હેઠળ વેરો ભરવામાં આવતો હોય તેવા ટ્રાન્સપોર્ટેશન ધંધાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લઈ શકે નહીં જેની ખાસ નોંધ લેવી.


ઇન્કમ ટેક્સ

  1. મારા પિતશ્રીના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં આવક “ડબલ” ગણવામાં આવેલ છે. આ સામે અમે ઇન્કમ ટેક્સ કલામ 154 હેઠળ અરજી કરી છતાં પણ ડિમાન્ડ દર્શાવે છે. આ અંગે ઉપાય જણાવવા વિનંતી.                                                                                                   ચિંતન સંઘવી,કરદાતા

જવાબ: આ પ્રશ્ન એક વાવહારિક પ્રશ્ન છે. જે ત કેસમાં ભરવામાં આવેલ ઇન્કમ ટેક્સ રિટર્ન, ઇન્કમ ટેક્સ હેઠળ પસાર થયેલ 143(1) નો આદેશ જોઈ આ બાબતે અભિપ્રાય આપી શકાય. જો આપના દ્વારા કરદાતા તરીકે જાતે રિટર્ન ભરવામાં આવ્યું હોય તો ખાસ આ અંગે ટેક્સ પ્રોફેશનલની સેવા લો તેવી અમારી ખાસ સલાહ છે.

  1. અમારા અસીલનું ગત વર્ષનું ટર્નઓવર 10 કરોડથી વધુ છે. તેના ઉપર ખરીદ વેચાણના વ્યવહારોમાં TDS તથા TCS ની જોગવાઈ લાગુ પડે. અમારો પ્રશ્ન એ છે કે દરેક પાર્ટી દીઠ જે 50 લાખની મર્યાદા છે તે ગયા વર્ષ મુજબની જોવાની રહે કે ચાલુ વર્ષે ફરી 50 લાખની મર્યાદાનો લાભ મળે?                                                                                                                                                              પિયુષ લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ કચ્છ

જવાબ: ઇન્કમ ટેક્સ હેઠળ દર વર્ષે 50 લાખની મર્યાદા લાગુ પડે તેવો અમારો મત છે.

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!