ઇન્કમ ટેક્સ હેઠળ કરવામાં આવ્યો આ મહત્વનો ફેરફાર, જે જાણવો છે તમારા માટે ખાસ જરૂરી
ફરજિયાત ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા અંગે બહાર પાડવામાં આવ્યું જાહેરનામું
તા. 22.04.2022: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ મહત્વનો સુધારો કરી અમુક ખાસ વર્ગના લોકો માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ અંગે જાહેરનામું બહાર પડી ઇન્કમ ટેક્સ હવેથી નીચેના કોઈ વ્યવહારો કોઈ કરદાતા દ્વારા કે કરવામાં આવે કે તેઓના તેઓના PAN પર થાય તો તેઓના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત રહેશે.
- તેઓના ધંધાનું ટર્નઓવર વાર્ષિક ધોરણે 60 લાખથી વધુ હોય,
- ડોક્ટર, એડવોકેટ જેવા વ્યવસાયીની ફી ની આવક વાર્ષિક 10 લાખથી વધુ હોય,
- કોઈ કરદાતાનો TDS કે TCS 25000 થી વધુ થયેલ હોય, (સિનિયર સીટીઝનના કિસ્સામાં આ 25000/- ની મર્યાદા 50000/- ની ગણવાની રહેશે.
- કોઈ કરદાતાએ એક કે વધુ સેવિંગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવેલ રકમ 50 લાખ કે તેથી વધુ હોય,
ઉપરોક્ત કોઈ પણ કિસ્સામાં કરદાતાની આવક નિયત મર્યાદાથી ઓછી હોવા છતાં તેઓ ફરજિયાત રિટર્ન ભરવા જવાબદાર બનશે. આ સુધારો થતાં ઇન્કમ ટેક્સ હેઠળ ઘણા કરદાતાઓ જેઑ રિટર્ન ભરવાપાત્ર ન હતા તેઓ હવે ફરજિયાત રિટર્ન ભરવા જવાબદાર બનશે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે
Mast information Saheb