વિદેશી મિલ્કત ધરાવો છો??? તો ઇન્કમ ટેક્સમાં તે અંગે જાણ કરો….
નાણાકીય વર્ષ 2023 24 ના વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્નમાં વિદેશી મિલ્કતની માહિતી અંગે વિગતો આપવા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ચલાવવામાં આવી રહી છે વિશેષ ઝુંબેશ
તા. 27.11.2024: વ્યક્તિગ્ત કરદાતા, ભાગીદારી પેઢી, કંપની વગેરે કરદાતાઓએ પોતાની વિદેશી મિલ્ક્તો અને અસ્કયામતો અંગેની વિગતો ઇન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવી ફરજિયાત રહેતી હોય છે. આ મિલ્કતમાં ઘર-પ્લોટ જેવી સ્થાવર મિલ્કત અને કાર, બાઇક જેવી જંગમ મિલ્કત ઉપરાંત બેન્ક ખાતા-શેર્સ જેવી નાણાકીય મિલ્ક્તોનો સમાવેશ થઈ જાય છે. આ નિયમો હજુ નવા હોય ઘણા કરદાતા આ વિગતો દર્શાવવાનું ચૂકી ગયા હોય તેવી માહિતી મળી રહી છે. આ માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા એક ખાસ ઝુંબેશ ઉપડવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત વિદેશની કોઈ સંસ્થા પાસેથી મળેલ માહિતી ઉપરથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા જે તે કરદાતાને આ અંગે મેસેજ દ્વારા તથા ઇ મેઈલ દ્વારા જાણ કરવામાં આવી રહી છે અને કરદાતાને આ વિદેશી મિલ્કતની વિગતો રિવાઈઝ રિટર્ન દ્વારા આપી દેવા વિનંતી કરવામાં આવી રહી છે. આ વિગતો નિયમ અનુસાર આપવામાં ના આવે તો કરદાતા ઉપર પેનલ્ટી લગાડવાની જોગવાઈ છે. આમ, આ ઝુંબેશ અંતર્ગત કરદાતાને જાણ થાય તો તે અંગે પોતાના ટેક્સ કન્સલ્ટન્ટને મળી આ અંગે યોગ્ય વિધિ કરવી જરૂરી બની જાય છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે