જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન ભરવાની તારીખ છે નજીક, વાર્ષિક રિટર્ન ભરવામાં ના આવે તો લાગી શકે છે લેઈટ ફી

Spread the love
Reading Time: < 1 minute

2 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઑને વાર્ષિક રિટર્ન ભરવામાં આપવામાં આવી છે મુક્તિ

તા. 08.12.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધણી ધરાવતા કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2020 21 નું વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 છે. કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓએ પોતાનું GSTR 4 વાર્ષિક રિટર્ન ભરેલ હોય તેઓ GSTR 9A ભરવું જરૂરી રહેશે નહીં. આ ઉપરાંત બે કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતા માટે પણ વાર્ષિક રિટર્ન ભરવું મરજિયાત બનાવવામાં આવ્યું છે. આમ, બે કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે જ વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત રહે છે. પરંતુ નિષ્ણાંતો માની રહ્યા છે કે જે કરદાતાઓએ આગલા વર્ષના એટલેકે નાણાકીય વર્ષ 2019 20 ના વર્ષના સુધારા વધારા જે કરદાતાઓએ 2020-21 માં કર્યા હોય કે 2021 22 માં કોઈ સુધારા પણ જો નાણાકીય વર્ષ 2020-21 માં દર્શાવવા જરૂરી હોય તેવા કરદાતાઓએ આ વાર્ષિક રિટર્ન ટર્નઓવર 2 કરોડ સુધીનું હોય તો પણ ભરી આપવું જરૂરી છે. આમ, પાછલા વર્ષના કે પછીના વર્ષના કોઈ પણ સુધારા વધારા જો નાણાકીય વર્ષ 2020-21 માં કરવામાં આવેલ હોય તો જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન ભરી આપવામાં આવે તે હિતાવહ છે. 31 ડિસેમ્બર 2021 બાદ આ વાર્ષિક રિટર્ન ભરવામાં આવશે તો કરદાતા દ્વારા રોજના 200 રૂ સુધીની લેઇટ ફી ભરવા પાટા પાત્ર બનશે. બે કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા હોવા છતાં જો 31 ડિસેમ્બર 2021 બાદ કોઈ કારણોસર તેઓ વાર્ષિક રિટર્ન ભરશે તો તેઓ પણ રોજના રૂ 200 ની લેઇટ ફી ભરવા જવાબદાર બનશે. 2 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ કે જેઓ 31 ડિસેમ્બર સુધી પોતાનું વાર્ષિક રિટર્ન નહીં ભારે તેઓએ આ વાર્ષિક રિટર્ન ભરી આપ્યું છે તેમ માની લેવામાં આવશે તેવી જોગવાઇ જી.એસ.ટી. કાયદામાં કરવામાં આવી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!