IGST ની ક્રેડિટ પહેલા વાપરો: GST કાયદો, પણ પોર્ટલ કહે ના વાપરી શકાય!!!, કરદાતા ની પરિશ્થિતી : જાયે તો જાયે કહા ???

Spread the love
Reading Time: < 1 minute

ઉના: જી.એસ.ટી. કાયદા માં 01 ફેબ્રુઆરી થી મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. હવે સૌ પ્રથમ કરદાતા એ IGST ની ક્રેડિટ વાપરવાની છે અને ત્યાર બાદ અન્ય ક્રેડિટ વાપરવાની છે. આ અંગે વધુ વિગતો આપ અમારા અગાઉ ના લેખ માં વાંચી શકો છો.

પણ પરિસ્થ્તિ એ છે કે કાયદો બદલી ગયો હોવા છતા પોર્ટલ ઉપર આ સુધારો કરવામાં આવ્યો નથી. આ કારણે ફેબ્રુઆરી મહીના ના રિટર્ન ભરવા માં કાયદા ની જોગવાઈ મુજબ ક્રેડિટ એડજસ્ટ કરી શકતી નથી. ફેબ્રુઆરી મહિના ના GSTR 3B ભરવાની છેલ્લી તારીખ 20 માર્ચ છે. આજે આ લખાય છે ત્યાં સુધી એટ્લે કે 11 માર્ચ સુધી આ ફેરફાર કરવામાં આવ્યો નથી. કરદાતા માટે અળધા થી વધુ સમય જતો રહ્યો હોવા છતાં કરદાતા ને સિસ્ટમ ની હાલાકી ના કારણે રિટર્ન ભરવા માં તકલીફ પડી રહી છે. આ અંગે હેલ્પ ડેસ્ક માં ફોન કરતાં અલગ અલગ જવાબ મળી રહ્યા છે. ક્યારેક જણાવવા માં આવે છે કે ટૂંક સમય માં આ ફેરફાર આવશે, રાહ જુવો. ક્યારેક જવાબ એ પ્રકારે હોય છે કે હાલ જે પ્રમાણે છે તે પ્રમાણે રિટર્ન ભરી આપો. પણ શું આ હેલ્પ ડેસ્ક ના જવાબ માની ને કાઇ કરવા માં આવે અને ભવિષ્ય માં વેરા તથા વ્યાજ ની જવાબદારી ઊભી થાય તો કરદાતા પાસે શું વિકલ્પ રહે?

ટેક્સ ટુડે, કરદાતા વતી વહીવટી અધિકારીઓ ને ખાસ અપીલ કરે છે કે કાયદા માં થયેલા સુધારા મુજબ પોર્ટલ માં ત્વરિત સુધારા કરવામાં આવે અને આ સુધારા થયા ની જાણ પોર્ટલ ઉપર અથવા પ્રચાર માધ્યમો ઉપર કરવા માં આવે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!
18108