ઇ ઇંવોઇસ અંગે બહાર પાડવામાં આવી મહત્વની એડવાઈઝરી

Spread the love
Reading Time: 2 minutes

 

 

 

 

By Prashant Makwana, Tax Consultant

તારીખ : 14/04/2023

હાલમાં આપણે ટેક્ષ ઇન્વોઇસ બનાવ્યા પછી કોઈ પણ તારીખે E-INVOICE જનરેટ કરી શકી છીએ. તારીખ 01/05/2023 થી તેમાં સમય મર્યાદા લાગુ પડશે જે બાબતે GST PORTAL પર એક એડવાઇઝરી જાહેર કારવામાં આવી છે. તેની સરળ ભાષામાં સમજૂતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.

  • એડવાઈઝરીના મુખ્ય મુદ્દા:
  • તારીખ 01/05/2023 જે ટેક્ષ પેયરનું ટર્નઓવર 100 કરોડ કે તેથી વધુ હશે તે કરદાતા ને ટેક્ષ ઇન્વોઇસ બનાવ્યા પછીના 7 દિવસમાં E-INVOICE જનરેટ કરી દેવું ફરજિયાત છે.
  • ઉદાહરણ
  • 01/04/2023 ના રોજ ટેક્ષ ઇન્વોઇસ બનાવ્યું હોય તો E-INVOICE 08/04/2023 પછી જનરેટ કરી શકાશે નહીં
  • E-INVOICE આપણે 01/04/2023 થી 08/04/2023 સુધી માં જનરેટ કરી પરંતુ E-INVOICE જનરેટ કરતી વખતે ટેક્ષ ઇન્વોઇસ તારીખ 01/04/2023 લખવાની રહેશે.
  • 7 દિવસની જે સમય મર્યાદા છે તે બધા જ ડોક્યુમેન્ટ માં લાગુ પડશે કે જેને IRN જનરેટ કરવાનો હોય. 7 દિવસની જે સમય મર્યાદા છે તે ટેક્ષ ઇન્વોઇસ, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ બધા માં  લાગુ પડશે.
  • જે કારદાતાનું ટર્નઓવર 100 કરોડ કે તેથી વધુ હશે તેનેજ આ 7 દિવસ ની સમય મર્યાદા લાગુ પડશે.
  • E-INVOICE જનરેટ કરવાની 7 દિવસની સમય મર્યાદા 01/05/2023 થી લાગુ પડશે.

આ એડવાઈઝરીનું અર્થઘટન એમ પણ કરી શકીએ છીએ કે 100 કરોડ નીચે ટર્નઓવર હોય તેઓ માટે ઇ ઇંવોઇસ બનાવવામાં કોઈ મર્યાદા લાગુ પડતી નથી. આ જોગવાઈનો ગેરલાભ લઈ ઇ ઇંવોઇસ બનાવવાની જવાબદારીમાંથી બચવા પ્રયાસ ના કરવો જોઈએ. પરંતુ કોઈ કારણસર જો ઇ ઇંવોઇસ બનાવવાના રહી ગયા હોય તો ચોક્કસ જો ઇ ઇંવોઇસની જોગવાઈ લાગુ પડતી હોય તો ઇ ઇંવોઇસ પછીની તારીખમાં પણ બનાવી લેવું જોઈએ.

જે કારદાતાનું ટર્નઓવર 100 કરોડ કે તેથી વધુ હોય તો કરદાતા પોતાના સોફ્ટવેર માં જરૂરી ફેરફાર કરી લે અને જો કોઈ E-INVOICE જનરેટ કરવાના બાકી હોય તો તેણે આ સમયમર્યાદા પહેલા ઇ ઇંવોઇસ જનરેટ કરી લેવું જોઈએ.

 

error: Content is protected !!