E Invoice અંગે જાહેર થઈ મહત્વની એડવાઈઝરી….
Reading Time: < 1 minute
By Prashant Makwana, Tax Consultant
તા. 13/09/2023
તારીખ 11-09-2023 ના રોજ E-INVOICE PORTAL પર E-INVOICE ની સમય મર્યાદા માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે તેની સરળ ભાષામાં સમજૂતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.
- પ્રસ્તાવના
હાલમાં આપણે ટેક્ષ ઇન્વોઇસ બનાવ્યા પછી કોઈ પણ તારીખે E-INVOICE જનરેટ કરી શકી છી. તારીખ 01/11/2023 થી તેમાં સમય મર્યાદા લાગુ પડશે જે બાબતે E-INVOICE PORTAL પર એક એડવાઇઝરી જાહેર કારવામાં આવી છે. તેની સરળ ભાષામાં સમજૂતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.
- એડવાઈઝરી
- તારીખ 01/11/2023 થી જે ટેક્ષ પેયરનું ટર્નઓવર 100 કરોડ કે તેથી વધુ હશે તે કરદાતા ને ટેક્ષ ઇન્વોઇસ બનાવ્યા પછીના 30 દિવસમાં E-INVOICE જનરેટ કરી દેવું ફરજિયાત છે.
ઉદાહરણ
- 01/11/2023 ના રોજ ટેક્ષ ઇન્વોઇસ બનાવ્યું હોય તો E-INVOICE 30/11/2023 પછી જનરેટ કરી શકાશે નહીં
- E-INVOICE આપણે 01/11/2023 થી 30/11/2023 સુધી માં જનરેટ કરી પરંતુ E-INVOICE જનરેટ કરતી વખતે ટેક્ષ ઇન્વોઇસ તારીખ 01/11/2023 લખવાની રહેશે.
- 30 દિવસની જે સમય મર્યાદા છે તે બધા જ ડોક્યુમેન્ટ માં લાગુ પડશે કે જેને IRN જનરેટ કરવાનો હોય. 30 દિવસની જે સમય મર્યાદા છે તે ટેક્ષ ઇન્વોઇસ, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ બધા માં લાગુ પડશે.
- જે કારદાતાનું ટર્નઓવર 100 કરોડ કે તેથી વધુ હશે તેનેજ આ 30 દિવસ ની સમય મર્યાદા લાગુ પડશે.
- E-INVOICE જનરેટ કરવાની 30દિવસની સમય મર્યાદા 01/11/2023 થી લાગુ પડશે.
જે કારદાતાનું ટર્નઓવર 100 કરોડ કે તેથી વધુ હોય તો કરદાતા પોતાના સોફ્ટવેર માં જરૂરી ફેરફાર કરી લે અને જો કોઈ E-INVOICE જનરેટ કરવાના બાકી હોય તો તે કરી શકે છે.