ઈ – ઈન્વોઈસ અપલોડ કરવાની સમય મર્યાદામાં થયો ફેરફાર.
By : દર્શિત શાહ (ટેક્સ કન્સલ્ટન્ટ)
તારીખ 11/09/2023 ના રોજ GST ના પોર્ટલ પર નવી ADVISORY મુકવામાં આવી જેમાં 100 કરોડ થી વધારે ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 30 દિવસ સુધીમાં ઈ – ઈન્વોઈસ અપલોડ કરવું ફરજીયાત કરવામાં આવ્યું.
GST ઑથોરિટી દ્વારા તારીખ 11/09/2023 ના રોજ નવો નિયમ બહાર પાડવામાં આવ્યો જેમાં વાર્ષિક રૂપિયા 100 કરોડ થી વધુ રકમ નું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઈ – ઈન્વોઈસ 30 દિવસ સુધી માં અપલોડ કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ શ્રેણીના કરદાતાઓને ઈન્વોઈસ બન્યા ના 30 દિવસ પછી ઈ – ઈન્વોઈસ અપલોડ કરવાની મંજૂરી આપવામાં આવશે નહિ. આ પ્રતિબંધ તમામ પ્રકારના દસ્તાવેજો જેના માટે IRN નંબર જનરેટ કરવાનો રહેતો હતો જેવા કે ઈન્વોઈસ , ક્રેડિટ નોટ તથા ડેબિટ નોટ જેવા તમામ દસ્તવેજો પર લાગુ થશે. ઉદાહરણ તરીકે સમજીયે તોહ જો કોઈ વેપારી ના બિલ ની તારીખ 1લી નવેમ્બર 2023 છે તોહ તે ઈન્વોઈસ નું E-INVOICE તારીખ 30મી નવેમ્બર 2023 પછી બની શકશે નહિ. મોટી કંપનીઓ દ્વારા E-INVOICE મહિનાઓ સુધી કરવામાં આવતા ન હતા. જેને હવે સરકારે સમય મર્યાદા નાખી પ્રતિબંધિત કરી દીધું છે. આ સુધારો તારીખ 1 નવેમ્બર 2023 થી 100 કરોડ થી વધુ ટર્નઓવર વાળી કંપનીઓ ને લાગુ પડશે. આવનાર સમયમાં સરકાર આ મર્યાદા ધીમે ધીમે પ્રતિબંધ સાથે ઘટાડશે.