જી એસ ટી કાયદા અન્વયે વેરાશાખ મજરે લેવાની જોગવાઈની સરળ સમજ

Spread the love
Reading Time: 2 minutes

 

 

 

અમિત સોની (ટેક્ષ એડવોકેટ )

નડીઆદ ( 98247 01193)

નાણામંત્રી નિર્મલા સીતારામન ઘ્વારા બજેટ ૨૦૨૨-૨3 માં વેરાશાખ મેળવવાની પદ્ધતિમાં ધરખમ ફેરફાર પ્રસ્તાવિત કરેલ  છે. આમ જનતાને પોતાના રોજિંદા જીવન જરૂરિયાત માટે સૉ ટેક્ષ ( કમ્પ્યુટરટાઇઝ  વીણાટ ) અનાજની પસંદગી કરે  છે જેમકે કાંકરા, ફોતરી વિગેરે ન હોય તેમ હવે સરકાર પણ સૉ ટેક્ષ ટેક્નોલોજી માફક અનિયમિત વેચનાર વેપારીની વીણાટ કરી આવા વેપારીની વેરાશાખ ખરીદનાર વેપારીને મજરે  આપશે  નહીં. પત્રક કસૂરદાર, વેરા કસૂરદાર, બોગસ બિલિંગ વેપાર વિગેરે જેવા તમામ અનિયમિત વેપારીઓને લાગુ પડશે.

આજે આ લેખમાં  વેરાશાખ  પર અંકુશ  મુકવામાં  આવેલી જોગવાઈ વિશે સમજીશું..

૧) જીએસટી કાયદા અન્વયે પાછલા  વર્ષ ની રહી  ગયેલ  વેરાશાખ  પછીના  નાણાકીય વર્ષ  ના સપ્ટેમ્બર માસ ( એટલે કે એપ્રિલ થી  સપ્ટેમ્બર ) સુધી  હતી તેમાં વધારો  કરીને હવે સપ્ટેમ્બરના રિટર્નની મુદતને બદલે ૩૦ મી નવેમ્બર સુધી  વેરાશાખ  લઈ  શકાશે..

૨) જીએસટી કાયદા અન્વયે છેલ્લા સુધારા મુજબ વેપારી જીએસટીઆર  (૨એ ) કે જીએસટીઆર  (૨બી ) મુજબ વેરાશાખ  લેવામાં આવતી હતી તેમાં સુધારો કરીને ફક્ત જીએસટીઆર  (૨બી ) મુજબ વેરાશાખ  મજરે મળશે. જીએસટી કાયદાના અમલીકરણ વખતે  વેરાશાખ માટે ફોર્મ જીએસટીઆર-૨ અમલીકરણ  થશે તેમ જણાવેલ હવે નવા બજેટ સુધારામાં ફોર્મ જીએસટીઆર- ૨ રદ કરેલ  છે.

3) વેપારીના કેશ લેજરમાં રહેલ રકમ એક પાન નંબર ઉપર લેવામાં આવેલ અન્ય જીએસટી નંબર પર તબદીલ  કરવાની  નવી જોગવાઈ કરવામાં આવી  છે. જો કે આ જોગવાઈ નો લાભ  બહુ  ઓછા  પ્રમાણમાં વેપારીને મળશે જેનુ કારણ આ  જોગવાઈ મુજબ ફક્ત આઇજીએસટી, સીજીએસટી માટે સીમિત રહેશે. વધુમાં વેરાની ચુકવણી  કે અન્ય કોઈ જોગવાઈ નો ભંગ  કરેલ  હશે  તો લાભ  મળી  શકશે નહીં..

૪) જીએસટી કાયદાની કલમ ૩૮ મુજબ બજેટમાં નોંધાયેલ વ્યક્તિ ઘ્વારા જીએસટીઆર – ૧ અપલોડ કર્યા બાદ ખરીદનાર વેપારીની ઇલેક્ટ્રોનિકલી સ્ટેટમેન્ટ આપવામાં આવશે જેમાં વેરાશાખને બે ભાગમાં વહેંચવામાં આવશે  ૧ મળવાપાત્ર વેરાશાખ  ૨ નહીં મળવાપાત્ર વેરાશાખ  અને તે મુજબ વેરાશાખ લેવાની રહેશે..

૫) જીએસટી કાયદાની અમલ થયેથી  જો કોઈ ખરીદનાર  વેપારી ઘ્વારા ખોટી  વેરાશાખ  માંગી હોય અને તે શાખ વણ વપરાયેલ  હોય તેવા કિસ્સામાં સરકારશ્રી ઘ્વારા ૨૪% વ્યાજ આકરવામાં  આવતુ  હતુ  તેમ બદલાવ લાવી ને પાછલી  તારીખ એટલે કે જીએસટી કાયદાના અમલીકરણથી  આવા કિસ્સામાં ૧૮% વ્યાજ લાગશે તેવો સુધારો સૂચિત કરેલ  છે પરંતુ અગાઉ આવા  કિસ્સામાં જેઓએ  ૨૪% વ્યાજ આપેલ  છે તેમને રિફંડ આપવા  અંગે કોઈ સ્પષ્ટતા કરેલ  નથી..

૬) જીએસટી કાયદા અન્વયે વેરાશાખ મજરે મેળવવા ખરીદનાર વેપારી પાસે અસલ બિલ, જીએસટીઆર -૧ અને પત્રક અને વેરો સમયસર  ભરેલ હોવો જરૂરી  છે..

૭) જીએસટી કાયદા અન્વયે જીએસટીઆર-૨(એ) માં વેરાશાખ  દેખાતી  ન હોય અને ચોપડે હોય તો તેવા કિસ્સામાં વેરાશાખ  ૫‰ વધુ  વેરાશાખ  લેવાની જોગવાઈ રદ કરેલ છે. આમ, હવે વેરાશાખ  લેવા માટે જીએસટીઆર-૨ (બી ) મુજબ જ વેરાશાખ  મજરે મળી  શકશે.

(લેખક જાણીતા વિચાર લેખક છે અને ટેક્સ એડવોકેટ તરીકે નડિયાદ ખાતે પ્રેક્ટિસ કરે છે)

error: Content is protected !!