1 એપ્રિલ 2022 થી ફ્લાય એશ અને બ્રિક્સ, રૂફિંગ ટાઇલ્સ પર વેરાના દરમાં મહત્વનો ફેરફાર

Spread the love
Reading Time: 2 minutes

૧ એપ્રિલ ૨૨ થી ફ્લાય એશ અને બ્રિક્સ, રૂફિંગ ટાઇલ્સ પર વેરાના દરમાં ફેરફાર બાબત

તા. 02.04.2022 તા. ૩૧/૩/૨૦૨૨ સુધી ફ્લાય એશ અને બ્રિક્સ, રૂફિંગ ટાઇલ્સ અનુસૂચિ ૧ ની ૫% એન્ટ્રી ૨૨૫,૨૨૬,૨૨૭, ૨૨૮  હતી તેને રદ કરીને નવી એન્ટ્રી ૧૭૬એ,બી,સી,ડી,ઇ, દાખલ કરેલ છે અને જેના વેરાનો કુલ દર ૧૨% કરેલ છે અને જેનો અમલ તા. ૧/૪/૨૦૨૨ થી છે આ માટે નોટિફિકેશન નં ૧/૨૦૨૨ સીજીએસટી (રેટ) ધ્વારા બહાર પાડેલ છે.

        હવે ઉપરોકત નોટિફિકેશન જોડે નોટિફિકેશન નં.૨/૨૦૨૨ સીજીએસટી (રેટ) ધ્વારા બહાર પાડેલ છે તેમાં ફ્લાય એશ અને બ્રિક્સ, રૂફિંગ ટાઇલ્સ ના દરમાં ઘટાડો કરીને શરતી વેરાના દરમાં ઘટાડો કરેલ છે એટલેકે વેરા નો કુલ દર ૬% કરેલ છે જે માટે બે શરતોનું પાલન આવશ્યક છે.

(a)  આવા સપ્લાયમાં વિશિષ્ટ રીતે ઉપયોગમાં લેવાતા માલ અથવા સેવાઓ પર  વસૂલવામાં આવતા ઇનપુટ                          ટેક્સની ક્રેડિટ માલ લેવામાં આવ્યો નથી. ટૂકમાં ફલાય એશ કે બ્રિકસ બનાવનારે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધી ન હોવી              જોઈએ॰

 (b) આવા સપ્લાય માટે આંશિક રીતે ઉપયોગમાં લેવાતા માલ અથવા સેવાઓ પર વસૂલવામાં આવતા ઇનપુટ ટેક્સની ક્રેડિટ માલસામાન અને અંશતઃ ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે પાત્ર અન્ય પુરવઠાને અસર કરવા માટે છે જેમ કે માલસામાનનો પુરવઠો એ ​​મુક્તિ પુરવઠો છે અને તેની જોગવાઈઓને આકર્ષે છે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017 (12) ની કલમ 17 ની પેટા-કલમ (2) (2017) અને તેના હેઠળ બનાવેલા નિયમો. ટૂકમાં ફ્લાય એશ અને બ્રિક્સ સાથે અન્ય વેરાપાત્ર માલ બનાવતા હોય તો જેટલી ફ્લાય એશ અને બ્રિક્સ ના ઉત્પાદન માં વાપરેલ માલસામાન જેટલી ક્રેડિટ નો ઘટાડો કરેલ હોવો જોઈએ.

ટૂકમાં ફ્લાય એશ, બ્રિક્સ, રૂફિંગ ટાઇલ્સ પર ૧૨% વેરાનો દર લાગે પરંતુ જો આવા માલ બનાવવા માટે માલ ની ટેક્ષ ક્રેડિટ ન લેતો તેના પર ૬% મુજબ નો વેરો લાગે. વધુમાં જે રિસેલર છે તેમણે ૧૨% મુજબ વેરાનો દર લાગશે તેવું મારૂ મંતવ્ય છે.

અમિત સોની (ટેક્ષ એડવોકેટ)૯૮૨૪૭૦૧૧૯૩

(લેખક જાણીતા ટેક્સ એડવોકેટ છે અને નડિયાદ ખાતે ટેક્સેશન ઉપર પ્રેક્ટિસ કરે છે. લેખમાં રજૂ કરવામાં આવેલ અભિપ્રાય લેખકના અંગત અભિપ્રાય છે.)

error: Content is protected !!