ટ્રસ્ટ અંગે ઇન્કમ ટેક્સ હેઠળ થયા છે મહત્વના ફેરફારો જે જાણવા છે તમારા માટે ખૂબ જરૂરી

Spread the love
Reading Time: 4 minutes

આવકવેરા અન્વયે સખાવતી સંસ્થા અને  ધર્માદા ટ્રસ્ટો અંગેની નવી જોગવાઈઓની સમજ

આવકવેરા કાયદા અન્વયે સખાવતી અને ધાર્મિક ટ્રસ્ટો માટે ખૂબ જ અગત્યના સુધારા કરવામાં આવેલ છે અને આ સુધારા નો ભંગ થશે તો હવેથી ટ્રસ્ટો ને ખૂબ જ આર્થિક નુકસાન ભોગવાનો વારો આવશે. આ લેખમાં ટ્રસ્ટોના નવા સુધારાઓ વિશે વાંચકોને સમજ આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

૧) સર્વપ્રથમ બંને ટ્રસ્ટો એ હિસાબી ચોપડા રાખવા અંગેની જોગવાઈ ન હતી પરંતુ ફકત ઓડિટ માટે જોગવાઈ કરવામાં આવેલ હતી આમ બંનેમાથી કોઈપણ ટ્રસ્ટની આવકવેરા કરમુક્તિ મર્યાદા કરતાં આવક વધશે તો તેને ટ્રસ્ટ ના હિસાબી ચોપડા રાખવાના છે.

૨)  ટ્રસ્ટ એપ્લિકેશન ઓફ ઇન્કમ અન્વયે કોઈપણ ટ્રસ્ટને લગતા ખર્ચા કરે તે ચૂકવાના બાકી હોય તો પણ ખર્ચ તરીકે બાદ આપવામાં આવતા  હતા. તેમાં ધરખમ ફેરકાર કરીને હવેથી કોઈપણ ટ્રસ્ટ ને ખરેખર ચૂકવેલ ખર્ચ તે વર્ષમાં જ એપ્લિકેશન ઓફ ઇન્કમ ગણીને જ  ખર્ચ તરીકે બાદ આપવામાં આવશે. પરંતુ  પ્રોવીઝન કરેલ ખર્ચ માન્ય ગણાશે નહીં. હવે હિસાબો લખવામાં  રોકડ પદ્ધતિ અપનાવાની રહેશે.

૩) ટ્રસ્ટની કુલ આવક ના  ૮૫% જેટલો ખર્ચ કરવાની અને ૧૫% રિઝર્વ રાખવાની જોગવાઈ છે. જે ટ્રસ્ટે ૮૫% ખર્ચ કરેલ નથી તેઓએ ફોર્મ ૧૦ ભરીને ૫ વર્ષ માં આગળ કેરીફોરવર્ડ કરવામાં આવે છે અને કલમ ૧૧ (૫) મુજબ નિયત કરેલ રોકાણો માં રોકાણ કરવામાં આવે છે. ધર્માદા ટ્રસ્ટમાં આવા ખર્ચ ૫ વર્ષ બાદ તે ખર્ચાય નહીં તો ૫ વર્ષ બાદ ૬ઠા વર્ષે તે વર્ષની આવક માં ઉમેરાતો હતો .

નવા સુધારામાં સખાવતી સંસ્થાઓ અને ધર્માદા સંસ્થાઓ એ ૮૫%  ખર્ચ કરેલ નથી તેવા કિસ્સામાં બંને ટ્રસ્ટોને વધારાની આવક માટે નિયત ફોર્મ ભરવાનુ છે અને આવો ખર્ચ પાંચમાં વર્ષ ન થયેલ હોય તો પાચમાં વર્ષની આવક મા ઉમેરવાની  છે આમ ધર્માદા સંસ્થાઓને ૬ વર્ષ સુધી લાભ મળતો હતો તે ઘટી ને ૫ વર્ષની સમય મર્યાદા લાગુ થશે. ટુકમાં બંને ટ્રસ્ટઓ  માટે ૫ વર્ષ ની સમય મર્યાદા લાગુ પડશે.

૪)  આવકવેરા કાયદા ની કલમ ૧૩ (૩) હેઠળ મુજબના  નિર્ધારિત કરેલ  વ્યક્તિઓને  જેમકે પ્રમુખ, ટ્રસ્ટી , મેનેજર , સગા સંબંધી વિગેરે ને વ્યાજબી કારણ વગર લાભ આપેલ હશે તો ટ્રસ્ટ ની કુલ આવક પર મુક્તિ નો લાભ  ન મળે તેવી જોગવાઈ હતી. તેમાં સુધારો કરીને હવે ફક્ત જેટલો લાભ આપેલ છે તેટલી રકમ  નામંજૂર કરવામાં આવશે. આ આવકારદાયક સુધારો છે જેનુ કારણ ઘણી વખત નાની રકમ પકડાય તો ટ્રસ્ટ ને મોટું નુકસાન થતુ હતુ તેમાં રાહત થશે. હવે ફકત આવા નામંજૂર રકમ પર નવી કલમ ૧૧૫ (બીબીઆઈ) મુજબ સ્પેશિયલ દર ૩૦% લેખે વેરો ભરવાનો  છે.                                                                             ૨..

૫)  અગાઉ પેરા નં. ૪ જણાવ્યા પ્રમાણે કોઈપણ ટ્રસ્ટ કાયદા નિર્ધારિત કરેલ વ્યક્તિને  લાભ આપશે તો  તેના પર ૩૦% દરે વેરો ઉપરાંત કલમ ૨૭૧ (એએઇ) દંડ ની જોગવાઈ  મુજબ આવા નામંજૂર ખર્ચ પર પ્રથમ વર્ષે ૧૦૦% અને અનુગામી વર્ષ માટે ૨૦૦% લેખે દંડ ચૂકવાનો છે.

૬)  આવકવેરા કાયદા મા કલમ ૧૧૫ (બીબીઆઈ) નવી દાખલ કરેલ છે. પહેલા કાયદા મા કલમ ૧૧ અને ૧૨ ના ભંગ બદલ ટ્રસ્ટ ની કુલ આવક પર વેરામુક્તિ  પાછી ખેચી લેવાની જોગવાઈ હતી તેમાં સુધારો કરીને વેરામુક્તિ ને લગતી  કોઈપણ કલમ ના ભંગ બદલ  તેવી રકમ પર કોઈપણ જાતનો ખર્ચ કે નુકસાન બાદ આપ્યા વગર સ્પેશિયલ રેટ ૩૦% મુજબ વેરો લાગશે. કલમ ૧૧ (૫) મુજબ નિયત કરેલ રોકાણો ના  ભંગ બદલ અથવા  રોકાણોની રકમ સિઝ થયેલ હોય તો આવા કિસ્સામાં પણ ૩૦% મુજબ વેરો લાગશે. આ ઉપરાંત કલમ ૧૩ (૩) મુજબ નિર્ધારિત વ્યક્તિ ને આપેલ લાભ ના ભંગ ને માની લીધેલ આવક ગણીને તેના પર ૩૦% મુજબ વેરો લાગશે.

૭)  કોઈપણ ટ્રસ્ટ નોન ચેરિટેબલ ટ્રસ્ટ મા પરિવર્તિત થાય અથવા સંયોજન થાય ત્યારે કલમ ૧૦ (૨૩સી)  અન્વયે પહેલા એકઝીટ ટેક્ષ (નેટ બેલેન્સ) પર વેરો લાગતો હતો તેમાં સુધારો કરીને  નવી કલમ ૧૧૫ (ટીડી) અન્વયે એકઝીટ ટેક્ષ ને બદલે  મહત્તમ મા મહત્તમ ૩૪.૯૪૪%  ના દરે વેરો લાગશે. આમ સખાવતી સંસ્થા અને ધર્માદા સંસ્થાઓ પર મહત્તમ મા મહત્તમ દરે સરખો વેરો લાગશે.

૮)  કલમ ૧૧ અને ૧૨ મા રજીસ્ટર થયેલ ટ્રસ્ટો કલમ ૧૩૯ (૪એ) મુજબ નિયત સમય મર્યાદા મા રિટર્ન  ન ભરે તો તેના વેરામુક્તિ નો લાભ ન મળે તેવી જોગવાઈ હતી  જ્યારે સખાવતી સંસ્થાઓ માટે કલમ ૧૦ (૨૩સી) મા રિટર્ન ભરવાની જોગવાઇ ન હતી તેમાં સુધારો કરીને હવે કોઈપણ કલમ હેઠળ નોધાયેલ ટ્રસ્ટ એ આવકવેરા રિટર્ન ભરવુ જ પડશે.  જે ટ્રસ્ટ રિટર્ન નહિ ભરેલ હોય તો તેની કુલ આવક પર વેરો ગણવાનો  કે નહીં  ? તે અંગે હવે નીચે જણાવેલ મુદ્દા નં    ૯ મુજબ નવી ગણતરી કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે .

૯)   જે ટ્રસ્ટે ઓડિટ કરાવેલ ન હોય, રિટર્ન ન ભરેલ હોય , કુલ આવક કરતાં ૨૦% થી વધુ કોમર્શિયલ આવક હોય આવા કિસ્સામાં  આવકવેરા ગણતરી નીચે મુજબ કરવાની છે.

ટ્રસ્ટ ની કુલ આવકમાથી બાદ મળવાપાત્ર ખર્ચ  નેટ આવક પર વેરો લાગશે.

કુલ મળવાપાત્ર ખર્ચ એટ્લે બાદ

૧) કોર્પસ ફંડમાંથી કરેલ ખર્ચ ૨) લોન ધ્વારા કરેલ ખર્ચ ૩) ઘસારા ની રકમ ૪) અન્ય  વ્યક્તિ કે ટ્રસ્ટ ને આપેલ દાન ની રકમ, આ ચારેય ખર્ચ બાદ સિવાય અન્ય ટ્રસ્ટ ના ખર્ચ બાદ મળવાપાત્ર છે.  વધુમાં ટ્રસ્ટે રૂ. ૧૦,૦૦૦/- કરતાં રોકડે થી ચૂકવેલ હશે તેવા ખર્ચ અને જે ખર્ચ પર ટીડીએસ ની જવાબદારી હશે તો તેવા ખર્ચ આવકમાથી બાદ મળશે નહીં.

૧૦)  જે ધાર્મિક સંસ્થા ( મંદિર, ગુરુધ્વારા) ને રિનોવેશન, મરામત માટે સ્વૈછીક મળેલ દાન ને કોર્પસ  દાન તરીકે ગણી શકાશે અને ૫ વર્ષ ની વાપરવાની જોગવાઈ લાગુ પડશે નહીં તેના માટે જણાવેલ શરતોનુ પાલન કરવાનુ છે. ૧) રિનોવેશન અને મરામત માટે કોર્પસ દાન મળેલુ હોવું જોઈએ ૨) મળેલ દાનની રકમ અન્ય સંસ્થાને દાન નહીં આપી શકશે ૩) અલગથી  ઓળખી શકાય તેવા  કોર્પસ દાનની જાળવણી કરવાની છે. ૪) કોર્પસ મળેલ દાન ની રકમ કલમ ૧૧ (૫) મુજબ ના રોકાણો મા રોકાણ કરવાનું છે.

આમ ચારેય શરતોનુ પાલન થયે થી જ કોર્પસ દાન ગણવામાં આવશે આમાથી કોઈપણ શરત નું ભંગ થશે તો જે તે વર્ષ ની આવકમાં ઉમરેવામાં આવશે.

૧૧)   ટ્રસ્ટ ની આકારણી કરતી વખતે આકારણી અધિકારી  વેરામુક્તિ ના ભંગ બદલ ક્ષતિ જણાય અને તે અધિકારી પ્રિન્સિપલ કમિશ્નર ને જણાવે કે આ ટ્રસ્ટ ની વેરામુક્તિ રદ કરવા જણાવે ત્યારે પ્રિન્સિપલ કમિશ્નર ને વેરામુક્તિ રદ કરવાનો ઓર્ડર માટે કોઈ સમય મર્યાદા ન હતી તેમાં સુધારો કરીને આવા કિસ્સામાં પ્રિન્સિપલ કમિશ્નર ને ઓર્ડર પાસ કરવાની સમય મર્યાદા આકારણી અધિકારી એ પહેલી નોટિસ પાઠવેલ ના ક્વાર્ટર ના અંત થી ૬ મહિનાની સમય મર્યાદામા લાગુ પડશે.

 

 

 

અમિત સોની (ટેક્ષ એડવોકેટ)

૯૮૨૪૭૦૧૧૯૩ , નડીઆદ

(લેખક જાણીતા ટેક્સ એડવોકેટ, સમાજસેવી, વિચાર લેખક છે)

(લેખમાં આપવામાં આવેલ મંતવ્યો લેખકના અંગત મંતવ્ય છે)

 

 

 

 

error: Content is protected !!