જી.એસ.ટી. કાઉન્સીલની 49 મી મિટિંગના મહત્વના નિર્ણય
Reading Time: 2 minutes
તા. 18.02.2023: આજે જી.એસ.ટી. કાઉન્સીલની 49 મી મિટિંગ ન્યુ દિલ્હી ખાતે મળી હતી. આ મિટિંગમાં નીચેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
જી.એસ.ટી. કાઉન્સીલની મહત્વની જાહેરાતો:
- જી.એસ.ટી. હેઠળ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રદ્દ થયેલ નોંધણી દાખલા “રિસ્ટોર” કરવા લાવવામાં આવશે જે અંતર્ગત રદ થયેલ રજીસ્ટ્રેશન રિવોકેશન અરજી કરવાની મુદત જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 30 હેઠળ 30 દિવસથી વધારી 90 દિવસ કરવામાં આવશે. આ ઉપરાંત આ 90 દિવસની સમયમર્યાદા પણ સંજોગો જોઈ 180 દિવસ સુધી છૂટ આપવા સત્તાધિકારીને સત્તા આપવામાં આવશે. જૂના રદ્દ થયેલ નંબર પુનઃજીવિત કરવા ફરી મળશે કરદાતાઓને તક.
- જી.એસ.ટી. રિટર્નના ભરવાના કારણે પસાર કરવામાં આવેલ “બેસ્ટ એસેસમેંટ જજમેંટ” આદેશો જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા પરત ખેચી લેવામાં આવશે, અને સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ કરદાતાને રિટર્ન ભરવા મળશે તક.
- જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન (GSTR 9) ભરવામાં લાગુ થતી લેઇટ ફી માં વર્ષ 2022 23 ના વર્ષથી કરવામાં આવ્યો ઘટાડો.
- 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે લેઇટ ફી 200/દિવસ થી ઘટાડી 50/દિવસ કરવા જાહેરાત. મહત્તમ લેઇટ ફી ટર્નઓવરના 0.04%
- 5 કરોડથી વધુ પરંતુ 20 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે લેઇટ ફી 200/દિવસ થી ઘટાડી 100/દિવસ કરવા જાહેરાત. મહત્તમ લેઇટ ફી ટર્નઓવરના 0.04%
- જી.એસ.ટી. હેઠળ કરદાતાઓએ ભરવાના થતાં વાર્ષિક રિટર્ન GSTR 9 માટે વિશિષ્ટ માફી યોજના. આ અંગે વિગતો આવવાની છે હજુ બાકી.
- જી.એસ.ટી. હેઠળ કંપોઝીશનના કરદાતાઓ એ ભરવાના થતાં GSTR 4 રિટર્ન માટે વિશિષ્ટ માફી યોજના. આ અંગે વિગતો આવવાની છે હજુ બાકી.
- જી.એસ.ટી. હેઠળ ભરવાના થતાં GSTR 10 માટે પણ વિશેષ માફી યોજના. આ અંગે વિગતો આવવાની છે હજુ બાકી.
- જી.એસ.ટી. હેઠળ બાકી રિટર્ન માટે પણ વિશિષ્ટ માફી યોજના લાગુ.
- જી.એસ.ટી. ટ્રાઈબ્યુનલ માં રાષ્ટ્રીય સ્તરે એક પ્રિન્સિપલ બેન્ચ તથા રાજ્ય લેવલ પર રાજ્યની સ્થિતિ પ્રમાણે રાજ્યોની બેન્ચ. 1 જ્યુડિશીયલ સભ્ય સાથે 2 સેંટરલ જી.એસ.ટી. તથા 2 રાજ્ય જી.એસ.ટી. હેઠળના ટેકનિકલ સભ્યોની થશે વરણી. ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા આપવામાં આવેલ ટ્રિબ્યુનલ અંગેનો રિપોર્ટ કાઉન્સીલ દ્વારા સ્વીકારવામાં આવ્યો. આ અંગે સુધારાઓ તમામ રાજ્યોને સૂચનો માટે મોકલવામાં આવશે. આ સૂચનો ધ્યાને લઈ નાણાંમંત્રી- કાઉન્સીલના ચેરપર્સન નિર્મલા સિથારમનને છેલ્લો નિર્ણય લેવા કાઉન્સીલ દ્વારા સત્તા આપવામાં આવી.
- આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં માલ સંબંધી હેરફેર માટેના જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 13(9) કરવામાં આવશે રદ્દ. આમ, જે કિસ્સાઓમાં માલની હેરફેર દેશ બહાર કરવામાં આવતી હોય, ત્યારે આ સેવાઓની “પ્લેસ ઓફ સપ્લાય” ભારત બહાર ગણાશે અને આ વ્યવહારો ઉપર જી.એસ.ટી. લાગુ થશે નહીં.
- ઓનલાઈન ગેમિંગ બાબતે ગ્રૂપ ઓફ મિનિસ્ટરનો કોઈ ઠોસ નિર્ણય નહીં.
મહત્વની વસ્તુઓ તથા સેવાઓ ઉપર વેરાના દરમાં ફેરફારો
- રાબ ઉપર પ્રિ પેક ના હોય તો કોઈ જી.એસ.ટી. નહીં જ્યારે પ્રિ પેક હોય તો 5% ના રાહતકારક દરે લાગશે જી.એસ.ટી.
- પેન્સિલ શાર્પનર ઉપર જી.એસ.ટી. 18% થી ઘટાડી 12% કરવા ભલામણ.
વાંચકો એ એ બાબત ધ્યાને રાખવી જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા કરવામાં આવેલ જાહેરાતો ભલામણ સ્વરૂપે હોય છે. આ તમામ જાહેરાતો બાબતે સરકાર દ્વારા નોટિફિકેશન (જાહેરનામા) બહાર પાડવાના રહેતા હોય છે. આ ફેરફારો આ જાહેરનામા બહાર પાડવામાં આવે ત્યારથી લાગુ પડે છે.