HSN કોડ અને ટેક્ષ ઇન્વોઇસ નંબર ટેક્ષ ઇન્વોઇસ માં લખવા અંગેની અગત્યની માહિતી
By Prashant Makwana
તા: 17-03-2023
01-04-2023 માં પાછલા વર્ષ ટર્નઓવર મુજબ HSN કોડ લખતા હોય છે. વેપારી નું નાણાકીય વર્ષ 2021-22 નું ટર્નઓવર 5 કરોડ થી ઓછુ હોય તેથી ટેક્ષ ઇન્વોઇસ મા જો 4 ડીજીટ નો HSN કોડ લખતા હોય અને B2C ને ટેક્ષ ઇન્વોઇસ ઇસ્યુ કરે તેમાં HSN કોડ નો લખતા હોય પરંતુ નાણાકીય વર્ષ 2022-23 માં ટર્નઓવર 5 કરોડ થી વધતું હોય તો 01-04-2023 થી એટલે કે નાણાકીય વર્ષ 2023-24 માં B2B અને B2C બંને ટેક્ષ ઇન્વોઇસ મા 6 ડીજીટ નો HSN કોડ લખવો ફરજીયાત છે.
દરેક વેપારી મિત્રો એ નાણાકીય વર્ષ 2022-23 ના ટર્નઓવર ને ધ્યાન માં રાખી ને 01-04-2023 થી નીચે મુજબ ની રીતે ટેક્ષ ઇન્વોઇસ માં HSN કોડ લખાય તે રીતે જરૂરી ફેરફાર સોફ્ટવેર માં વેહેલા સર કરાવી લેવો હિતાવહ છે.
અનુક્રમ નંબર | પાછલા વર્ષનું ટર્ન ઓવર | HSN કોડ ના ડીજીટ |
1. | 5 કરોડ સુધી | 4 ડીજીટ HSN કોડ |
2. | 5 કરોડ થી વધુ | 6 ડીજીટ HSN કોડ |
- જે રજીસ્ટર વેપારીનું ટર્ન ઓવર 5 કરોડ થી વધુ હોય તે વેપારી એ B2B અને B2C બંને પ્રકાર ના વ્યવહારો માં 6 ડીજીટ નો HSN કોડ લખવો ફરજીયાત છે.
- જે રજીસ્ટર વેપારીનું ટર્ન ઓવર 5 કરોડ સુધી હોય તે વેપારી એ B2C એટલે કે GST માં રજીસ્ટર નો હોય તો તે વેપારી ને માલ કે સેવા આપવામાં આવે ત્યારે 4 ડીજીટ HSN કોડ લખવો વૈકલ્પિક છે.
- EXPORT ના વ્યવહાર માં કુલ વાર્ષિક ટર્નઓવર 5 કરોડ સુધી હોય કે 5 કરોડ થી વધુ હોય તો બધાજ કરદાતા એ 8 ડીજીટનો HSN કોડ લખવો ફરજીયાત છે.
- દરેક વેપારી મિત્રો એ 01-04-2023 થી ટેક્ષ ઇન્વોઇસ નંબર 01 થી શરુ કરવા. ઉદાહરણ તરીકે નાણાકીય વર્ષ 2022-23 માં એટલે કે 31-03-2023 સુધી ટોટલ 220 ટેક્ષ ઇન્વોઇસ બન્યા હોય તો 01-04-2023 થી ટેક્ષ ઇન્વોઇસ બનાવી તેમાં 01 ટેક્ષ ઇન્વોઇસ નંબર લખવાનો. ૨૨૧ ટેક્ષ ઇન્વોઇસ નંબર લખવો નહિ.
(આ લેખમાં આપવામાં આવેલ મંતવ્યો વિષય ઉપર લેખકના અંગત મંતવ્ય છે)
GOOD GUIDE LINE
Thank You