જી.એસ.ટી. કાઉન્સીલની 55 મી મિટિંગના મહત્વના નિર્ણય
Reading Time: < 1 minute
-By Bhavya Popat
તા. 22.12.2024: જી.એસ.ટી. કાઉન્સીલની 55 મી મિટિંગનું આયોજન જૈસલમેર રાજસ્થાન ખાતે યોજાઇ હતી. આ મિટિંગમાં નાણાંમંત્રી નિર્મલા સિથારમન ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ મિટિંગમાં રાજ્ય કક્ષાના નાણાંમંત્રી પંકજ ચૌધરી ઉપરાંત ગોવા, હરીયાણા, જમ્મુ કશ્મીર, મેઘાલય અને ઓડિશાના મુખ્ય મંત્રી, અરુણાચલ પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, તેલંગાણાના ઉપ મુખ્ય મંત્રી અને અન્ય ઘણા રાજ્યોના નાણાંમંત્રી હાજર રહ્યાં હતા. આ મિટિંગમાં ચર્ચાના અંતે સરકારને અમુક ભલામણ કરવામાં આવી હતી. આ પૈકી મહત્વની ભલામણની યાદી નીચે આપવામાં આવેલ છે.
- કંપની દ્વારા આપવામાં આવતી સ્પોનસરશીપ સેવાને રિવર્સ ચાર્જ ના બદલે ફોરવર્ડ ચાર્જમાં લઈ જવા ભલામણ કરવામાં આવી છે.
- હોટેલ ઈન્ડસ્ટ્રી માટે રેસ્ટોરન્ટના વેરાના દર નક્કી કરવા વર્ષની શરૂઆતમાં 5% કે 18% નો વિકલ્પ આપવા ભલામણ કરવામાં આવી છે. આ વિકલ્પ 01.04.2025 થી ઉપલબ્ધ કરાવવા ભલામણ કરવામાં આવી છે.
- જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ ના હોય તેવા કમર્શિયલ મિલકતના ભાડા બાબતે ભરવાના થતાં રિવર્સ ચાર્જ મીકેનીઝમ (RCM) માટે કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા હોય તેવા કરદાતાને મુક્તિ આપવા ભલામણ કરવામાં આવેલ છે. આ સુધારો આ નિયમ લાગુ થયો ત્યારથી લાગુ કરવા પણ ભલામણ કરવામાં આવી છે.
- જૂની કારના વેચાણ નો ટેક્સ 12% થી વધારી 18% કરવા ભલામણ કરવામાં આવી છે.
- 2017 18 થી 2022 23 ના GSTR 9 C મોડા ભરવામાં લાગુ થતી લેઇટ ફી બાબતે માફી યોજના બહાર પાડવા ભલામણ કરવામાં આવી છે.
- જી.એસ.ટી. હેઠળ કરચોરીમાં સલગ્ન ચીજ વસ્તુઓ માટે ખાસ “ટ્રેક એન્ડ ટ્રેસ માઇકનીઝમ” નામની ઝુંબેશ શરૂ કરવા ખાસ ભલામણ કરવામાં આવી છે.
- માત્ર પેનલ્ટીને લગતી અપીલ બાબતે પ્રિ ડિપોઝીટ માટે હાલ જે મર્યાદા 25% છે તેમાં ઘટાડો કરી 10% કરવા ભલામણ કરવામાં આવી છે.
જી.એસ.ટી. કાઉન્સીલની 55 મી કાઉન્સીલ મિટિંગમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.