HSN લખવા બાબતે મહત્વના ફેરફારો જે જાણવા છે તમારે જરૂરી

Spread the love
Reading Time: 2 minutes

તારીખ: ૦૬/૧૧/૨૦૨૨

 

 

 

 

By Prashant Makwana

HSN કોડ ટેક્ષ ઇન્વોઇસ અને GSTR-1 માં લખવા અંગેની સરળ સમજુતી

નોટીફીકેશન નંબર 78/2020 સેન્ટ્રલ ટેક્ષ દ્વારા HSN કોડ લખવાના નિયમ માં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નોટીફીકેશન 78/2020 સેન્ટ્રલ ટેક્ષ 1/4/2021 થી અમલમાં આવ્યું છે. એટલે કે 01/04/2021 થી નીચે મુજબ ની રીતે TAX INVOICE માં HSN કોડ ફરજીયાત લખવો પડે. આ ફેરફાર HSN કોડ GSTR-1 માં લખવા માટે GST PORTAL પર અમલ ન તો થયો તે 01/04/2022 થી તબક્કા વાર GST PORTAL પર સરૂ થયું છે. તે આપણે આર્ટીકલ માં વિગતવાર જોવી.

તારીખ 01/04/2021 થી ટેક્ષ ઇન્વોઇસ માં  નીચે મુજબ HSN કોડ દર્શાવવો ફરજીયાત છે.

અનુક્રમ નંબર           પાછલા વર્ષનું ટર્ન ઓવર           HSN કોડ ના ડીજીટ

  1.                         5 કરોડ સુધી                              4 ડીજીટ HSN કોડ
  2.                         5 કરોડ થી વધુ                           6 ડીજીટ HSN કોડ

જે રજીસ્ટર્ડ વેપારીનું ટર્ન ઓવર 5 કરોડથી વધુ હોય તે વેપારીએ B2B અને B2C બંને પ્રકાર ના વ્યવહારો માં 6 ડીજીટ નો HSN કોડ લખવો ફરજીયાત છે.

જે રજીસ્ટર વેપારીનું ટર્ન ઓવર 5 કરોડ સુધી હોય તે વેપારી એ B2C એટલે કે GST માં રજીસ્ટર્ડનો હોય તો તે વેપારીને માલ કે સેવા આપવામાં આવે ત્યારે 4 ડીજીટ HSN કોડ લખવો વૈકલ્પિક છે.

EXPORT ના વ્યવહાર માં કુલ વાર્ષિક ટર્નઓવર 5 કરોડ સુધી હોય કે 5 કરોડ થી વધુ હોય તો બધાજ કરદાતા એ 8 ડીજીટનો HSN કોડ લખવો ફરજીયાત છે.

GST પોર્ટલ પર GSTR -1 માં નીચે મુજબ ની તારીખ થી HSN કોડ લખવા નું ફરજીયાત થયું છે.

કૂલ વાર્ષિક ટર્નઓવર 5 કરોડ સુધી કૂલ વાર્ષિક ટર્નઓવર 5 કરોડથી વધુ
GSTR-1 માં 4 ડીજીટ HSN કોડ 01/04/2022 ફરજીયાત કરેલ છે. GSTR-1 માં 4 ડીજીટ HSN કોડ લખવો 01/04/2022 થી ફરજીયાત કરેલ છે.

11/08/2022 થી 6 ડીજીટ HSN કોડ લખવો ફરજીયાત કરેલ છે.

 

તારીખ 01/11/2022 થી GSTR-1 ફાઈલ કરીશું. તેમાં નીચે મુજબની રીતે HSN કોડ લખવો ફરજીયાત છે.

જે કરદાતા નું પાછલા વર્ષનું કૂલ વાર્ષિક ટર્નઓવર 5 કરોડ સુધી હોય તે કરદાતા એ 01/11/2022 થી GSTR -1 માં 4 ડીજીટ નો HSN કોડ લખવો ફરજીયાત છે. 5 કરોડ સુધીના કરદાતા એ 01/11/2022 થી  GSTR-1 માં  પોર્ટલ પર 4 ડીજીટ HSN કોડ ફરજીયાત લખવો  છે. તો કોઈ કરદાતા OCT-2022 , SEP-2022 કે તે પહેલાના કોઈ પણ પીરીયડ નું રીટર્ન ફાઈલ કરે તો 4 ડીજીટ HSN કોડ લખવો ફરજીયાત છે.

જાતે એન્ટ્રી કરીને HSN કોડ અથવા ડીસ્ક્રીપસન લખી શકીશું. જો HSN કોડ અથવા ડીસ્ક્રીપસન ખોટું હશે તો એલર્ટ મેસેજ આવશે. પરંતુ GSTR-1 ફાઈલ થય જશે.

(લેખક થાનગઢ ખાતે ટેક્સેશન ઉપર પ્રેક્ટિસ કરે છે)

error: Content is protected !!