GTA સેવાઓ ઉપર 18 જુલાઇ 2022 થી લાગુ થયા મહત્વના ફેરફારો

Spread the love
Reading Time: 2 minutes

 

 

 

પ્રશાંત મકવાણા, ટેક્સ કન્સલ્ટન્ટ

 

તારીખ :૧૮.૦૭.૨૦૨૨

જી.એસ.ટી. હેઠળ 18.07.2022 થી ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી માટે મહત્વના ફેરફારો થયા છે. આ ફેરફારોની જાણકારી સાદી ભાષામાં આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

  • NOTIFICATION NO. 03/2022-CENTRAL TAX RATE મુજબ GTA (GOODS TRANSPORT AGENCY) માં તારીખ 18/07/2022 થી નીચે મુજબ ની રીતે GST નો દર લાગુ પડશે.

GOODS TRANSPORT AGENCY (GTA) પાસે નીચેના બે વિકલ્પો રહે

  1. FORWARD CHARGE MECHENISAM  

ફોરવર્ડ ચાર્જ હેઠળ GTA ની સેવા પૂરી પાડતાં કરદાતા દ્વારા ટેક્સ ઇંવોઇસ બનાવવાનું રહે અને ટેક્સ ભરવાનો રહે. જ્યારે GTA ટેક્સ ઇંવોઇસમાં વેરો દર્શાવી તે અંગેનું દેક્લેરેશન આપે ત્યારે સેવા મેળવનારને આ સેવા બાબતે RCM ભરવામાં મુક્તિ મળી રહેશે. હવે ફોરવર્ડ ચાર્જમાં GTA કરદાતા પાસે નીચેના બે વિકલ્પો વેરા ના દર સંદર્ભે રહેશે.

5% વેરો ભરવાનો વિકલ્પ જ્યાં કોઈ પણ જાતની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળશે નહીં.

12% વેરો ભરવાનો વિકલો જ્યાં તેઓ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવી વેરો ભરવા જવાબદાર બનેશે.

2. REVERSE CHARGE MECHENISAM 

આ વિકલ્પ “ડિફોલ્ટ વિકલ્પ રહેશે. જ્યારે GTA સમય મર્યાદામાં ફોરવર્ડ ચાર્જ અંગે અરજી નહીં કરે ત્યારે તેની સેવા મેળવનાર કરદાતા RCM (રિવર્સ ચાર્જ) હેઠળ વેરો ભરવા જવાબદાર બની જશે.

GTA ની નવી જોગવાઈ અંગે નીચે મુજબની વિગતો જાણવી ખૂબ જરૂરી છે:  

  • દરેક GTA એ દર વર્ષ ની 15 માર્ચ પહેલા આગળના નાણાકીય વર્ષમાં ફોરવર્ડ ચાર્જ માં રહેવું છે કે RCM માં રહેવું છે તે ઓપ્સન સિલેક્ટ કરી લેવાનો રહેશે. ઉદાહરણ : જો નાણાકીય વર્ષ 23-24 માટે તારીખ 15 માર્ચ 2023 પહેલા એક ડીકલેરેસન ફાઈલ કરીને ઓપ્સન સિલેક્ટ કરવાનો રહે. 
  • નાણાકીય વર્ષ 2022-23 માટે 16/08/2022 પહેલા આ ઓપશન ડીકલેરેસન દ્વારા સિલેક્ટ કરી લેવાનો રહેશે.  
  • હાલમાં આ ઓપ્નશન સિલેક્ટ કરવાનું ડીકલેરેસન ફાઈલ કરવાનું GST પોર્ટલ પર શરૂ થયું નથી.  
  • જે વ્યક્તિ આ ઓપ્નશન સિલેક્ટ નથી કરતા એ ઓટોમેટીક R C M માં ગણવામાં આવશે. 
  • એક વાર આ ઓપ્સન સિલેક્ટ કર્યા પછી વર્ષ દરમિયાન તેમાં કોઈ ફેરફાર થશે નહિ. એટલે કે પછી R C M માં પણ આવી શકાશે નહિ. 
  • તારીખ ૧૮/૦૭/૨૦૨૨ થી ટ્રાન્સપોર્ટશન ખર્ચમાં રૂ.૭૫૦/- અને ૧૫૦૦/- ની જે કર મુક્તિ હતી તે હટાવી લેવામાં આવી છે. તેથી તારીખ ૧૮/૦૭/૨૦૨૨ થી ૧ રૂપિયા ના ટ્રાન્સપોર્ટશન ખર્ચ પર GST લાગશે.

 

error: Content is protected !!