શું હોટલો સાથે જોડાયેલા રેસ્ટોરાં તથા તેમના ગ્રાહકો સાથે આ અન્યાય નથી???

Spread the love
Reading Time: 3 minutes

૦૧ એપ્રિલથી હોટેલ સાથે જોડાયેલ મોટાભાગની રેસ્ટોરન્ટ ઉપર ૧૮% નો જી.એસ.ટી. દર થઈ ગયો છે લાગુ

આ ફેરફાર થી ગ્રાહકો ઉપર પડી રહ્યો છે મોટો બોજ!! આ નિયમમાં જલ્દી સુધારો છે જરૂરી

તા. ૦૯.૦૫.૨૦૨૫: ઉલ્લેખિત જગ્યાઓની અંદર સ્થિત રેસ્ટોરાં માટેની રેસ્ટોરાં સેવાઓ પર ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) ના દરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ હોટલો પર GST દર ૦૧.૦૪.૨૦૨૫ થી અગાઉના ૫% દરથી વધારીને ૧૮% કરવામાં આવ્યા છે. અહીં “સ્પેસીફાઇડ પ્રિમાઈસિસ” અર્થ એ છે કે જે હોટલોએ પાછલા વર્ષમાં કોઈપણ રૂમ માટે ૭૫૦૦ થી વધુ  રકમની સેવાઓ પૂરી પાડી હતી. બીજા શબ્દોમાં કહીએ તો, કોઈપણ રેસ્ટોરન્ટ જે હોટલના પરિસરમાં સ્થિત છે જ્યાં પાછલા વર્ષમાં કોઈપણ રૂમ માટે ૭૫૦૦/- થી વધુ બિલ કરવામાં આવ્યું છે, તેમણે ૧૮% ના GST દરો પસંદ કરવા ફરજિયાત રહેશે.

આ ફેરફારથી ઘણા રેસ્ટોરાં માટે મુશ્કેલી ઊભી થઈ છે જે ખાસ કરીને મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને સેવા આપે છે. ૧૮% પર GST દરો તેમના વેચાણ અને ગ્રાહકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ રેસ્ટોરાં આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે કારણ કે સ્ટેન્ડઅલોન રેસ્ટોરાં પર હજુ પણ ૫% ના GST વસૂલવામાં આવે છે. GST દર ભેદભાવનો આધાર અવાસ્તવિક લાગે છે કારણ કે આજકાલ બજેટ હોટલો અને મધ્યમ સેગમેન્ટની હોટલોમાં પણ ટેરિફનું મૂલ્ય 7500/- હોવું સામાન્ય છે. તેનું કારણ એ છે કે ઘણી હોટલો અમેરિકન પ્લાન (AP) અથવા તો મોડિફાઇડ અમેરિકન પ્લાન (MAP) ધોરણે પ્લાન વેચે છે જ્યાં રૂમ પેકેજ તરીકે વેચાય છે. AP અથવા MAP ધોરણે કોઈપણ બજેટ અથવા મધ્યમ સેગમેન્ટની હોટેલ વેચતા રૂમ જેમાં ફક્ત 2500 વ્યક્તિનો પેકેજ ભાવ હોય અને ચોક્કસ રૂમમાં ફક્ત એક વધારાનો વ્યક્તિ હોય તો પુરવઠાનું મૂલ્ય 7500/- થી વધુ થઈ જશે. બધા ભોજન સાથે 2500 નો પેકેજ ભાવ બજેટ અથવા મધ્યમ સેગમેન્ટનો દર છે અને તેને ક્યારેય વૈભવી અથવા ઉચ્ચ સેગમેન્ટનો દર ગણી શકાય નહીં.

આ ફેરફારના કારણે અગાઉ જે 5% ના GST દરો લાગુ કરવામાં આવ્યા હતા તેનો મૂળ હેતુને મારી નાખે છે. રેસ્ટોરન્ટ સેવા ઉપર ૫% નો દર રેસ્ટોરન્ટ સેવા પરના GST દરોને વધુ સસ્તું, વાસ્તવિક અને વ્યવહારુ બનાવવા માટે રજૂ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં રેસ્ટોરન્ટ સેવા પરનો દર 18% હતો અને તે જ રેસ્ટોરન્ટ માટે 5% પર લાવવામાં આવ્યો હતો જેનો હેતુ નીચલા, મધ્યમ અને ઉચ્ચ મધ્યમ રાહત આપવાનો હતો. ૧ એપ્રિલથી કરવામાં આવેલા ફેરફાર પહેલાં, રેસ્ટોરન્ટ પરના GST દરો તે હોટલના જાહેર કરેલા ટેરિફ (ડિકલેર્ડ ટેરિફ) પર આધારિત હતા જ્યાં રેસ્ટોરન્ટ સ્થિત હતું. રેસ્ટોરન્ટ ઉપર જી.એસ.ટી. ના દર નક્કી કરવા  આ પદ્ધતિ અવ્યવહારુ જ હતી તે ચોક્કસ છે. પણ કોઈ પણ હોટેલના ડિકલેર્ડ ટેરિફ શોધવાનું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ ટેરિફની ડિકલેરેશનમાં એક નાની ભૂલ રેસ્ટોરન્ટને મોટી નાણાકીય મુશ્કેલીમાં મુકી શકે તેમ હતું. આમ, આ પાસામાં કેટલાક વાસ્તવિક ફેરફાર કરવા માટે ઘણી રજૂઆતો સરકાર અને જી.એસ.ટી. કાઉન્સીલને કરવામાં આવી હતી.

આ બાબતે વાત કરતાં અગ્રણી હોટેલિયર અને દીવ હોટેલ એસોસિએશનના પ્રમુખ શ્રી યતીન ફુગ્રોએ જણાવે છે કે “GST દર ઘટાડીને 5% કરવાનો મુખ્ય હેતુ મધ્યમ વર્ગને રેસ્ટોરન્ટ પર GSTના વધુ પડતા બોજથી બચાવવાનો હતો. રેસ્ટોરન્ટમાં જમવું એ હવે વૈભવી બાબત નથી પરંતુ મધ્યમ વર્ગના લોકો માટે પણ રોજિંદા જીવનનો એક ભાગ છે. હાલ ૦૧ એપ્રિલથી જે સુધારો લાગુ કરવામાં આવ્યો છે તેના પરિણામે ઘણી મધ્યમ વર્ગ માટે સેવા પૂરી પાડતી હોટલોને 18% GST દરમાં જવાની ફરજ પડી છે. આમ થવાથી ગ્રાહકો અને મધ્યમ વર્ગને મોટા પાયે નુકસાન થશે. આ ફેરફરમાં વ્યવહારુ સુધારો થવો જોઈએ અને હોટલોને સ્વેચ્છાએ 5% થી 18% વચ્ચેનો દર પસંદ કરવાની છૂટ આપવામાં આવે તે જરૂરી છે.”

આ સુધારાથી મધ્યમ વર્ગની હોટલો માટે એક મોટી સમસ્યા ઉભી થઈ છે જે સામાન્ય રીતે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને સેવા પૂરી પાડે છે. એટલું જ નહીં, તેઓ હવે સ્ટેન્ડઅલોન રેસ્ટોરન્ટની તુલનામાં આ પ્રકારે હોટેલ સાથે હોય તેવી રેસ્ટોરન્ટ માટે વધારાના ગેરલાભમાં થયા છે. સ્ટેન્ડઆલોન રેસ્ટોરન્ટ એટ્લે એવી રેસ્ટોરન્ટ જે કોઈ હોટેલ સાથે જોડાયેલ નથી પરંતુ માત્ર રેસ્ટોરન્ટની જ સેવા પૂરી પાડે છે તેમના માટે આજે પણ જી.એસ.ટી. નો દર 5% નો છે. હોટેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો માને છે કે રેસ્ટોરન્ટ પર GST દર નક્કી કરવા હોટલ રૂમના સપ્લાયની રકમ સાથે જોડાયેલ છે તે દૂર કરવું જોઈએ. હોટલની અંદરના રેસ્ટોરન્ટને સ્વેચ્છાએ 5% અને 18% વચ્ચે GST દર પસંદ કરવાની મંજૂરી આપવી જોઈએ. જે હોટેલ ૧૮% નો જી.એસ.ટી. દર પસંદ કરે છે તેઓના માટે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાનું શક્ય બનતું હોય છે. એવું પણ સૂચન કરવામાં આવે છે કે માન્યતા પ્રાપ્ત 4 સ્ટાર અને 5 સ્ટાર શ્રેણી અથવા તેનાથી ઉપરની હોટલમાં રેસ્ટોરન્ટ પર 18% GST ફરજિયાત રીતે વસૂલવામાં આવી શકે છે. નિષ્ણાતો એવું પણ સૂચન કરે છે કે વર્ષોથી 7500/- ની નાણાકીય મર્યાદા અમલી છે તે વધારીને ઓછામાં ઓછી 10,000/- કરવી જરૂરી છે. હાલમાં હોટેલ પરિસરમાં રહેલા રેસ્ટોરન્ટને GST દરમાં વધારાનો સામનો કરવાનો પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 12.05.2025 ના રોજ પ્રકાશીત થયેલ છે.)

 

error: Content is protected !!