GSTR 4 ની મુદત છે નજીક!! એપ્રિલ 30 સુધી આ ફોર્મ ભરવામાં ના આવે તો કંપોઝીશન ટેક્સપેયરને લાગે છે રોજ 200 રૂ નો દંડ

Spread the love
Reading Time: < 1 minute

30 એપ્રિલએ વાર્ષિક રિટર્ન ભરવાં માટે ખૂબ ટૂંકી મુદત ગણાય અને આ કારણે જ GSTR 4 ભરવાની મુદત 31 મે કરવામાં આવે તે છે ખૂબ જરૂરી

તા. 25.04.2022: કંપોઝીશન હેઠળ ટેક્સ ભરવાનો વિકલ્પ ધરાવતા કરદાતાઑ એ તેઓનું વેચાણ સાથે ખરીદીનું રિટર્ન ભરવાની મુદત 30 એપ્રિલ છે. નાણાકીય વર્ષ 2021 22 નું વર્ષીક રિટર્ન ભરવાની મુદત 30 એપ્રિલ 2022 છે. આ મુદતમાં વધારો કરવામાં આવે તે ખૂબ જરૂરી છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. એપ્રિલ મહિનોએ કરદાતાનું કામ સંભાળતા ટેક્સ પ્રોફેશનલ્સ તથા એકાઉન્ટન્ટ માટે ખૂબ કામ વાળો રહેતો હોય છે. એપ્રિલ મહિનામાં માસિક ઉપરાંત ત્રિમાસિક GSTR 1 તથા 3B ભરવાના હોય છે. આ ઉપરાંત કંપોઝીશન ટેક્સપેયર્સ માટેના CMP 08 ફોર્મ પણ ભરવાના હોય છે. ITC 01, ઇન્કમ ટેક્સ હેઠળની આપીલો વગેરે જેવા અનેક કામો આ મુદતમાં કરવાના રહેતા હોય છે. આ ઉપરાંત GSTR 4 ફોર્મમાં  “નેગેટિવ લાયાબીલીટી” ની તકલીફ પણ મોટા પ્રમાણમા કરદાતાઓ ભોગવી રહ્યા છે. આ તમામ બાબતને ધ્યાને લઈ GSTR 4 ની મુદતમાં વધારો કરવો ખૂબ જરૂરી છે. આ ઉપરાંત કંપોઝીશન ટેક્સપેયર્સ જેવા નાના કરદાતાઓ માટે આ ફોર્મ મોડુ ભરવાના કારણે લગતી રોજના 200 રૂ ની લેઇટ ફી માં પણ ઘટાડો કરવો જરૂરી છે.

આ વધારો જાહેર કરવામાં આવે ત્યારે આવે પરંતુ હાલ તો કંપોઝીશન ટેક્સ પેયર્સ માટે નાણાકીય વર્ષ 2021 22 નું વાર્ષિક રિટર્ન GSTR 04, 30 એપ્રિલ સુધી ભરી આપવું જરૂરી છે. જો આ ફોર્મ ભરવામાં મોડુ થાય તો રોજના 200/- ની લેઇટ ફી કરદાતા ઉપર લાગુ પડશે. આ ફોર્મની ગંભીરતા સમજી કરદાતા આ ફોર્મ સમયસર ભરી આપે તે જરૂરી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!
18108