જી.એસ.ટી. કાઉન્સીલની 43 મી મિટિંગમાં શું લેવાયા છે નિર્ણય?? વાંચો આ વિશેષ લેખમાં…
Reading Time: < 1 minute
તા. 28.05.2021: જી.એસ.ટી. કાઉન્સીલની 43 મી મિટિંગ વર્ચ્યુલ મોડ દ્વારા આજે મળી હતી. અંદાજે 6 મહિના બાદ મળેલી મિટિંગમાં ઘણા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગના અંતે નાણાંમંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આ મિટિંગના નિર્ણયો વિષે માહિતી આપવામાં આવી હતી.
જી.એસ.ટી. કાઉન્સીલની મિટિંગના મહત્વના નિર્ણયો
- કોવિડ અને મ્યુકરમયકોસિસની અંગેની રિલિફ આઈટમ જો કેન્દ્ર અથવા રાજ્ય સરકારને અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય સંસ્થાઓને દાન કરવા આયાત કરવામાં આવશે તો આ માટે ઇમ્પોર્ટ ડ્યૂટી 08.2021 સુધી માફ કરવામાં આવી.
- નાના અને મધ્યમ પ્રકારના કરદાતાઓ માટે એમ્નેસ્ટી સ્કીમ લાગુ કરવામાં આવી. 89% જેટલા જી.એસ.ટી. કરદાતા નાના અને મધ્યમ કદના કરદાતાઓ છે. આ તમામ કરદાતાઓને લેઇટ ફીમાં થશે ફાયદો
- લેઇટ ફીને લાંબાગાળા માટે પણ ઘટાડવામાં આવી છે.
- ત્રિમાસિક રિટર્ન સાથે ત્રિમાસિક પેમેન્ટ સિસ્ટમ વિષે “લો કમિટી” દ્વારા વિચારણા કરવામાં આવશે.
- વાર્ષિક રિટર્નમાં પણ સરળતા લાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
- જી.એસ.ટી. ઓડિટના સ્થાને સેલ્ફ સર્ટિફીકેશન લાવવામાં આવેલ છે.
- 2020-21 માટે 2 કરોડથી નીચેના ટર્નઓવર વાળા માટે મરજિયાત રહેશે.
- 2020-21 માટે 5 કરોડથી વધુ ટર્નઓવર વાળા કરદાતાઑ માટે જ ફરજિયાત રહેશે.
- કંપેનસેશન સેસ માટે ગયા વર્ષના પ્રમાણે જ કેન્દ્ર સરકાર દ્વારા નાણાં ઉછીના લેવામાં આવશે અને રાજ્યોને આપવામાં આવશે.
- કંપેનસેશનની મુદત જુલાઇ 2022 થી વધારવા અંગે ચર્ચા કરવા જી.એસ.ટી. કાઉન્સીલની એક ખાસ મિટિંગ રાખવામા આવશે.
આ અંગે વધુ વિગતો પ્રેસ રીલીઝ દ્વારા જણાવવામાં આવશે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી આ પ્રેસ રીલીઝ બહાર પાડવામાં આવી નથી. આ તકે એ બાબત યાદ રાખવી જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલની ભલામણો ઉપરથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવે પછીજ તેની અમલવારી થાય છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે