જી.એસ.ટી. કાઉન્સીલની 43 મી મિટિંગમાં શું લેવાયા છે નિર્ણય?? વાંચો આ વિશેષ લેખમાં…

Spread the love
Reading Time: < 1 minute

[speaker]

તા. 28.05.2021: જી.એસ.ટી. કાઉન્સીલની 43 મી મિટિંગ વર્ચ્યુલ મોડ દ્વારા આજે મળી હતી. અંદાજે 6 મહિના બાદ મળેલી મિટિંગમાં ઘણા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગના અંતે નાણાંમંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આ મિટિંગના નિર્ણયો વિષે માહિતી આપવામાં આવી હતી.
જી.એસ.ટી. કાઉન્સીલની મિટિંગના મહત્વના નિર્ણયો

  • કોવિડ અને મ્યુકરમયકોસિસની અંગેની રિલિફ આઈટમ જો કેન્દ્ર અથવા રાજ્ય સરકારને અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય સંસ્થાઓને દાન કરવા આયાત કરવામાં આવશે તો આ માટે ઇમ્પોર્ટ ડ્યૂટી 08.2021 સુધી માફ કરવામાં આવી.
  • નાના અને મધ્યમ પ્રકારના કરદાતાઓ માટે એમ્નેસ્ટી સ્કીમ લાગુ કરવામાં આવી. 89% જેટલા જી.એસ.ટી. કરદાતા નાના અને મધ્યમ કદના કરદાતાઓ છે. આ તમામ કરદાતાઓને લેઇટ ફીમાં થશે ફાયદો
  • લેઇટ ફીને લાંબાગાળા માટે પણ ઘટાડવામાં આવી છે.
  • ત્રિમાસિક રિટર્ન સાથે ત્રિમાસિક પેમેન્ટ સિસ્ટમ વિષે “લો કમિટી” દ્વારા વિચારણા કરવામાં આવશે.
  • વાર્ષિક રિટર્નમાં પણ સરળતા લાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
  • જી.એસ.ટી. ઓડિટના સ્થાને સેલ્ફ સર્ટિફીકેશન લાવવામાં આવેલ છે.
  • 2020-21 માટે 2 કરોડથી નીચેના ટર્નઓવર વાળા માટે મરજિયાત રહેશે.
  • 2020-21 માટે 5 કરોડથી વધુ ટર્નઓવર વાળા કરદાતાઑ માટે જ ફરજિયાત રહેશે.
  • કંપેનસેશન સેસ માટે ગયા વર્ષના પ્રમાણે જ કેન્દ્ર સરકાર દ્વારા નાણાં ઉછીના લેવામાં આવશે અને રાજ્યોને આપવામાં આવશે.
  • કંપેનસેશનની મુદત જુલાઇ 2022 થી વધારવા અંગે ચર્ચા કરવા જી.એસ.ટી. કાઉન્સીલની એક ખાસ મિટિંગ રાખવામા આવશે.

આ અંગે વધુ વિગતો પ્રેસ રીલીઝ દ્વારા જણાવવામાં આવશે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી આ પ્રેસ રીલીઝ બહાર પાડવામાં આવી નથી. આ તકે એ બાબત યાદ રાખવી જરૂરી છે કે જી.એસ.ટી. કાઉન્સીલની ભલામણો ઉપરથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવે પછીજ તેની અમલવારી થાય છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

You may have missed

error: Content is protected !!