કેશોદ ખાતે સોની વેપારીઓ માટે હોલમાર્કિંગ તથા HUID બાબતે ખાસ મિટિંગનું કરાયું આયોજન
Reading Time: < 1 minute
તા.28.07.2021
કેશોદના ગિરનાર સોની સમાજ હોલ ખાતે સુવર્ણકાર સંઘ દ્વારા હોલમાર્કિંગ નિયમોમાં આવેલ મહત્વના સુધારા બાબતે પોતાના સભ્યોને માહિતગાર કરવા એક મિટિંગનું આયોજન તારીખ 27 જુલાઈ 2021ના રોજ કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં કેશોદના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિપુલ વિઠલાણી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. હોલમાર્કિંગના નિયમોના કારણે વેપારીઓને પડી રહેલી મુશ્કેલીઓ બાબતે આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે