શરતચૂકથી રેસિપીયન્ટનું નામ ખોટું લખાયું હોય તો પણ તથ્યો મુજબ “ક્લેરિકલ મિસ્ટેક” અંગેના સર્ક્યુલરનો લાભ મળી શકે: મધ્યપ્રદેશ હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

Important Case Law with Tax Today

રોબિન્સ ટનલિંગ એન્ડ ટ્રેંચલેસ ટેક્નોલોજીસ (ઈન્ડિયા) પ્રા. ઌ.  વી. મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય

મધ્ય પ્રદેશ હાઇકોર્ટ રિટ પિટિશન નંબર 12913/2020

આદેશ તારીખ 04.02.2021


કેસના તથ્યો:

 • અરજદાર મધ્ય પ્રદેશ ખાતે જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વેપારી હતા.
 • અરજદાર દ્વારા પોતાની બોરિંગને લગતા અમુક સ્પેર્પાર્ટ્સ U S A ખાતેની પોતાની પેરન્ટ કંપની પાસેથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યા હતા.
 • આ મુંબઈ પોર્ટ ઉપર ઇમ્પોર્ટ કર્યા પછી, પોતાની મધ્ય પ્રદેશ ખાતેની ઓફિસે માલ લઈ જવામાં આવી રહ્યો હતો.
 • કરદાતા નર્મદા  વેલી ડેવલોપમેંટ ઓથોરીટી સાથે કરારબદ્ધ હતા.
 • આ કરાર માટેજ આ મશીન ઇમ્પોર્ટ કરવામાં આવી હતી.
 • ટાઈટ્ન સી એન્ડ એર સર્વિસ પ્રા. લી એ આ સેવા માટેના C & F એજન્ટ હતા.
 • C&F એજન્ટ દ્વારા પોતાના ઉપયોગ માટેજ આ મશીન મંગાવેલ હોય તેના ઉપર ઇમ્પોર્ટ ડ્યૂટી 11,12,134 ની ભરેલ હતી.
 • C & F એજન્ટ દ્વારા પોતાના ઇ વે બિલ લૉગિન ID ઉપરથી ઇ વે બિલ જનરેટ કરવામાં આવ્યું હતું. 
 • શરતચૂક થી રેસિપિયન્ટ તરીકે C & F એજન્ટે પોતાનું નામ (ટાઈટ્ન સી એન્ડ એર સર્વિસ પ્રા. લી.) દર્શાવ્યું હતું.
 • માલ વહન દરમ્યાન રાજ્ય જી.એસ.ટી. એન્ટિ ઇવેઝન વિંગ દ્વારા રોકવામાં આવ્યો હતો.
 • કરદાતા દ્વારા જ્યારે અધિકારીએ આ માલ રોકવામાં આવ્યો ત્યારે આ ભૂલ અંગે એક એફિડેવિટ રજૂ કર્યું હતું.
 • કંસાઇનરમાં પણ પોતાનું નામ હોય ઇ વે બિલ રિજેક્ટ કર્યું હતું અને ટેક્સ તથા દંડ આકારી 22,24,268 નું માંગણું ઊભું કર્યું હતું.
 • કોઈ અન્ય વિકલ્પ ન હોય કરદાતા દ્વારા ટેક્સ અંને દંડ ભરી માલ છોડાવવામાં આવ્યો હતો.
 • આ આદેશ સામે કરદાતા દ્વારા જોઇન્ટ કમિશ્નર ને અપીલ કરવામાં આવી હતી.
 • જોઇન્ટ કમિશ્નરે આ અપીલ નામંજૂર કરી હતી અને અધિકારીના આદેશને યોગ્ય ઠરાવ્યો હતો.
 • આ આદેશ સામે આ રિટ પિટિશન કરવામાં આવી છે.

કરદાતા તરેફે દલીલ:

 • જી.એસ.ટી. કાયદાની કલમ 126(1) હેઠળ નાની શરત ચૂક માટે અધિકારી કોઈ પેનલ્ટી લગાડી શકે નહીં.
 • પ્રથમ દર્શિય રીતે જે ભૂલ રેકોર્ડ ઉપર જણાય આવતી હોય તેવા કિસ્સામાં પેનલ્ટી લગાડવી જોઈએ નહીં.
 • માલ ઇમ્પોર્ટ કરેલ છે જે બાબત આ કેસના સમવાળા પણ સ્વીકારે છે.
 • ઇ વે બિલમાં થતી સામાન્ય ભૂલો બાબતેના 14.09.2019 ના સર્ક્યુલરનો લાભ પણ કરદાતાને મળવો જોઈએ.

કોર્ટનો આદેશ:

 • કેસના તથ્યો જોતાં ઇ વે બિલમાં થયેલ આ ભૂલ એ સામાન્ય ક્લેરિકલ ભૂલ ગણાય,
 • આ ભૂલને સામાન્ય ભૂલનો લાભ મળવો જોઈએ અને સરકારને નિર્દેશ આપવામાં આવે છે કે CBEC ના 14.09.2018 ના પરિપત્રનો લાભ આપી આ કેસમાં આદેશ કરવામાં આવે.

(સંપાદક નોંધ: આ કેસ ઇ વે બિલ અંગેના રોજ બરોજના પ્રશ્નોમાં ખૂબ ઉપયોગી બની શકે છે. સામાન્ય રીતે આ પ્રકારની ભૂલને સામાન્ય ભૂલ અધિકારી ગણતાં હોતા નથી. પણ કેસના તથ્યો જોતાં આ ભૂલ પણ સામાન્ય ભૂલ ગણી શકાય તેમ આ કેસમાં કોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું છે)

error: Content is protected !!